Franklin Templeton ના રોકાણકારોના ખાતામાં 3,302 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ,તપાસી લો તમારા ખાતાનું બેલેન્સ

|

Jul 13, 2021 | 10:24 AM

આ અગાઉ રોકાણકારોને ફેબ્રુઆરીમાં રોકાણકારોને પ્રથમ હપ્તા હેઠળ રૂ 9,122 કરોડનું વિતરણ કરાયું હતું. તે પછી, 12 એપ્રિલના સપ્તાહ દરમિયાન રોકાણકારોને રૂ 2,962 કરોડ, 3 મેના સપ્તાહમાં 2,489 કરોડ અને 7 જૂનના સપ્તાહમાં 3,205 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા.

Franklin Templeton ના રોકાણકારોના ખાતામાં 3,302 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ,તપાસી લો તમારા ખાતાનું બેલેન્સ
Franklin Templeton MF

Follow us on

Franklin Templeton મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને 3,302.75 કરોડ રૂપિયાના હપ્તાની ચુકવણી સોમવારથી શરૂ કરી દેવાઈ છે. SBI ફંડ્સ મેનેજમેન્ટ(SBI Mutual Funds) ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ ( Franklin Templeton MF)ની છ બંધ યોજનાઓના યુનિટહોલ્ડરોને 3,303 કરોડ રૂપિયાના પાંચમા હપ્તાનું વિતરણ કરશે. આ સાથે ફ્રેન્કલિન ટેમ્પલટન એમએફના કુલ વિતરણ રૂ 21,080 કરોડ થશે.

Franklin Templeton ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એસબીઆઇ ફંડ્સ મેનેજર તમામ છ યોજનાઓના એકમ ધારકોને આગામી હપ્તા તરીકે 3,302.75 કરોડ રૂપિયા વિતરણ કરવામાં આવી રહી છે. રોકાણકારો કે જેમના ખાતા KYC થયું છેતેમને આ ચુકવણી 12 જુલાઈથી શરૂ કરવામાં આવીરહી  છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં રોકાણકારોને પ્રથમ હપ્તા હેઠળ રૂ 9,122 કરોડનું વિતરણ કરાયું હતું. તે પછી, 12 એપ્રિલના સપ્તાહ દરમિયાન રોકાણકારોને રૂ 2,962 કરોડ, 3 મેના સપ્તાહમાં 2,489 કરોડ અને 7 જૂનના સપ્તાહમાં 3,205 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા.

ખાતામાં રકમ ટ્રાન્સફર મળશે
સૂત્ર અનુસાર યુનિટ ધારકોને પેમેન્ટ તેમના યુનિટના ગુણોત્તરમાં નેટ એસેટ વેલ્યુ (NAV) ના આધારે કરવામાં આવશે. આ ચુકવણી એસબીઆઈ એમએફ દ્વારા તમામ પાત્ર યુનિટ ધારકોને ઇલેક્ટ્રોનિક રૂપે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ યોજનાઓ માટે લિક્વિડેટર તરીકે એસબીઆઈ એમએફની નિમણૂક કરી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

નવી ડેટ સ્કીમ પર બે વર્ષ માટે પ્રતિબંધ
સેબીએ ફ્રેન્કલિન ટેમ્પલટોન એસેટ મેનેજમેન્ટ ને બે વર્ષ માટે કોઈ નવી ડેટ સ્કીમ દાખલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હકીકતમાં, 23 એપ્રિલ 2020 ના રોજ કંપનીએ લગભગ 26,000 કરોડની સંપત્તિવાળી 6 ડેટ સ્કીમ બંધ કરી દીધી હતી. ફ્રેન્કલિન ટેમ્પલટને પૈસાના અભાવને કારણ ગણાવ્યું હતું . જોકે, સેબીનું માનવું છે કે કંપનીની ડેટ સ્કીમમાં ગંભીર ક્ષતિ બહાર આવી છે જે નિયમોની વિરુદ્ધ છે. ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટે 2020 દરમિયાન લેવામાં આવેલી મેનેજમેન્ટ અને એડવાઈઝરી ફીને 12% વ્યાજ સાથે પરત આપવાનો નિર્દેશ આપ્યો હતો જેનું કુલ મૂલ્ય 512 કરોડ રૂપિયા છે.

 

Next Article