આ સરકારી બેંકની લોનનો બોજ વધ્યો, વ્યાજદરમાં 0.15%નો વધારો થયો

|

Jul 12, 2022 | 8:44 AM

એક વર્ષનો MCLR (ધિરાણ દર) વર્તમાન 7.50 ટકાથી વધારીને 7.65 ટકા કરવામાં આવ્યો છે. એક વર્ષનો MCLR એ મોટાભાગની ગ્રાહક લોન માટે બેન્ચમાર્ક છે જેમાં ઓટો, હોમ લોન અને પર્સનલ લોન જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

આ સરકારી બેંકની લોનનો બોજ વધ્યો, વ્યાજદરમાં 0.15%નો વધારો થયો
Bank Of Baroda

Follow us on

સરકારી બેંક બેંક ઓફ બરોડા(Bank of Baroda)એ MCLRમાં વધારો કર્યો છે. MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ્સ જેમાં 0.15 ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, દરેક મુદતની લોન માટે MCLR વધારવામાં આવ્યો નથી પરંતુ માત્ર અમુક પસંદગીની મુદતની લોનના ધિરાણ દરમાં વધારો થયો છે. નવા દર આજે  મંગળવાર 12 જુલાઈથી લાગુ થશે. રેપો રેટમાં વધારાને કારણે બેંક ઓફ બરોડાએ ધિરાણ દરમાં વધારો કર્યો છે. બેંક ઓફ બરોડાએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં ધિરાણ દર વધારવાની જાહેરાત કરી છે. તેનાથી લોન મોંઘી થશે અને EMI વધશે.

એક વર્ષનો MCLR (ધિરાણ દર) વર્તમાન 7.50 ટકાથી વધારીને 7.65 ટકા કરવામાં આવ્યો છે. એક વર્ષનો MCLR એ મોટાભાગની ગ્રાહક લોન માટે બેન્ચમાર્ક છે જેમાં ઓટો, હોમ લોન અને પર્સનલ લોન જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. MCLR વધવાને કારણે ઓટો લોન, હોમ લોન અને પર્સનલ લોન મોંઘી થશે. નવા અને જૂના ગ્રાહકોએ પહેલા કરતા વધુ લોન EMI ચૂકવવી પડશે. ત્રણ મહિના અને છ મહિનાના MCLR પર પણ કેટલાક સમાન ફેરફારો કરવામાં આવ્યા છે. ત્રણ મહિના માટે ધિરાણ દર હવે 7.35 ટકા અને છ મહિના માટે ધિરાણ દર 7.45 ટકા રહેશે. બંને મુદતની લોન પર અગાઉની સરખામણીમાં 0.10 ટકાનો વધારો થયો છે. સોમવારે બેન્ક ઓફ બરોડાના શેરમાં 3.74 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને BSE પર એક શેરની કિંમત રૂ. 109.55 નોંધાઈ હતી.

 હોમ લોનના રેટ શું છે ?

રિટેલ લોન માટે બેન્ક ઓફ બરોડાનો રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ (BRLLR) 7.45% નક્કી કરવામાં આવ્યો છે જે 15 જૂનથી લાગુ થશે. BRLLR રિઝર્વ બેંકના રેપો રેટ સાથે જોડાયેલ છે. જે હાલમાં 4.9% છે. બેંકે માર્ક અપ અથવા બેઝ રેટ 2.55 ટકા નક્કી કર્યો છે. બેંક ઓફ બરોડાએ તેની બેંકના નોન-સ્ટાફ માટે હોમ લોનનો દર 7.45% થી 8.80% રાખ્યો છે. હોમ લોનના વ્યાજ દર 7.45% થી શરૂ થાય છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કાર લોનના વ્યાજ દર

બેંક ઓફ બરોડા કાર લોન પર ગ્રાહકો પાસેથી 7.70 ટકાથી 10.95 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે. આ દરો ઇલેક્ટ્રિક વાહનો અને નવી કાર માટે નક્કી કરવામાં આવ્યા છે. જો તમે પૂર્વ માલિકીની કાર માટે હોમ લોન લો છો, તો તેના વ્યાજ દરો 10.20 ટકાથી 12.95 ટકા સુધીની છે. સ્ટાફ અને ભૂતપૂર્વ સ્ટાફ સભ્યો માટે ઓટો લોનનો વ્યાજ દર 7.70 ટકા નક્કી કરવામાં આવ્યો છે. જો બેંકના નોન-સ્ટાફ ટુ-વ્હીલર લોન લે છે, તો બેંક ઓફ બરોડા તેમને 11.95 ટકાના દરે લોન આપે છે. તે જ રીતે, સ્ટાફ સભ્યો માટે, આ દર 7.95 ટકા પર નિર્ધારિત છે.

Next Article