જે PSU નું સરકાર ખાનગીકરણ કરવા માંગે છે તેણે સરકારી તિજોરીમાં 30 હજાર કરોડ ડિવિડન્ડથી ઉમેર્યા

|

Mar 24, 2021 | 10:46 AM

વર્તમાન નાણાકીય વર્ષ (2020-21) માં સરકારને અત્યાર સુધીમાં સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ (Central Public Sector Enterprises) તરફથી ડિવિડન્ડ તરીકે રૂ. 30369 કરોડ પ્રાપ્ત થયા છે.

જે PSU નું સરકાર ખાનગીકરણ કરવા માંગે છે તેણે સરકારી તિજોરીમાં 30 હજાર કરોડ ડિવિડન્ડથી ઉમેર્યા

Follow us on

વર્તમાન નાણાકીય વર્ષ (2020-21) માં સરકારને અત્યાર સુધીમાં સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ (Central Public Sector Enterprises) તરફથી ડિવિડન્ડ (Dividend) તરીકે રૂ. 30369 કરોડ પ્રાપ્ત થયા છે. બજેટના અંદાજથી કેન્દ્રીય ઉપક્રમોમાંથી ડિવિડન્ડની આવક રૂ. 65,746.96 કરોડથી ઘટીને 34,717.25 કરોડ થઈ છે.

 

રોકાણ અને સાર્વજનિક સંપત્તિ મેનેજમેન્ટ વિભાગ (DIPAM) ના સચિવ તુહિન કાંત પાડેએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, સરકારે વર્તમાન નાણાકીય વર્ષ (22.03.2021) સુધીના કેન્દ્રિય ક્ષેત્રના પીએસયુ પાસેથી પ્રાપ્ત 30,369 કરોડ રૂપિયા ડિવિડન્ડ (Dividend) પ્રાપ્ત કર્યું છે. DIPAM એ એમ પણ કહ્યું છે કે, તેમને BEML માટે ઘણી અરજીઓ મળી છે. ઘણા લોકોએ BEML માટે ખાનગીકરણ કરવામાં રસ દાખવ્યો છે. આ માટે આ સોદો હવે બીજા તબક્કે પહોંચી ગયો છે. ગયા વર્ષે સરકારે બીઈએમએલમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે પ્રારંભિક બોલી લગાવવાની અંતિમ તારીખ 22 માર્ચ સુધી વધારી દીધી હતી. સરકારે જાન્યુઆરીમાં સૌ પ્રથમ આ માટેના ઓફરને આમંત્રણ આપ્યું હતું.

BEMLમાં સરકારનો હિસ્સો 54.03 ટકા છે. બીઈએમએલ કંપની સંરક્ષણ, રેલવે, વીજળી, ખાણકામ અને માળખાગત ક્ષેત્રોમાં સોદા કરે છે. હાલના બજાર ભાવે કંપનીનો 26 ટકા હિસ્સો રૂપિયા 1000 કરોડની નજીક હશે.

Next Article