દેશના તેલ અને ગેસ ક્ષેત્રે ૨૦૬ બિલિયન ડોલરના રોકાણ માટે સરકારે કસી કમર

|

Oct 27, 2020 | 12:47 PM

દેશમાં તેલ અને ગેસ ક્ષેત્રે આગામી 8-10 વર્ષોમાં મોટું રોકાણ થઈ શકે છે. સૂત્રો અનુસાર રોકાણ ખુબ મોટી રકમમાં થવા જઈ રહ્યું છે. એક અંદાજ મુજબ  206 અબજ ડોલર એટલેકે 15.24 લાખ કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરાઈ  શકે છે. CERA WEEK દ્વારા આયોજિત ઇન્ડિયા એનર્જી ફોરમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈસ્વિક સ્તરે  ભારત વૈશ્વિક તેલ […]

દેશના તેલ અને ગેસ ક્ષેત્રે ૨૦૬ બિલિયન ડોલરના રોકાણ માટે સરકારે કસી કમર

Follow us on

દેશમાં તેલ અને ગેસ ક્ષેત્રે આગામી 8-10 વર્ષોમાં મોટું રોકાણ થઈ શકે છે. સૂત્રો અનુસાર રોકાણ ખુબ મોટી રકમમાં થવા જઈ રહ્યું છે. એક અંદાજ મુજબ  206 અબજ ડોલર એટલેકે 15.24 લાખ કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરાઈ  શકે છે.

CERA WEEK દ્વારા આયોજિત ઇન્ડિયા એનર્જી ફોરમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈસ્વિક સ્તરે  ભારત વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓને દેશના ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે એક મજબૂત રચના બનાવવા જઈ રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

૨૮ ઓક્ટોબર સુધી ચાલનારા કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી, બ્રિટિશ પેટ્રોલિયમ સીઈઓ બર્નાર્ડ લુની, ઓપેકના સેક્રેટરી જનરલ મોહમ્મદ સનૂસી બાર્કિન્ડો, યુએસ એનર્જીના  ડેન બ્રુઇલેટ, સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપનીના સીઈઓ સુલતાન અહમદઅલજાબેર  સહિત વિશ્વની 45 અગ્રણી કંપનીઓના સંચાલકો સામેલ થશે.

વડા પ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનના અનુસાર જ્યારે વૈશ્વિક સ્તરના આવા મહત્વના લક્ષ્યને હાંસલ કરવાની વાત આવે છે  દાયકામાં દેશમાં આટલા મોટા પ્રમાણમાં રોકાણ કરવું જરુરી  બને છે .  ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એલએનજી ક્ષમતામાં વૃદ્ધિ, પાઇપલાઇન્સ અને સીજીડી નેટવર્કમાં 67 બિલિયન ડોલરનું રોકાણ લક્ષ્યાંક પામવાના પ્રયાસમાં સામેલ છે.

રિલાયન્સ-બીપી, ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયામાં  એકસાથે  વિસ્તરણ અને ઉત્પાદન વધારવા આશરે ૫૯ બિલિયન  ડોલરનું રોકાણ થશે. બીજી તરફ માર્કેટિંગ, રિફાઇનરી વિસ્તરણ અને વિઝાગ, બાડમેર, પારાદિપ અને રત્નાગિરી જેવી નવી રિફાઈનરીઓની યોજનાઓના  ડાઉનસ્ટ્રીમ સેગમેન્ટમાં  80 બિલિયન સુધીનું રોકાણ કરાઈ શકે છે.


ચાલુ મહિનામાં ભારતમાં ઇંધણની માંગમાં વધારો થયો છે. તહેવારોની સીઝનને લીધે વાર્ષિક ધોરણે પેટ્રોલની માંગમાં 1.5%, ડીઝલની માંગમાં 8.79% અને એલપીજીની માંગમાં વાર્ષિક ધોરણે 6.93% નો વધારો થયો છે. એવો અંદાજ છે કે 2040 સુધીમાં વિશ્વની ટોટલ પ્રાઈમરી એનર્જી ડિમાન્ડ વાર્ષિક 1% ના દરે  વધશે. આ બાબતોમાં  મુખ્યત્વે ભારત અને એશિયામાં કેન્દ્રિત રહેવાની પણ સંભાવના છે. વર્ષ  2040 સુધીમાં ભારતની ઉર્જા માંગ દર વર્ષે 3% લેખે વધશે.

આ પણ વાંચોઃ રોકાણકારો માટે આવી રહી છે ઉત્તમ તક, RCTC પછી હવે RailTel પણ લાવશે 700 કરોડનો IPO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article