ચંદ્ર ઉપર પહેલું ડગ:  પ્રથમ પુરુષ નીલ આર્મસ્ટ્રોંગ બાદ હવે પેહલી મહિલાનું નામ પણ ઇતિહાસ રચશે

|

Sep 26, 2020 | 12:33 PM

અત્યારસુધી આપણે જાણતા આવ્યા છે કે ચંદ્ર ઉપર પહેલું ડગલું માંડનાર નીલ આર્મસ્ટ્રોંગ  હતા પણ નાસાના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બાદ  ચંદ્ર ઉપર પહેલીવાર મહિલા પણ ડગ માંડશે. જોકે આ નોલેજ અપડેટ માટે વર્ષ ૨૦૨૪ સુધી ઇંતેજાર કરવો પડશે.  નાસાએ અર્ટેમિસ નામના પ્રોજેક્ટ હેઠળ મહિલા અવકાશયાત્રીને ચંદ્ર ઉપર મોકલવા તૈયારી હાથ ધરી છે. જોકે ચંદ્ર ઉપર […]

ચંદ્ર ઉપર પહેલું ડગ:  પ્રથમ પુરુષ નીલ આર્મસ્ટ્રોંગ બાદ હવે પેહલી મહિલાનું નામ પણ ઇતિહાસ રચશે

Follow us on

અત્યારસુધી આપણે જાણતા આવ્યા છે કે ચંદ્ર ઉપર પહેલું ડગલું માંડનાર નીલ આર્મસ્ટ્રોંગ  હતા પણ નાસાના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બાદ  ચંદ્ર ઉપર પહેલીવાર મહિલા પણ ડગ માંડશે. જોકે આ નોલેજ અપડેટ માટે વર્ષ ૨૦૨૪ સુધી ઇંતેજાર કરવો પડશે.  નાસાએ અર્ટેમિસ નામના પ્રોજેક્ટ હેઠળ મહિલા અવકાશયાત્રીને ચંદ્ર ઉપર મોકલવા તૈયારી હાથ ધરી છે. જોકે ચંદ્ર ઉપર ડગ માંડનાર પહેલી  મહિલા કોણ હશે તેના નામની જાહેરાત કરવામાં આવી નથી.

અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA ફરી એકવાર ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે.  નાસા  વર્ષ ૨૦૨૪માં  ચંદ્ર ઉપર પહેલી મહિલા એસ્ટ્રોનૉટને ઉતારવાની યોજના બનાવી રહ્યું છે.  નાસા મુજબ આ મિશનની શરૂઆત ચંદ્ર વૈજ્ઞાનિક શોધ, આર્થિક લાભ અને નવી પેઢીના શોધકર્તાઓને પ્રેરણા આપવા માટે કરવામાં આવી રહી છે. અમેરિકન સંસદ ડિસેમ્બર સુધી પ્રારંભિક બજેટ તરીકે 23 હજાર 545 કરોડ રૂપિયાની મંજૂરી મળે તેનો ઇંતેજાર કરાઈ રહ્યો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

નાસાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા છે. અમેરિકાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા હતા. 20 જુલાઈ 1969ના રોજ અપોલો-11ના માધ્યમથી  નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ માનવ  બન્યા હતા જે ચંદ્રની જમીન પર ઉતર્યા હતા. વર્ષ ૨૦૨૪માં ચંદ્ર ઉપર ડગ માંડનાર પ્રથમ મહિલાનું નામ પણ અંકિત થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article