Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન

|

Jan 10, 2022 | 6:34 AM

DAMEPL એ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) જાણી જોઈને રૂ. 4,600 કરોડથી વધુ મૂલ્યના આર્બિટ્રેશન ચુકાદાઓના અમલમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે જેના કારણે કરદાતાઓને દરરોજ લગભગ રૂ. 1.75 કરોડનું વ્યાજ નુકસાન થાય છે.

Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન
Anil Ambani

Follow us on

દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ (DAMEPL) એ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) જાણી જોઈને રૂ. 4,600 કરોડથી વધુ મૂલ્યના આર્બિટ્રેશન ચુકાદાઓના અમલમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે જેના કારણે કરદાતાઓને દરરોજ લગભગ રૂ. 1.75 કરોડનું વ્યાજ નુકસાન થાય છે.

અનિલ અંબાણી (Anil Ambani) ની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(Reliance Infrastructure)ની પેટાકંપનીએ હાઈકોર્ટમાં ચાલી રહેલી એક્ઝિક્યુશન કાર્યવાહીમાં એક પિટિશન દાખલ કરી જેમાં DMRC માત્ર રૂ.1642.69 ના સંદર્ભમાં મર્યાદિત બેંક ખાતાની વિગતો આપીને સમગ્ર પ્રક્રિયાને નિરર્થક બનાવવા પ્રય્ન કરી રહ્યું છે જ્યારે તેને તેના તમામ બેંક ખાતાઓની વિગતો આપવા સૂચના આપવામાં આવી છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ડીએમઆરસીએ ડિસેમ્બરમાં દાખલ કરવામાં આવેલ એફિડેવિટમાં રૂ. 5800.93 કરોડના કુલ ઉપલબ્ધ ભંડોળનો ખુલાસો કર્યો હતો. અગાઉ આર્બિટ્રલ ટ્રિબ્યુનલે DMRCને DAMEPLને 4,600 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ સંબંધમાં ડીએમઆરસી વતી દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ રદ કરવામાં આવી છે. હાઈકોર્ટે પણ 23 નવેમ્બરે તેના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

શું છે મામલો?

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની DAMEPL અને DMRCના એરપોર્ટ મેટ્રો લિંક(Airport Metro Linke)ના વિકાસમાં સામેલ હતું. પરંતુ તેણે પાછળથી માળખાકીય ખામીઓને ટાંકીને અલગ થઈ ગયા હતા. આ ડીલની વિવાદિત રકમ ચૂકવવાની છે.

દિલ્હી મેટ્રો અને અનિલ અંબાણી વચ્ચે કરાર થયો હતો

વર્ષ 2008માં DMRCએ દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે કરાર કર્યો હતો. કંપનીને અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. DAMEPL ને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી ડિઝાઇન, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ, ઓપરેશન અને લાઇન મેન્ટેનન્સ માટે કામ મળ્યું હતું. દિલ્હી મેટ્રો તરફથી આ પહેલો PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) કોન્ટ્રાક્ટ હતો. સુરક્ષા સમસ્યાઓના કારણે DAMEPL એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો લાઇનની કામગીરીમાંથી બહાર હતી.

દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન 22.7 કિલોમીટર લાંબી છે. આ માર્ગને ઓરેન્જ લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન અને દ્વારકા સેક્ટર-21 વચ્ચે છે. તેનો રૂટ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી પસાર થાય છે. આ માર્ગના નિર્માણ પાછળ આશરે રૂ. 5800 કરોડ ખર્ચ થશે. તે ફેબ્રુઆરી 2011 માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું.

આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે મે, 2017માં તેના ચુકાદામાં એરપોર્ટ મેટ્રોના ઓપરેટરના દાવાને સ્વીકાર્યો હતો કે માળખાકીય ખામીને કારણે આ લાઇન પર કામગીરી વ્યવહારુ નથી.

 

આ પણ વાંચો : Common KYC: નવી નાણાંકીય પ્રવૃત્તિઓની પ્રક્રિયાને સરળ બનાવવા સરકાર લાવી રહી છે ઉપાય, જાણો વિગતવાર

આ પણ વાંચો : હવે 200 રૂપિયા સુધી ડિજિટલ પેમેન્ટ માટે ઈન્ટરનેટની જરૂર નહી,જાણો RBIનો નિયમ

Next Article