દેશની વેપાર ખોટ ત્રણ ગણી વધી, જુલાઈમાં આયાત, નિકાસમાં પણ થયો વધારો

|

Aug 13, 2022 | 6:17 AM

જુલાઈમાં દેશની નિકાસ (exports) 2.14 ટકા વધીને 36.27 અબજ ડોલર થઈ છે. તે જ સમયે, સમાન મહિનામાં વેપાર ખાધ લગભગ ત્રણ ગણી વધીને 30 બિલિયન ડોલર થઈ ગઈ છે.

દેશની વેપાર ખોટ ત્રણ ગણી વધી, જુલાઈમાં આયાત, નિકાસમાં પણ થયો વધારો
Export (Symbolic Image)

Follow us on

જુલાઈમાં દેશની નિકાસ (exports) 2.14 ટકા વધીને 36.27 અબજ ડોલર થઈ છે. તે જ સમયે, સમાન મહિનામાં વેપાર ખોટ લગભગ ત્રણ ગણી વધીને 30 બિલિયન ડોલર થઈ ગઈ છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર જુલાઈમાં આયાત વાર્ષિક ધોરણે 43.61 ટકા વધીને 66.27 અબજ ડોલર થઈ છે. જુલાઈ 2021માં વેપાર ખાધ 10.63 બિલિયન ડોલર હતી.

અગાઉ નિકાસમાં ઘટાડો થવાની ધારણા હતી

આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા પ્રારંભિક ડેટા મુજબ જુલાઈમાં નિકાસ 0.76 ટકા ઘટીને 35.24 અબજ ડોલર રહેવાનો અંદાજ હતો. જુલાઈ 2021માં તે 35.51 બિલિયન ડોલર હતી. આ સિવાય તમને જણાવી દઈએ કે વાણિજ્ય મંત્રાલય આ વર્ષે સપ્ટેમ્બર પહેલા નવી પાંચ વર્ષની ફોરેન ટ્રેડ પોલિસી (FTP) લાવવાની તૈયારી કરી રહ્યું છે. દરેક જિલ્લાને નિકાસ હબ બનાવવાની યોજના પણ દસ્તાવેજનો ભાગ હશે. આ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે FTPનો હેતુ નિકાસ પ્રોત્સાહન અને રોજગાર સર્જન હશે. વાણિજ્ય મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) આ નીતિ તૈયાર કરી રહ્યું છે. તેઓ ટૂંક સમયમાં આ યોજના માટે ભંડોળની ફાળવણી માટે નાણાં મંત્રાલયને આ પ્રસ્તાવ મોકલશે.

નિકાસ વધારવા માટે સરકાર નવી નીતિ લાવવાની તૈયારી કરી રહી છે

અધિકારીએ કહ્યું કે આ યોજના હેઠળ શરૂઆતમાં 50 એવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમના ઉત્પાદનોને આગળ લઈ જઈ શકાય અને જેની નિકાસની વિશાળ સંભાવના છે. ડીજીએફટી સ્પર્ધા દ્વારા આ જિલ્લાઓની પસંદગી કરે છે. અધિકારીએ કહ્યું કે જે રાજ્યો અને જિલ્લાઓ આ યોજના હેઠળ નાણાકીય પ્રોત્સાહન મેળવવા માંગે છે તેઓએ તેના માટે સ્પર્ધા કરવી પડશે. દેશમાં કુલ 750 જિલ્લા છે. અધિકારીએ કહ્યું કે તે રાજ્યો અને જિલ્લાઓ વચ્ચે એક પ્રકારની સ્પર્ધા હશે. તેમણે કહ્યું કે અમે આ માટે વિગતવાર માર્ગદર્શિકા સાથે આવીશું. આ યોજનાને FTPમાં પણ સામેલ કરવામાં આવશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

તે જ સમયે, તમને જણાવી દઈએ કે દેશના ઔદ્યોગિક ઉત્પાદન (IIP)માં જૂન 2022 દરમિયાન 12.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. શુક્રવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલ ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) અનુસાર જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 12.3 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા, જૂન 2021 દરમિયાન IIPમાં 13.8 ટકાનો વધારો થયો હતો.

Next Article