આજથી શરૂ થશે દેશનો પ્રથમ ONLINE TOY FAIR, જાણો શું છે આકર્ષણ

|

Feb 27, 2021 | 9:20 AM

દેશનો પહેલો ઓનલાઇન રમકડાં મેળો (The India Toy Fair 2021) આજે 27 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઈન્ડિયા ટોય ફેર 2021' નું ઉદઘાટન કરશે.

આજથી શરૂ થશે દેશનો પ્રથમ ONLINE TOY FAIR, જાણો શું છે આકર્ષણ
ONLINE TOY FAIR

Follow us on

The India Toy Fair 2021 : દેશનો પહેલો ઓનલાઇન રમકડાં મેળો (The India Toy Fair 2021) આજે 27 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઈન્ડિયા ટોય ફેર 2021’ નું ઉદઘાટન કરશે.

રિલાયન્સ રિટેલની માલિકીની સૌથી જૂની બ્રિટીશ મલ્ટિનેશનલ ટોય રિટેલર હેમલીઝ (Hamleys) મેળાના ટાઇટલ સ્પોન્સર છે. આ કંપની મેળામાં તેના વર્ચુઅલ બૂથની સ્થાપના કરશે. મલ્ટિનેશનલ રિટેલર તેના રમકડા મુંબઇ, દિલ્હી અને અમદાવાદમાં ટોય સર્કલ પણ શરૂ કરશે. હેમલીઝ CSR પ્રવૃત્તિ અંતર્ગત આંગણવાડી કાર્યકરોના બાળકો માટે રમકડાની કીટ અને રમત સામગ્રી પ્રદાન કરશે.

મેળાની વેબસાઇટના લોકાર્પણ દરમિયાન કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે સરકારને નબળી ગુણવત્તાવાળા સસ્તા રમકડાં દેશમાં આયાત કરવામાં આવતા હોવા અંગે ઘણી ફરિયાદો મળી હતી, જે ભારતીય રમકડા ઉદ્યોગને વિપરીત અસર કરી રહી છે. આ કેસની તપાસ એક સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આયાત કરેલા પ્લાસ્ટિક રમકડાંના 30 ટકામાં મોટા પ્રમાણમાં રસાયણો અને ભારે ધાતુઓ શામેલ છે, જે નિર્ધારિત સ્તરની બહાર છે. અન્ય રમકડાઓમાં પણ ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો હતો. આ રમકડાં માટે ગુણવત્તા નિયંત્રણ હેઠળ રાખવા આદેશ કરાયા છે. આ પહેલ સુનિશ્ચિત કરશે કે ભારતીયોને ગુણવત્તાવાળા રમકડાં મળે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ ‘નિશાંક’ એ કહ્યું હતું કે, ભારતીય રમકડા એ બાળપણ અને રમત-આધારિત, શોધ-આધારિત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણનું મુખ્ય કાર્ય છે, જે ભણતર અને વ્યવહારિક કામગીરી વચ્ચેનો અંતર દૂર કરે છે. આ પહેલમાં એક અભિન્ન ભૂમિકા ભજવે છે.

કેન્દ્રીય કાપડ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત રમકડા ઉત્પાદન ઉદ્યોગને મોટો પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ પહેલ કરવામાં આવી રહી છે.

શું છે મેળાની ખાસિયત
મેળાના મુખ્ય આકર્ષણોમાં 1,000 થી વધુ સ્ટોલવાળા વર્ચુઅલ પ્રદર્શન, તેમજ વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા પેનલ ચર્ચાઓ અને જ્ઞાન સત્રોનો સમાવેશ કરવામાં આવશે. રમકડા આધારિત શિક્ષણ, હસ્તકલા નિદર્શન, ક્વિઝ સ્પર્ધાઓ, વર્ચ્યુઅલ ટૂર્સ, પ્રોડક્ટ લોંચ, વગેરે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે દેશના જુદા જુદા રાજ્યોમાં 8 ટોય મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરોને મંજૂરી આપી છે. દેશના પરંપરાગત રમકડા ઉદ્યોગને ક્લસ્ટરો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે. આ ક્લસ્ટરોના નિર્માણ માટે 2,300 કરોડનો ખર્ચ થશે. ક્લસ્ટરમાં લાકડા, તાડના પાન, વાંસ અને કપડાંના રમકડા બનાવવામાં આવશે.

Published On - 9:13 am, Sat, 27 February 21

Next Article