તમારા મોબાઈલ રિચાર્જની કિંમત વધી શકે છે, વોડાફોન આઈડિયાએ આ મામલે કહી આ વાત, વાંચો વિગતવાર

|

Aug 08, 2022 | 6:52 AM

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે દેશમાં 5G લાવવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ ખરીદવા માટે સરકાર પાસે એડવાન્સ પણ જમા કરાવ્યા છે.

તમારા મોબાઈલ રિચાર્જની કિંમત વધી શકે છે, વોડાફોન આઈડિયાએ આ મામલે કહી આ વાત, વાંચો વિગતવાર
The company says the tariffs are still very low

Follow us on

દેશમાં 5G સેવાઓ(5G ) શરૂ થવાની તૈયારીઓ વચ્ચે ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડે(Vodafone Idea Limited) જણાવ્યું હતું કે ઉદ્યોગને નિયમિત અંતરાલ પર મોબાઈલ ટેરિફ(Mobile Tariff) વધારવાની જરૂર છે. કંપનીનું કહેવું છે કે ટેરિફ હજુ પણ ઘણા ઓછા છે અને આ વધારો તેને યોગ્ય પરિણામો મેળવવા અને ભવિષ્યમાં રોકાણ કરવામાં મદદ કરશે. આદિત્ય બિરલા ગ્રૂપ અને વોડાફોન ગ્રૂપના સંયુક્ત સાહસે જણાવ્યું હતું કે પ્રતિ વપરાશકર્તા આવક ઐતિહાસિક વલણો કરતાં ઓછી છે. ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે સેક્ટરને રાહત પેકેજ આપ્યા બાદ કંપનીને નવું જીવન મળ્યું છે.

ગત વર્ષે પણ રિચાર્જની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો

ત્રણેય ખાનગી ટેલિકોમ ઓપરેટરો – રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયા લિમિટેડ (VIL) એ છેલ્લા વર્ષમાં ડેટા માટે ચાર્જ વધાર્યો છે. આ કંપનીઓની વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU) પણ વધી છે. VIL એ તેના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે ઉદ્યોગ હજુ પણ આશ્ચર્યજનક રીતે ઓછા ટેરિફ પર કાર્યરત છે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં હજુ પણ વૈશ્વિક સ્તરે સૌથી નીચો ટેરિફ છે જ્યારે અમર્યાદિત ડેટા પેકને કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ ડેટા વપરાશ ધરાવતા દેશોમાં સામેલ છે. VIL એ જણાવ્યું હતું કે કંપની માને છે કે ઉદ્યોગે નિયમિત અંતરાલ પર ટેરિફ વધારવો પડશે, જે ઓપરેટરોને તેમની મૂડી પર યોગ્ય વળતર મેળવવા અને નવી તકનીકો સહિત ભાવિ રોકાણોને સમર્થન આપવા માટે જરૂરી છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

31 માર્ચ 2022 સુધીમાં VIL પાસે 2438 મિલિયન ગ્રાહકો હતા જેમાંથી 1181 મિલિયન 4G વપરાશકર્તાઓ હતા.

5G ની કિંમત કેટલી હશે?

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે દેશમાં 5G લાવવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ ખરીદવા માટે સરકાર પાસે એડવાન્સ પણ જમા કરાવ્યા છે. જેમ જેમ 5G આવવાનો ઇંતેજાર ઓછો થઈ રહ્યો છે. તેમ તેમ લોકોના મનમાં આ સવાલ પણ ઉઠી રહ્યો છે કે 5G માટે તેમને તેમના ખિસ્સા કેટલા ઢીલા કરવા પડશે.

ટેલિકોમ સેક્ટરના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ટેલિકોમ કંપનીઓ શરૂઆતમાં 5Gની કિંમત થોડી વધારે રાખશે. વિશ્લેષકો માને છે કે 5G પ્લાન 4G સેવાઓ કરતાં 10 થી 20 ટકા વધુ ખર્ચ કરશે. આવું એટલા માટે થશે કારણ કે કંપનીઓ એવરેજ રેવન્યુ પર યુઝર એટલે કે ARPUમાં ગ્રોથ લાવવા માંગે છે.

Published On - 6:52 am, Mon, 8 August 22

Next Article