એરલાઈનની આ ભૂલ પર લાગ્યો 10 લાખનો દંડ, જો તમે પણ ફ્લાઈટમાં જાવ છો તો જાણી લો આ અધિકાર!

|

Jun 14, 2022 | 8:03 PM

જ્યારે પણ તમે ફ્લાઈટમાં જાવ છો, ત્યારે તમારે કેટલાક અધિકારોનું (Passenger Rights in Flight) ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો તેમના મુજબ સેવાઓ પૂરી પાડવામાં આવતી નથી, તો તમે એરલાઇન પર ક્લેમ કરી શકો છો.

એરલાઈનની આ ભૂલ પર લાગ્યો 10 લાખનો દંડ, જો તમે પણ ફ્લાઈટમાં જાવ છો તો જાણી લો આ અધિકાર!
FLIGHT-RULES

Follow us on

ઘણીવાર ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે એરલાઈન કેટલીક ભૂલો અથવા સેવાના અભાવને આપણે અવગણીએ છીએ. પરંતુ આવા ઘણા નિયમો (Flight Rules) છે, તેમના મુજબ એરલાઈન કંપની તમને સેવાઓ આપતી નથી તો તમે કંપની પર ક્લેમ કરી શકો છો અને તમને આ માટે વળતર પણ મળશે. તે નિયમો તમારી સેવામાં તમારા સામાન સાથે સંબંધિત સર્વિસને લઈને છે અને નિયમોનું પાલન કરવું ફ્લાઈટ કંપની માટે કરવું જરૂરી છે. મંગળવારે જ એર ઈન્ડિયાને (Air India) નિયમોની અવગણના કરવા બદલ 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આવામાં જાણો કે આખરે ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે કયા નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ, જેથી કરીને જો તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો તમે તેના માટે ક્લેમ કરી શકો. સાથે એ પણ જાણી લો કે કઈ બેદરકારીના કારણે એર ઈન્ડિયા પર દંડ ફટકારવામાં આવ્યો છે અને DGCAનો નિયમ શું છે?

શા માટે ભરવો પડ્યો દંડ?

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એર ઈન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કારણ કે એર ઈન્ડિયાના કર્મચારીઓએ માન્ય ટિકિટ હોવા છતાં પેસેન્જરને બેસવાની ના પાડી દીધી હતી. પછી જ્યારે પેસેન્જર વતી વળતરની માંગ કરવામાં આવી હતી, ત્યારે કંપનીએ તેની ના પાડી દીધી હતી. ત્યારબાદ DGCAએ એર ઈન્ડિયા પર દંડ ફટકાર્યો છે. એર ઈન્ડિયાએ નિયમોનું પાલન કર્યું નથી. આ પછી DGCA દ્વારા એરલાઈનને કારણ બતાવો નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી અને આ અંગે વ્યક્તિગત સુનાવણી પણ કરવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નિયમ શું છે?

માન્ય ટિકિટ પછી મુસાફરી કરવાની ના પાડે ત્યારે- DGCAના નિયમો મુજબ જો એરલાઇન માન્ય ટિકિટ હોવા છતાં વ્યક્તિને ફ્લાઈટમાં બેસવાની ના પાડે તો પેસેન્જર માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં જો સંબંધિત એરલાઇન એક કલાકની અંદર પેસેન્જર માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં સક્ષમ છે તો પછી કોઈ વળતર ચૂકવવાનું રહેશે નહીં. પરંતુ જો એરલાઇન આગામી 24 કલાકમાં પેસેન્જર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડતી નથી તો નિયમોમાં 10,000 રૂપિયા સુધીનું વળતર નક્કી કરવામાં આવ્યું છે.

બેગ ખોવાઈ જવા કે ચોરાઈ જાય તો – જો તમારી સાથે એવું થાય કે જ્યારે તમે ફ્લાઈટમાં આવો છો, ત્યારે તમને તમારી બેગ મળતી નથી અથવા જો તમને બેગ તૂટેલી જોવા મળે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. તમે પ્રોપર્ટી અનિયમિતતા રિપોર્ટ (PIR) પણ ફાઈલ કરી શકો છો. આ માટે તમારે એરપોર્ટ પર જ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી કેરેજ બાય એર એક્ટ 1972 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો તમારો સામાન એટલો બગડ્યો છે કે તેને રિપેર કરી શકાતો નથી તો એરલાઈન્સ તેને બદલી આપે છે. ટાયર તૂટવા, સ્ક્રેચ થવા પર, તૂટેલા હેન્ડલ્સ વગેરે માટે અલગ-અલગ નિયમો છે.

તમારે શું કરવું જોઈએ? જો તમારી સાથે આવું થાય અથવા તમારી બેગ ખોવાઈ જાય તો તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો. વધુ પડતા નુકસાનના કિસ્સામાં એરલાઈન્સને સામાન પણ બદલી આપવો પડે છે. તેથી જો સામાનમાં કોઈ સમસ્યા હોય તો ચોક્કસ ફરિયાદ કરો.

ફ્લાઈટ મોડી થવાને કારણે – ઘણી વખત ફ્લાઈટ મોડી પડે છે. જો તમારી ફ્લાઈટ 3 કલાકથી વધુ મોડી થાય છે તો તમે તેના માટે પણ વળતર મેળવી શકો છો. આ માટે તમારે તેની ફરિયાદ કરવી પડશે. આ પછી ડીજીસીએના નિયમો મુજબ સમાધાન કરવામાં આવશે.

Next Article