કોરોનાકાળમાં TCSના CEOના પગારમાં કરોડોનો વધારો થયો , વાર્ષિક પેકેજ જાણશો તો અચરજમાં પડશો

|

May 20, 2021 | 8:13 AM

કોરોનાકાળામાં લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે તો ઘણા લોકો અડધો પગાર લેવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં પગાર વધારા અંગે વિચારવું પણ શક્ય નથી

કોરોનાકાળમાં TCSના CEOના પગારમાં કરોડોનો વધારો થયો , વાર્ષિક પેકેજ જાણશો તો અચરજમાં પડશો
Rajesh Gopinathan - CEO, TCS

Follow us on

કોરોનાકાળામાં લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે તો ઘણા લોકો અડધો પગાર લેવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં પગાર વધારા અંગે વિચારવું પણ શક્ય નથી પરંતુ આ મુશ્કેલ સમયમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ(Tata Consultancy Services)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથન(Rajesh Gopinathan )ના પગારમાં હાલ 5 કરોડોનો વધારો થયો છે. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2020-21માં તેમને વેતન પેકેજ તરીકે 20.36 કરોડ રૂપિયા મળ્યા છે.

ટીસીએસના વાર્ષિક અહેવાલ મુજબ ગોપીનાથનને કુલ વેતન રૂ 1.27 કરોડ મળ્યા છે. આ ઉપરાંત 2.09 કરોડ રૂપિયાના ભથ્થા અને અન્ય સુવિધાઓ શામેલ છે. આ સિવાય તેમને કમિશન તરીકે 17 કરોડ રૂપિયા પણ મળ્યા છે. આ પહેલા વર્ષ 2019-20માં ગોપીનાથનને કુલ રૂ 13.3 કરોડનો પગાર મળ્યો હતો.

કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા નાણાકીય વર્ષમાં સંસાધનોના સંરક્ષણ માટે તેમના મહેનતાણામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી મુખ્ય અધિકારીઓના પગારમાં પાછલા વર્ષ કરતા 15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. TCS FY21 ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે આ નાણાકીય વર્ષના મહેનતાણાને TCS FY20 સાથે સરખાવી ન જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગોપીનાથન પહેલા ટીસીએસના ચીફ ઓપરેટિંગ ઓફિસર એન ગણપતિ સુબ્રમણ્યમને ગયા નાણાકીય વર્ષમાં રૂ 16.1 કરોડનું વેતન પેકેજ મળ્યું હતું. તેનો પગાર 1.21 કરોડ રૂપિયા હતો જ્યારે રૂ 1.88 કરોડ ભથ્થા અને અન્ય સુવિધાઓ માટે આપવામાં આવ્યા હતા. આ સિવાય તેમને કમિશન તરીકે 13 કરોડ રૂપિયા મળ્યા. રિપોર્ટ અનુસાર, ગયા નાણાકીય વર્ષ દરમિયાન મેનેજમેન્ટ ક્લાસના પુરસ્કારમાં 55.2 ટકાનો વધારો થયો છે.

Next Article