TCS Buyback: ટાટા સન્સે હિસ્સો વેચીને 10,000 કરોડ એકત્ર કર્યા, એમેઝોન અને જિયોમાર્ટ સાથે સ્પર્ધા કરવાની તૈયારી

|

Jan 08, 2021 | 7:51 PM

ટાટા કન્સલ્ટેન્સી સર્વિસેઝ (TCS)ના શૅર બાયબેક ઑફર (TCS Share buyback offer)માં ટાટા ગ્રુપ (tata group)ની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડે (tata sons) 10,000 કરોડ રૂપિયા મૂલ્યના શેર વેચ્યા છે.

TCS Buyback: ટાટા સન્સે હિસ્સો વેચીને 10,000 કરોડ એકત્ર કર્યા, એમેઝોન અને જિયોમાર્ટ સાથે સ્પર્ધા કરવાની તૈયારી
Tata Consultancy Service

Follow us on

ટાટા કન્સલ્ટેન્સી સર્વિસેઝ (TCS)ના શૅર બાયબેક ઑફર (TCS Share buyback offer)માં ટાટા ગ્રુપ (tata group)ની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડે (tata sons) 10,000 કરોડ રૂપિયા મૂલ્યના શેર વેચ્યા છે. ટાટા સન્સ ઉપરાંત આ બાયબેક ઑફરમાં લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પેરેશન ઑફ ઈન્ડિયા (LIC) અને RBC Emerging Markets Equity Fundએ પણ શૅર વેચ્યા છે. ટાટા સન્સે TCSમાં તેની લગભગ 1 ટકા હિસ્સો વેચીને 10,000 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. ટાટા સન્સના 3.37 કરોડ શેર વેચાયા છે. LICએ તેના 16.79 લાખ શેર અને RBC Fundના 7.69 લાખ શેર વેચ્યા હતા. ગુરુવારે TCS શેરો લગભગ 1 ટકા ઘટીને 3,050 રૂપિયા પર બંધ થયા છે.

 

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સ્ટોક એક્સચેન્જની એક ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે ટાટા સન્સે Tata Groupની સૌથી વધુ નફાકારક કંપની TCSના શેર બાયબેક પ્રોગ્રામ હેઠળ 3.33 કરોડ શૅર વેચ્યા છે, જેનાથી TCSમાં ટાટા સન્સની હિસ્સેદારી હવે 72.16 ટકા રહી ગઈ છે. 3,000 રૂપિયા પ્રતિ શૅરના મૂલ્ય પર બાયબેક હેઠળ ટાટા સન્સનું શેર વેચાણ ભાવે 9,997 કરોડ રૂપિયા છે. ટાટા સન્સ ઉપરાંત ટાટા ગ્રુપની એક અન્ય કંપની ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને પણ TCSની 16,000 કરોડ રૂપિયાની શેર બાયબેક યોજના અંતર્ગત લગભગ 3.7 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.

 

 

ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન દ્વારા ટીસીએસના 12,584 શેર વેચાયા છે. 1 જાન્યુઆરી 2021એ યોજના બંધ થઈ છે. આ બાયબેક ઑફરના હેઠળ TCSએ 5.33 કરોડ ઇક્વિટી શેર પાછા ખરીદ્યો છે. ટાટા સન્સે શેર વેચીને 10,000 કરોડ રૂપિયા ઉભા કર્યા છે, જેનો ઉપયોગ કંપની તેના ડિજિટલ કૉમર્સને વધારવામાં કરશે. આ માટે ટાટા સન્સ Big Basketમાં મેજોરિટી સ્ટેકની તૈયારી કરી રહી છે, જેથી એમેઝૉન અને જિયોમાર્ટને ટક્કર આપી શકે છે.

 

આ પણ વાંચો: હવે એકના બદલે બે વર્ષનો રહેશે LLMનો અભ્યાસક્રમ, રેગ્યુલર LLB કરનારને જ મળશે LLMમાં પ્રવેશ

Next Article