TAX PLANING : આવકવેરાથી બચવા રોકાણ કરવામાં આ પાંચ ભૂલ કરશો નહિ, નહી તો પડશો મુશ્કેલીમાં

|

Jan 14, 2021 | 11:21 AM

નાણાકીય વર્ષ 2020-21 ના ​​છેલ્લા ક્વાર્ટરની શરૂઆત થઈ છે. જો તમે પગારદાર છો, તો તમારા એમ્પ્લોયર તમને કર બચાવવાના સાધનોમાં રોકાણના પુરાવા સબમિટ કરવા માટે રિમાઇન્ડર મોકલશે.

TAX PLANING : આવકવેરાથી બચવા રોકાણ કરવામાં આ પાંચ ભૂલ કરશો નહિ,  નહી તો પડશો મુશ્કેલીમાં

Follow us on

નાણાકીય વર્ષ 2020-21 ના ​​છેલ્લા ક્વાર્ટરની શરૂઆત થઈ છે. જો તમે પગારદાર છો, તો તમારા એમ્પ્લોયર તમને કર બચાવવાના સાધનોમાં રોકાણના પુરાવા સબમિટ કરવા માટે રિમાઇન્ડર મોકલશે. પ્રત્યેક રોકાણકારનો ઉદ્દેશ વધુ સારા વળતર મેળવવાનો હોય છે. કર બચત એ એક વધારાનો ફાયદો છે. જો તમે નાણાકીય લક્ષ્યોની સાથે સાથે ટેક્સ બચાવો છો, તો તે વધુ સારું રહેશે. પરંતુ રોકાણ કરતા પહેલાં તમારે જાણવું જોઈએ કે તમારી પ્રાથમિકતા શું છે? કર મુક્તિનો લાભ લેવા માટે આ 5 ભૂલો કરશો નહીં, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડશે

ઓછી નફાકારક યોજનામાં રોકાણ ન કરો
છેલ્લી ક્ષણે ટેક્સ બચાવવા માટે, લોકો આવા ઉત્પાદનોમાં રોકાણ કરવા ઉતાવળમાં બેસે છે જે તેમને ફાયદાને બદલે નુકસાન આપે છે. આનાથી ટેક્સની બચત કરતા વધુ પૈસાની ખોટ થાય છે. તમામ રોકાણોથી સારું વળતર મળતું નથી.

કરમુક્તિની લાલચમાં કોઈપણ સ્કીમમાં રોકાણ ન કરી નાખો
વરિષ્ઠ નાગરિકો લાંબા ગાળા માટે તેમના નાણાંનું રોકાણ કરતા નથી. તેઓ ટેક્સ બચત માટે FD પસંદ કરે છે કારણ કે તે સલામત સાથેનો પાંચ વર્ષનો લોક-ઇન- પિરિયડ હોય છે. ઘણી વખત વીમા સંચાલકો કરમુક્ત વિકલ્પ તરીકે એન્ડોવમેન્ટ યોજનાઓ રજૂ કરે છે. વરિષ્ઠ નાગરિકો FD સમજી રોકાણ કરે છે અને બાદમાં તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આપને સમજાવતી સ્કીમમાંજ રોકાણ થાય છે એ સુનિશ્ચિત કરો
સામાન્ય રોકાણકારોને જાહેર ક્ષેત્રની બેંકો પર વિશ્વાસ રાખે છે. આ વિશ્વાસનો ફાયદો ઉઠાવતા વીમા કંપનીના ડિસ્ટ્રિબ્યુટર રોકાણકારોને મૂંઝવતા હોય છે.

મોઢે બોલાયેલી નહિ લખાયેલી વિગતો પણ વિશ્વાસ રાખો
નાણાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાગળ પર લખાયેલ ન હોય ત્યાં સુધી કોઈપણ રોકાણ યોજના પર આધાર રાખવો ન જોઈએ. મોટાભાગે એજન્ટો રોકાણ મેળવવા માટે ખોટી માહિતી આપવાનું ટાળતા નથી.

યોજનાની તમામ વિગતો તપાસો
કોલ, એસએમએસ અને ઇમેઇલ દ્વારા આવકવેરાને બચાવવા માટે આકર્ષક રોકાણ વિકલ્પોના સૂચનો મેળવશો. આમાંના ઘણા બધા વિકલ્પો પણ હશે જે તમને કર બચત સાહિલના લાભ આપવાનું વચન આપે છે પરંતુ પછીથી તે નુકસાન પહોંચાડી શકે છે.

Published On - 11:21 am, Thu, 14 January 21

Next Article