91 કરોડના પગારવાળા ટાટા સન્સના ચેરમેને 98 કરોડમાં આલીશાન ઘર ખરીદ્યું, 20 લાખમાં રહેતા હતા ભાડે

ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરને મુંબઈમાં પેડર રોડ પર આવેલા લક્ઝરી ટાવર '33 સાઉથ'માં ડુપ્લેક્સ ખરીદ્યો છે. મુકેશ અંબાણીનું ઘર 'એન્ટીલિયા' આ બિલ્ડીંગ પાસે છે.

91 કરોડના પગારવાળા ટાટા સન્સના ચેરમેને 98 કરોડમાં આલીશાન ઘર ખરીદ્યું, 20 લાખમાં રહેતા હતા ભાડે
N Chandrasekaran's House
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 11:24 PM

ટાટા ગ્રુપના (Tata Group) ચેરમેન એન ચંદ્રશેખરન (N Chandrasekaran) હવે ઘરના માલિક બની ગયા છે, જેમાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી ભાડે રહેતા હતા. તેમણે પેડર રોડ પર સ્થિત 33 સાઉથ નામના લક્ઝરી ટાવરમાં 11મા અને 12મા માળે ડુપ્લેક્સ સ્પ્રેડ ખરીદ્યો છે. આ ડીલ 98 કરોડ રૂપિયામાં થઈ છે. અત્યાર સુધી ચંદ્રશેખરન અને તેનો પરિવાર લગભગ 6,000 ચોરસ ફૂટના ડુપ્લેક્સ માટે દર મહિને રૂ. 20 લાખનું ભાડું ચૂકવતા હતા. ટાટા ગ્રુપના ચેરમેન તરીકે એન ચંદ્રશેખરનને 2021માં કુલ રૂ. 91 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. ચંદ્રશેખરન જ્યાં રહે છે તે ’33 સાઉથ’ બિલ્ડિંગની બાજુમાં મુકેશ અંબાણીના આલીશાન ઘર ‘એન્ટીલિયા’ આવેલું છે. 33 સાઉથ અથવા સમગ્ર પેડર રોડ પર ઘણી પ્રખ્યાત હસ્તીઓનું ઘર છે.

આ સોદાથી માહિતગારે મીડિયામાં જણાવ્યું, “ચંદ્ર પરિવાર ઘણા વર્ષોથી 20 લાખ રૂપિયાના માસિક લીઝ પર અહીં રહેતા હતા. 21 ફેબ્રુઆરી, 2017ના રોજ ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ચંદ્રશેખરન 33 સાઉથ કોન્ડોમિનિયમમાં શિફ્ટ થયા હતા. ટાટા ગ્રૂપના પ્રવક્તાએ સમગ્ર ડીલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

સ્પેશિયલ ટાટા સન્સના ચેરમેનનું ડુપ્લેક્સ છે

  1.   આ 28 માળની (400 ફૂટ) ઇમારત દક્ષિણ મુંબઈમાં જસલોક હોસ્પિટલ પાસે આવેલી છે. 2. ટાટા ગ્રુપના ચેરમેનનું ડુપ્લેક્સ 11મા અને 12મા માળે 6,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. 3. આ ડુપ્લેક્સમાં ચંદ્રા પરિવાર દર મહિને 20 લાખ રૂપિયાનું ભાડું ચૂકવીને વર્ષોથી રહેતો હતો. 4. 21 ફેબ્રુઆરી 2017ના રોજ ટાટા સન્સના ચેરમેન બન્યા પછી એન ચંદ્રશેખરન તેમના પરિવાર સાથે શિફ્ટ થયા. 5. ચંદ્રશેખરનને આગામી પાંચ વર્ષ માટે 20 ફેબ્રુઆરી, 2027 સુધી ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા છે. 6. તેઓ દેશના સૌથી વધુ પગાર મેળવનારા કોર્પોરેટ બોસમાંના એક છે, જેમને ગયા વર્ષે લગભગ રૂ. 91 કરોડ મળ્યા હતા.

ચંદ્રશેખરને પોતાને ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવ્યા બાદ આ ડુપ્લેક્સ ખરીદવાનો નિર્ણય કર્યો. જૂથે તેમને આગામી પાંચ વર્ષ એટલે કે 20 ફેબ્રુઆરી, 2027 સુધી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ચંદ્રશેખરનની ગણતરી દેશના સૌથી વધુ પગાર મેળવનારા કોર્પોરેટ બોસમાં થાય છે. નાણાકીય વર્ષ 2021માં તેમને લગભગ 91 કરોડ રૂપિયા મળ્યા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

લક્ઝરી ટાવર 2008માં બનાવવામાં આવ્યું હતું

ચંદ્રશેખરને 6 હજાર ચોરસ ફૂટના કાર્પેટ એરિયાવાળા ડુપ્લેક્સ માટે 98 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એટલે કે એક ચોરસ ફૂટ માટે 1.6 લાખ રૂપિયા. ચંદ્રશેખરન (58), તેની પત્ની લલિતા અને પુત્ર પ્રણવના નામે ત્રણ દિવસ પહેલા સોદો થયો હતો. ડુપ્લેક્સ વેચતી કંપની જીવેશ ડેવલપર્સ લિમિટેડ છે, જેનું સંચાલન બિલ્ડર સમીર ભોજવાણી કરે છે. આ ટાવર 2008માં ભોજવાની અને વિનોદ મિત્તલ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">