TATA Sons AGM : ટાટા ગ્રુપમાં સાયરસ મિસ્ત્રી જેવા વિવાદનું પુનરાવર્તન અટકાવવા લેવાયો આ મોટો નિર્ણય, વાંચો વિગતવાર

|

Sep 01, 2022 | 7:13 AM

સાયરસ મિસ્ત્રીને 2012માં ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા પરંતુ ચાર વર્ષ પછી 2016માં અચાનક તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

TATA Sons AGM : ટાટા ગ્રુપમાં સાયરસ મિસ્ત્રી જેવા વિવાદનું પુનરાવર્તન અટકાવવા લેવાયો આ મોટો નિર્ણય, વાંચો વિગતવાર
Ratan Tata

Follow us on

ભારતીય કોર્પોરેટ જગતમાં સૌથી વધુ ચર્ચિત વિવાદોમાંની એક ટાટા સન્સે(Tata Sons) ટાટા ગ્રુપ(Tata Group) અને સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry) જેવી કોઈ લડાઈને ભવિષ્યમાં રોકવા માટે નિમણૂકના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ટાટા સન્સે 30 ઓગસ્ટે કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન શેરધારકોની મંજૂરી પણ લીધી હતી. મીટિંગમાં કંપનીએ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન સહિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટના ચેરમેનના પદ અલગ-અલગ થઈ ગયા છે. નવા નિયમ હેઠળ આ પદો પર કોઈ એક વ્યક્તિની નિમણૂક કરી શકાશે નહીં. ટાટા સન્સ એ 103 બિલિયન ડોલરના ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે જેમાં ટાટાના બે ટ્રસ્ટ લગભગ 52 ટકા હિસ્સો ધરાવે છે. એક સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને બીજું સર રતન ટાટા ટ્રસ્ટ છે. હાલમાં બંને ટ્રસ્ટનું નેતૃત્વ રતન ટાટા(Ratan Tata) કરી રહ્યા છે.

મોટો ફેરફાર શું કરાયો ?

ટાટા ગ્રૂપની એજીએમમાં ​​આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી હતી જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ ટાટા સન્સના ચેરમેનની નિમણૂક માટે તમામ ડિરેક્ટર્સની મંજૂરી હતી. આ સાથે ચેરમેન અને ડાયરેક્ટરની જગ્યાઓ પર નિમણૂકો સૂચવવા માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે.

નવો નિયમ આ રીતે કામ કરશે

નિમણૂક સૂચવવા માટે સમિતિના અધ્યક્ષ બંને ટ્રસ્ટ દ્વારા એકસાથે પસંદ કરવામાં આવશે. હવે બંને ટ્રસ્ટના અધ્યક્ષ પદ પર અથવા ટ્રસ્ટ અને ટાટા સન્સના અધ્યક્ષ પદ પર કોઈ એક વ્યક્તિની નિમણૂક કરી શકાશે નહીં. સમિતિમાં બંને ટ્રસ્ટમાંથી ત્રણ-ત્રણ સભ્યોની નિમણૂંક કરી શકાય છે. ટાટા સન્સના બોર્ડ દ્વારા એક સભ્યને પણ નોમિનેટ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

એજીએમમાં ​​શેરધારકોએ ત્રીજી વખત ટાટા સન્સના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પિરામલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અજય પીરામલની નિમણૂકને મંજૂરી આપી હતી. બંને ટાટા ટ્રસ્ટના નોમિની વેણુ શ્રીનિવાસન પણ એ જ પદ માટે ફરીથી ચૂંટાયા હતા. શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સન્સમાં 18.4% હિસ્સો ધરાવે છે. તમને જણાવી દઈએ કે સાયરસ મિસ્ત્રીની નિયુક્તિ બાદ બંને ઉદ્યોગ જૂથો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

ટાટા-મિસ્ત્રી વિવાદ શું હતો?

શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સન્સમાં 18.37 ટકા હિસ્સો ધરાવે છે. રતન ટાટાના સ્થાને પલોનજી મિસ્ત્રીના પુત્ર સાયરસ મિસ્ત્રીને 2012માં ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા પરંતુ ચાર વર્ષ પછી 2016માં અચાનક તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ ટાટા જૂથ સાથે મતભેદમાં હતા. ટાટા ગ્રૂપે પોતે ટાટા સન્સમાં એસપી ગ્રૂપનો હિસ્સો ખરીદવાની ઓફર કરી હતી જેના માટે મિસ્ત્રી પરિવાર તૈયાર નહોતો. આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો જેણે ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

 

 

Published On - 7:11 am, Thu, 1 September 22

Next Article