દેશના સૌથી મોટા એરપોર્ટનું નિર્માણ કરશે ટાટા પ્રોજેક્ટ્સ, વાર્ષિક 1.2 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની હશે ક્ષમતા

|

Jun 03, 2022 | 10:50 PM

ટાટા પ્રોજેક્ટ્સને (Tata Projects) ભારતના સૌથી મોટા જેવર એરપોર્ટ બનાવવાની જવાબદારી મળી છે. આ એરપોર્ટની ક્ષમતા વાર્ષિક ધોરણે 12 મિલિયન મુસાફરોને હેન્ડલ કરવાની હશે. કંપની ટર્મિનલ, રનવે સહિત તમામ પ્રકારનું બાંધકામ કરશે.

દેશના સૌથી મોટા એરપોર્ટનું નિર્માણ કરશે ટાટા પ્રોજેક્ટ્સ, વાર્ષિક 1.2 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની હશે ક્ષમતા
Ratan Tata (File Image)

Follow us on

ટાટા ગ્રુપને (Tata Group) ભારતના સૌથી મોટા નોઈડા એરપોર્ટના નિર્માણનું કામ મળ્યું છે. ટાટા ગ્રૂપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ શાખા ટાટા પ્રોજેક્ટને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જવાબદારી મળી છે. તેને જેવર એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટાટા પ્રોજેક્ટ ટર્મિનલ, રનવે, એરસાઈડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ, યુટિલિટીઝ, લેન્ડસ્લાઈડ સુવિધાઓ અને ઘણું બધું બાંધકામ હાથ ધરશે. આ માહિતી યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ (YIAPL) દ્વારા શેયર કરવામાં આવી છે. YIAPLએ ઝુરિચ એરપોર્ટ ઈન્ટરનેશનલ એજીની 100% પેટાકંપની છે, જે સ્વિસ કંપની છે અને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) તરીકે સામેલ છે.

વાયઆઈએપીએલ એ ઝુરિચ એરપોર્ટ ઈન્ટરનેશનલ એજી (Zurich Airport International AG ), સ્વિસ કંપનીની 100% પેટાકંપની છે અને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે તેને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) તરીકે સામેલ કરવામાં આવ્યું છે. YIAPLએ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) માટે ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડની પસંદગી કરી છે, એમ નિવેદનમાં જણાવાયું છે. કંપનીને છેલ્લી ત્રણમાંથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ડિઝાઈન, પ્રાપ્તિ અને નિર્માણમાં તેના અનુભવના આધારે પસંદ કરવામાં આવી. કુલ 1,334 હેક્ટરમાં ફેલાયેલી ગ્રીનફિલ્ડ સુવિધાના પ્રથમ તબક્કામાં, રૂ. 5,700 કરોડના રોકાણ સાથે સિંગલ રનવે ઓપરેશન શરૂ કરવામાં આવશે, જેમાં દર વર્ષે 1.2 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા હશે. નવું એરપોર્ટ 2024 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.

EPS કામ માટે ટાટા સાથે કરાર

યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ક્રિસ્ટોફ શેલમેને જણાવ્યું હતું કે “નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના EPC કામ માટે ટાટા પ્રોજેક્ટ્સ સાથે ભાગીદારી કરીને અમને આનંદ થાય છે. આ કરાર સાથે અમારો પ્રોજેક્ટ આગામી તબક્કામાં પ્રવેશ કરશે. આનાથી કાર્યસ્થળ પર બાંધકામની ગતિવિધિઓ ઝડપી બનશે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

2024 સુધીમાં એરપોર્ટને કાર્યરત કરવાનું લક્ષ્ય

એવું માનવામાં આવે છે કે નોઈડા એરપોર્ટ વર્ષ 2024 સુધીમાં કાર્યરત થઈ જશે. ટાટા પ્રોજેક્ટ્સ ઉપરાંત L&T અને શાપૂરજી પલોનજી ગ્રુપ પણ આ પ્રોજેક્ટની રેસમાં હતા. માનવામાં આવે છે કે એરપોર્ટના નિર્માણનો પ્રથમ તબક્કો આગામી બે વર્ષમાં પૂર્ણ થશે. અગાઉ પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ એરપોર્ટ પણ ટાટા ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે.

ટાટા ગ્રુપના હાથમાં ઘણા મહત્વના પ્રોજેક્ટ

ટાટા પ્રોજેક્ટને પણ દેશમાં ઘણા મહત્વના પ્રોજેક્ટ મળ્યા છે. જેમાં નવા સંસદ ભવન, મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક, ઘણા શહેરોમાં મેટ્રો લાઈનો જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપને મુંબઈ, પૂણે, દિલ્હી, લખનૌ, અમદાવાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં મેટ્રો લાઈનો નાખવાનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે. પ્રયાગરાજ એરપોર્ટનું નિર્માણ ટાટા ગ્રુપ દ્વારા રેકોર્ડ 11 મહિનામાં કરવામાં આવ્યું હતું.

Next Article