STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો એ ઉપર કરો એક નજર

|

Jul 09, 2021 | 10:50 AM

સેન્સેક્સ(SENSEX)માં સમાવિષ્ટ 30 માંથી 17 શેર નુકશાન દર્શાવી રહ્યા છે, એક્સિસ બેન્ક અને ઈન્ડસઇન્ડ બેંકે 1-1 %થી વધુનો ઘટાડો દર્જ કર્યો છે.

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો એ ઉપર કરો એક નજર
SYMBOLIC IMAGE

Follow us on

શેરબજાર(STOCK MARKET)માં આજે પણ નરમાશ દેખાઈ રહી છે. સપ્તાહના અંતિમ કારોબારના દિવસે સેન્સેક્સ 183 પોઇન્ટના નિફ્ટી 46 અંક નીચે ટ્રેડ કરતા નજરે પડયા હતા. જોકે બાદમાં થોડી રિકવરી પણ દેખાઈ છે. બજારમાં ઘટાડામાં ઓટો અને બેંકિંગ શેર મોખરે છે. આજે BSE માં 2,778 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાંથી 1,547 શેર માં વધારો અને 1,112 શેરમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 230.69 લાખ કરોડ રૂપિયા છે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 17 શેર નુકશાન દર્શાવી રહ્યા છે, એક્સિસ બેન્ક અને ઈન્ડસઇન્ડ બેંકે 1-1 %થી વધુનો ઘટાડો દર્જ કર્યો છે. ટાટા સ્ટીલનો શેર ઇન્ડેક્સમાં 2% વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ ઉપરાંત બજાજ ફિન્સર્વનો શેર પણ 1.31% વધ્યો છે. પ્રારંભિક સત્રમાં મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે.

NSEના સેક્ટરોયિલ ઈન્ડેક્સમાં ઑટો, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરમાં ખરીદારી જોવા મળી રહી છે જ્યારે એફએમસીજી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં વધારો દેખાય રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આજના પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો એ ઉપર કરો એક નજર

લાર્જકેપ
ઘટાડો : આઈશર મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ટીસીએસ, વિપ્રો, શ્રી સિમેન્ટ અને બજાજ ઑટો
વધારો : ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ડૉ.રેડ્ડીઝ, બજાજ ફિનસર્વ, ડિવિઝ લેબ અને હિંડાલ્કો

મિડકેપ
ઘટાડો : કંટેનર કૉર્પ, હિંદુસ્તાન એરોન, અદાણી ગ્રીન, આરબીએલ બેન્ક અને કેનેરા બેન્ક
વધારો : અદાણી ટ્રાન્સફર, એમફેસિસ, અપોલો હોસ્પિટલ, ઈમામી અને ગ્લેન્ડ

સ્મૉલકેપ
ઘટાડો : રેમકી ઈન્ફ્રા, શ્રી રેણુકા, ગોદાવરી પાવર, સારેગામા ઈન્ડિયા અને એક્સિકેડ્સ ટેક્નોલોજી
વધારો : વિમતા લેબ્સ, બ્રિઘેટકોમ ગ્રુપ, યારી ડિજિટલ, ભારત ડાયનામિક્સ અને એડલવાઈઝ

Next Article