T Rabi Sankarની RBIના Deputy Governor તરીકે નિમણુંક કરાઈ, જાણો કોણ છે સંકર અને તેમનું RBI માં શું રહ્યું છે યોગદાન

|

May 02, 2021 | 2:25 PM

યુનિયન કેબિનેટની સમિતિએ T. Rabi Sankar ને ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નાયબ ગવર્નર પદ ઉપર નિમણુંક આપી છે.

T Rabi Sankarની RBIના Deputy Governor તરીકે નિમણુંક કરાઈ, જાણો કોણ છે સંકર અને તેમનું RBI માં શું રહ્યું છે યોગદાન
Reserve Bank of India

Follow us on

યુનિયન કેબિનેટની સમિતિએ T. Rabi Sankar ને ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નાયબ ગવર્નર પદ ઉપર નિમણુંક આપી છે. સંકર હાલમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે .

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનિંગ દ્વારા પ્રસારિત કરવામાં આવેલી એક યાદી મુજબ, T. Rabi Sankarની આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરના પદ પર ત્રણ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે.

“કેબિનેટની નિમણૂક સમિતિએ T. Rabi Sankar -એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરના પદ ઉપર જોડાવાની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા “હવે પછીના ઓર્ડર સુધી, જે પણ પહેલા હોય તે ” સમય માટે નિમણૂકને મંજૂરી આપી છે તેમ કેન્દ્રએ આંતરિક પરિપત્રમાં જણાવ્યું હતું,

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

RBIના અગાઉના ડેપ્યુટી ગવર્નર એસપી કાનુગો(SP Kanungo)ની ખુરશી 2 એપ્રિલ, 2021 ના રોજ તેમની નિવૃત્ત બાદ ખાલી પડી છે. આરબીઆઈના અન્ય ત્રણ ડેપ્યુટી ગવર્નર છે માઇકલ પાત્રા, મહેશકુમાર જૈન અને એમ. રાજેશ્વર રાવ. પેમેન્ટ અને સેટલમેન્ટ સિવાય સંકર ફિન્ટેક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ, રિસ્ક મોનિટરિંગ અને આરટીઆઈ (માહિતીનો અધિકાર) મેનેજ કરશે.

સંકર પાસે સેન્ટ્રલ બેંકના વિવિધ કાર્યોમાં ખુબ મોટો અનુભવ છે. સપ્ટેમ્બર 1990 માં તેઓ આરબીઆઈમાં રિસર્ચ ઓફિસર તરીકે જોડાયા હતા. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ સંકરે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી Science and Statistics વિષય પર માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે ડેવલપમેન્ટ પ્લાનિંગ વિષય ઉપર ડિપ્લોમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ માંથી કર્યું છે.

વર્ષ 2020 માં સંકરને ભારતીય નાણાકીય તકનીકી અને સંલગ્ન સેવાઓ (IFTAS) ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. IFTAS એ RBI ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ભૂતકાળમાં સંકરે બાંગ્લાદેશની કેન્દ્ર અને સરકારી બેંક માટે બોન્ડ માર્કેટ ડેવલોપમેન્ટ પર આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) સાથે કામ કર્યું હતું.

Next Article