Surat : રશિયાના ડેલિગેશને સુરત ડાયમંડ બુર્સની લીધી મુલાકાત, રફ હીરાની હરાજી સુરતમાં કરવા દાખવ્યો ઉત્સાહ

|

Oct 20, 2021 | 8:02 PM

આ પ્રતિનિધિ મંડળમાં અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગયુરીવ, અલરોઝાના સેલ્સ વાઇસ પ્રેસિડન્ટ સ્ટેનિસલવ મર્ટન્સઃ, અલરોઝા ઇન્ડિયાના ડિરેક્ટર જિમ.વી. સહીત 6 વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Surat : રશિયાના ડેલિગેશને સુરત ડાયમંડ બુર્સની લીધી મુલાકાત, રફ હીરાની હરાજી સુરતમાં કરવા દાખવ્યો ઉત્સાહ
Surat: Russian delegation visits Surat Diamond Bourse: Enthusiasm to auction rough diamonds in Surat

Follow us on

સુરત ખાતે વિશ્વના હીરા ઉધોગ માટે બની રહેલા સુરત ડાયમંડ બુર્સનું(Surat Diamond Bourse ) પ્રથમ તબક્કાનું કામકાજ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ત્યારે રશિયાની સૌથી મોટી હીરા ઉત્પાદક કંપની અલરોઝાના પ્રતિનિધિ મંડળે (Alrosa Delegation )ડાયમંડ બુર્સની મુલાકાત લઈને રફ હીરાની હરાજી(Auction ) સુરતમાં જ કરવા માટે ઉત્સાહ દાખવ્યો છે.

સુરતના ખજોદ ખાતે બની રહેલા સુરત ડાયમંડ બુર્સનું કામ અંતિમ તબક્કામાં ચાલી  રહ્યું છે.ત્યારે રહીયાની રફ માઇનિંગ કંપની અલરોઝાનું પ્રતિનિધિ મંડળ સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળમાં અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગયુરીવ, અલરોઝાના સેલ્સ વાઇસ પ્રેસિડન્ટ સ્ટેનિસલવ મર્ટન્સઃ, અલરોઝા ઇન્ડિયાના ડિરેક્ટર જિમ.વી. સહીત 6 વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રતિનિધિ મંડળે ડાયમંડ બુર્સમાં બનનાર વિશ્વના સૌથી મોટા ઓક્શન હાઉસને નિહાળ્યું હતું, ઓક્શન હાઉસ જોયા બાદ સુરતમાં જ રફ હીરાનું ઓક્શન કરવા માટેની તૈયારી બતાવી હતી. રશિયાના પ્રતિનિધિ મંડળ સાથે ડાયમંડ બુર્સના ચેરમેન સહીત ડાયમંડ બુર્સના કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારતના હીરા ઉધોગ માટે આયાત થતી ર્ફમાંથી 40 ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. અત્યારસુધી સુરતના ડાયમંડ ઉધોગપતિઓએ રફની ખરીદી કરવા માટે રશિયા, આફ્રિકા સહિતના દેશોમાં જવાની ફરજ પડતી હતી. પરંતુ રશિયાની અલરોઝા કંપની દ્વારા સુરતમાં જ રફ હીરાની હરાજી માટે ઉત્સાહ દાખવવામાં આવતા સુરતના ઉધોગકારોને ઘરઆંગણે જ રશિયાના રફ હીરા મળી શકે છે.

ડાયમંડ બુર્સને કાર્યરત કરવા માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. તેવામાં અલરોઝા માઇનિંગ કંપનીના પ્રતિનિધિ મંડળની સુરતની બેઠક અગત્યની કહી શકાય. આવનાર દિવસોમાં ડાયમંડ બુર્સના ઓપનિંગ બાદ હવે રશિયન ડાયમંડ કંપની સુરતમાં હરાજી યોજશે. જે ફક્ત સુરત જ નહીં મુંબઈના ડાયમંડ ઉધોગ માટે પણ અગત્યની સાબિત થશે.

દેશની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક બુસ્ટર આપનારું મનાઈ રહ્યું છે. અત્યાર સુધી મુંબઈ કે સુરતના ડાયમંડ ઉધોગપતિઓને રશિયા અને આફ્રિકા સુધી ધક્કો ખાવો પડતો હતો. પણ આ હરાજી હવે સુરતમાં જ થશે, તો તેનાથી સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટો વેગ મળશે.

 

આ પણ વાંચો : Surat: ‘આત્મનિર્ભર ભારત, સ્વર્નિભર મહિલા’, દિવાળીનો નાસ્તો ઘરે જ બનાવી કમાણી કરી રહી છે સુરતની મહિલાઓ

આ પણ વાંચો : Surat : કોરોના મહામારીમાં ફરજ દરમ્યાન જીવ ગુમાવનાર કોર્પોરેશનના 44 પૈકી 35 કર્મચારીઓના પરિવાર હજુ સહાયથી વંચિત

Next Article