Surat : મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતા 3 ગણું મોટું કસ્ટમ હાઉસ બનશે સુરત ડાયમંડ બુર્સમાં

|

Jul 23, 2021 | 9:51 PM

હાલ મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં 8 હજાર સ્કવેર ફૂટમાં કસ્ટમ વિભાગની ઓફિસ આવેલી છે. ત્યારે તેના કરતા 3 ગણું મોટું કસ્ટમ હાઉસ ખજોદ ખાતે સાકાર થઇ રહેલા સુરત ડાયમંડ બુર્સમાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે કસ્ટમ વિભાગના અધિકારીઓએ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી છે.

Surat : મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતા 3 ગણું મોટું કસ્ટમ હાઉસ બનશે સુરત ડાયમંડ બુર્સમાં
ટૂંક જ સમયમાં સુરત ડાયમંડ બુર્સ ખુલ્લું મુકાશે. કસ્ટમ હાઉસ પણ ડાયમંડ બુર્સમાં જ શરૂ કરવા તૈયારી

Follow us on

સુરતના (surat ) હીરા ઉધોગકારો માટે મહત્વપૂર્ણ ગણાતા ડાયમંડ બુર્સના (diamond  bourse ) ટાવરનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. નજીકના દિવસોમાં 2021ના અંત અથવા 2022ના પહેલા 3 મહિનામાં ડાયમંડ બુર્સ તૈયાર થાય તેવી સંભાવના છે. ખજોદ ખાતે ડાયમંડ બુર્સ શરૂ થતા સુરતના હીરા ઉધોગકારોને સરળતાથી રફ હીરા સુરતમાંથી જ મળી રહેશે. અહીં એકસાથે હીરાની 4 હજાર જેટલી ઓફિસો ધમધમતી રહશે. હીરા ઉધોગકારોએ જણાવ્યું છે કે ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ વર્ષે દહાડે 2 લાખ કરોડથી વધુના હીરાની આયાત નિકાસ થવાની સંભાવના છે.

વિદેશથી હીરાની આયાત નિકાસને લીધે હવે પ્રોજેક્ટના નિર્માણકર્તાઓ દ્વારા ડાયમંડ બુર્સમાં જ 25 હજાર સ્કવેર ફૂટની જગ્યામાં કસ્ટમ હાઉસ ( Custom house ) માટે જગ્યા ફાળવવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે. જેનો પ્લાન પણ બનાવી દેવામાં આવ્યો છે. જે દિલ્હી કસ્ટમની ઉચ્ચ કચેરી ખાતે સબમિટ કરાવવામાં આવ્યો છે. આ પ્લાન અને જગ્યાના વેરિફિકેશન માટે ઉચ્ચ કચેરીના આદેશને પગલે સુરત કસ્ટમ વિભાગના ડેપ્યુટી કમિશનર ડો.પ્રસાદ અને તેમની ટીમે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી.

આગામી દિવસોમાં અધિકારીઓ દિલ્હી પોતાનો રિપોર્ટ સબમિટ કરે અને ત્યાંથી પરવાનગી મળે ત્યાર બાદ ડાયમંડ બુર્સમાં કસ્ટમની ( custom office ) અલાયદી કચેરી બનાવવામાં આવશે. અને તે માટેની કામગીરી પણ ઝડપથી આગળ વધારવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ડાયમંડ બુર્સના (diamond  bourse ) નિમાર્ણ કમિટીના ચેરમેન મથુર સવાણી અને દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે મુંબઈ ખાતે આવેલા ભારત ડાયમંડ બુર્સમાં 8 હજાર સ્કવેર ફૂટ એરિયામાં કસ્ટમ હાઉસ આવેલું છે. ત્યારે સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતા ત્રણ ગણી મોટી જગ્યા એટલે કે 25 હજાર સ્કવેર ફૂટમાં બનાવવામાં આવનાર છે. આ માટે પ્લાન પણ બનાવી દેવામાં આવ્યો છે. જેમાં કોઈ ફેરફારની જરૂર લાગે તો તેના માટે કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા સુરત ડાયમંડ બુર્સની મુલાકાત કરવામાં આવી હતી.

ડાયમંડ બુર્સમાં વિદેશથી હીરાની આયાત અને નિકાસ હવે સુરતથી જ થશે. જેના માટે અહીં કસ્ટમ હાઉસ ખુબ જરૂરી છે. જેથી ડાયમંડ બુર્સમાં જો કસ્ટમ ઓફિસ તૈયાર કરવામાં આવે તો વેપારીઓને બિઝનેસ કરવામાં પણ ખુબ સરળતા રહેશે.

Next Article