ટાટા અને અદાણી જેવી દિગ્ગ્જ કંપનીઓ હિસ્સો ખરીદવા રસ બતાવતા આ સ્ટોકમાં આવી જબરદસ્ત તેજી, સતત ત્રણ દિવસ અપર સર્કિટ લાગી

|

Jan 20, 2023 | 7:39 AM

Adanin Group પીટીસી ઈન્ડિયામાં તેનો હિસ્સો ખરીદે તેવી અપેક્ષા છે. PTC INDIA ની પ્રમોટર કંપનીઓમાં એનટીપીસી લિમિટેડ, એનએચપીસી લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ તેમનો 4 ટકા હિસ્સો વેચવા તૈયાર છે.

ટાટા અને અદાણી જેવી દિગ્ગ્જ કંપનીઓ હિસ્સો ખરીદવા રસ બતાવતા આ સ્ટોકમાં આવી જબરદસ્ત તેજી, સતત ત્રણ દિવસ અપર સર્કિટ લાગી
high return stock

Follow us on

પીટીસી ઈન્ડિયા ના શેરમાં ગુરુવારે શેરબજારમાં  સતત ત્રીજા દિવસે અપર સર્કિટ લાગી હતી. જે બાદ કંપનીના શેર 5 ટકાના ઉછાળા બાદ રૂ.105.65ના સ્તરે પહોંચ્યા હતા. આ અગાઉ મંગળવાર અને બુધવારે પણ કંપનીના શેરમાં 5-5 ટકાની અપર સર્કિટ લાગી હતી. તમને જણાવી દઈએ કે કંપનીના પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચી શકે છે. આ હિસ્સો ખરીદવાની રેસમાં ટાટા પાવર, અદાણી ગ્રુપ સહિત ઘણી કંપનીઓ છે. પીટીસી ઈન્ડિયાના પ્રમોટર્સ એનટીપીસી, એનએચપીસી, પાવર ફાઈનાન્સ કોર્પ અને પાવર ગ્રીડ કોર્પ ઓફ ઈન્ડિયા કંપનીમાં 4 ટકા હિસ્સો ધરાવે છે. માહિતી મળી રહી છે કે આ તમામ કંપનીઓ પોતાનો હિસ્સો વેચી શકે છે. અદાણી ગ્રુપ, ટાટા પાવર, જેએસડબ્લ્યુ એનર્જી અને ગ્રીનકોએ આ 16 ટકા હિસ્સો ખરીદવા માટે રસ દાખવ્યો છે.

સામાન્ય બજેટ રજૂ થવામાં વધુ સમય બાકી નથી પરંતુ તે પહેલા પીટીસી ઈન્ડિયાના શેરની કિંમત રોકેટની જેમ ચાલી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 30.98 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 20 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.  કંપનીનો 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ રૂ. 114.90 છે અને 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 67.50 છે.

4 ટકા હિસ્સો વેચવા તૈયારી

અદાણી ગ્રુપ પીટીસી ઈન્ડિયામાં તેનો હિસ્સો ખરીદે તેવી અપેક્ષા છે. પીટીસી ઈન્ડિયાની પ્રમોટર કંપનીઓમાં એનટીપીસી લિમિટેડ, એનએચપીસી લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ તેમનો 4 ટકા હિસ્સો વેચવા તૈયાર છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશની પાવર ટ્રેડિંગ કંપની PTC India Ltd છેલ્લા 1 વર્ષથી ભારે દબાણનો સામનો કરી રહી હતી પરંતુ દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહીત દિગ્ગ્જ કારોબારી આ કંપનીમાં જોડાવાના રસ અંગેના સમાચાર સામે આવતા જ આ કંપનીનો સ્ટોક 3 દિવસમાં 15 ટકાના ઉછાળા સાથે અપર સર્કિટને સ્પર્શી ગયો હતો.

જાણો પીટીસી ઈન્ડિયા કંપની વિશે

પીટીસી ઈન્ડિયા લિમિટેડએ ઈલેક્ટ્રિક યુટિલિટી ક્ષેત્રની કંપની છે. કંપનીનું કુલ બજાર મૂલ્ય ₹2,979 કરોડ છે. કંપનીના એક શેરની કિંમત આજે BSE માર્કેટમાં ₹105.65 અને NSE માર્કેટમાં ₹105.70 છે. કંપનીની સ્થાપના વર્ષ 1999માં થઈ હતી. કંપની દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ ગયા વર્ષની કુલ આવક રૂ. 16,488.3 કરોડ અને કુલ વેચાણ રૂ. 16,442.97 કરોડ હતું. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 320.11 કરોડ રહ્યો હતો. પીટીસી ઈન્ડિયા લિમિટેડે ચાલુ વર્ષમાં રૂ.113.44 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.

Published On - 7:39 am, Fri, 20 January 23

Next Article