Upcoming IPO : વર્ષ 2023 માં કમાણીની અઢળક તક મળશે,જાણો 5 એવા IPO વિશે જેની લાંબા સમયથી રોકાણકારો રાહ જોઈ રહ્યા છે

|

Jan 04, 2023 | 8:49 AM

Upcoming IPO : નવા વર્ષમાં ઘણા નવા IPO કતારમાં છે. રોકાણકારો આ યોજનાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષમાં એવા 5 મોટા IPOઆવી રહ્યા છે જેની  લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

Upcoming IPO : વર્ષ 2023 માં કમાણીની અઢળક તક મળશે,જાણો 5 એવા IPO વિશે જેની લાંબા સમયથી રોકાણકારો રાહ જોઈ રહ્યા છે
Upcoming IPO 2023

Follow us on

IPO શેરબજારમાં કમાણી કરવાની મોટી તક લઈને આવે છે. ઘણી યોજનાઓ ખૂબ જ ઓછા સમયમાં સારી કમાણી આપે છે. જોકે, 2021નો અંત અને 2022નો મોટા ભાગનો સમય IPOની દ્રષ્ટિએ બહુ સારો રહ્યો નથી. ભારતીય બજારમાં LIC સહિત આવી ઘણી કંપનીઓએ તેમના રોકાણકારોને નિરાશ કર્યા છે. એવી કેટલીક કંપનીઓ હતી જેમના IPOએ તેમના રોકાણકારોને મજબૂત વળતર પણ આપ્યું હતું. હવે વર્ષ બદલાઈ ગયું છે અને નવા વર્ષમાં ઘણા નવા IPO કતારમાં છે. રોકાણકારો આ યોજનાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષમાં એવા 5 મોટા IPOઆવી રહ્યા છે જેની  લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ IPO નું પર્ફોર્મન્સ કેવું રહેશે તે તો કહેવું મુશ્કેલ છે પરંતુ તેમની શરૂઆત પહેલા તેમના વિશે ચર્ચાઓનું બજાર ચોક્કસપણે ગરમ છે.

OYO

શેરબજારમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર OYO  IPO વર્ષના શરૂઆતના મહિનામાં જ લાવશે. કંપનીના બિઝનેસની વાત કરીએ તો કંપની હેઠળ 157,000 હોટેલ્સ છે. તે 35 દેશોમાં 40 થી વધુ ઉત્પાદનો સાથે તેની સેવાઓ આપે છે. કંપનીએ 2021માં સેબીને IPO સંબંધિત દસ્તાવેજો એટલે કે DRHP આપ્યા છે. તેની યોજના 2022માં IPO લાવવાની હતી. જોકે, બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપનીએ તારીખ લંબાવી છે.

BYJU’S

BYJU’S ઓનલાઈન તેમજ ઓફલાઈન કોચિંગ પ્રદાન કરે છે. કંપની પાસે 5 કરોડ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ છે. ત્રણ વર્ષ માટે તેનો CAGR 21.2 ટકા છે. કંપનીએ 2021-22માં $100 બિલિયનની આવક હાંસલ કરી હતી. આ વર્ષના સૌથી મોટા આઈપીઓમાંથી એક હોઈ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

SWIGGY

ફૂડ ડિલિવરી એપ અને ઝોમેટોની હરીફ સ્વિગી પણ આ વર્ષે તેનો IPO લાવી શકે છે. તેનો બિઝનેસ 500થી વધુ શહેરોમાં છે. કંપની સાથે 1.50 લાખ રેસ્ટોરાં સંકળાયેલા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની આવકમાં વધારો થયો છે. જોકે, આ કંપનીએ કોઈ નફો દર્શાવ્યો નથી.

Mamaearth

મામાઅર્થ તરીકે જાણીતા હોસાના કન્ઝ્યુમરનો IPO પણ આ વર્ષે આવી શકે છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીની આવક 105% ની CAGR સાથે વધી છે. વર્ષ  2022 માં, કંપનીએ નફો પણ મેળવ્યો છે. તે બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપની છે. ભારત ઉપરાંત તેનો કારોબાર દક્ષિણ-પૂર્વ એશિયા અને ગલ્ફ પ્રદેશોમાં છે.

Go first

આ ડોમેસ્ટિક એરલાઇન કંપની પણ આ વર્ષે પોતાનો IPO લાવી શકે છે. કંપની આ આઈપીથી 3600 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. ગો ફર્સ્ટનું જૂનું વર્ઝન ગો એર હતું. કંપની પાસે 57 એરક્રાફ્ટ છે. કંપનીની આવકમાં વધારો થયો છે પરંતુ ઈંધણના ભાવમાં વધારાને કારણે ખર્ચ પણ વધ્યા છે.

Next Article