Upcoming IPO : આ બે કંપનીઓ લાવી રહી છે કમાણી માટેની તક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

|

Jan 25, 2023 | 7:43 AM

Upcoming IPO : વર્ષ 2022 માં, ઘણી કંપનીઓએ તેમના IPO શેરબજારમાં લોન્ચ કર્યા હતા. જો તમે પણ નવા વર્ષમાં IPOમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. બજારના નિયમનકાર સેબીએ બે કંપનીઓના IPOને મંજૂરી આપી છે.

Upcoming IPO : આ બે કંપનીઓ લાવી રહી છે કમાણી માટેની તક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે
Upcoming IPO

Follow us on

વર્ષ 2022 માં, ઘણી કંપનીઓએ તેમના IPO શેરબજારમાં લોન્ચ કર્યા હતા. જો તમે પણ નવા વર્ષમાં IPOમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. બજારના નિયમનકાર સેબીએ બે કંપનીઓના IPOને મંજૂરી આપી છે. આ કંપનીઓ એવલોન ટેક્નોલોજીસ જે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સેવા પ્રદાતા છે અને ઉદયશિવકુમાર ઇન્ફ્રા. જે  એક કન્સ્ટ્રક્શન કંપની છે. બંને કંપનીઓએ તેમના IPO લાવવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં સેબીને દસ્તાવેજો સબમિટ કર્યા હતા. આ પછી સેબીને 16 જાન્યુઆરીએ ઓબ્ઝર્વેશન લેટર મળ્યો છે. જો તમે પણ બંને કંપનીઓના IPOમાં રોકાણ કરવા માંગો છો તો અહેવાલમાં જાણો યોજનાઓની સંપૂર્ણ વિગત…

Udayashivkumar Infra IPO

સેબીને સુપરત કરાયેલા દસ્તાવેજો અનુસાર Udayashivkumar Infra. કંપની બજારમાં રૂ. 60 કરોડનો આઈપીઓ લાવવાની છે. 6 કરોડ શેર નવી ઇક્વિટી દ્વારા ઈશ્યુ કરવામાં આવશે. આ IPO દ્વારા જમા કરવામાં આવનારી રકમ કંપનીના સામાન્ય કોર્પોરેટ લક્ષ્યો અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરશે. તમને જણાવી દઈએ કે ઉદયશિવકુમાર ઇન્ફ્રા. કંપની કર્ણાટકની એક કંપની છે જે રોડ નિર્માણના કામ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત કંપની રાજ્ય સરકારના રસ્તાઓ, પુલ, શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોના વિકાસ માટે પણ કામ કરે છે.

1999 માં સ્થપાયેલ એવલોન ટેક્નોલોજીસ એ એન્ડ-ટુ-એન્ડ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સેવા પ્રદાતા છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં ક્યોસન ઇન્ડિયા, ઝોનર સિસ્ટમ્સ ઇન્ક, કોલિન્સ એરોસ્પેસ, ઇ-ઇન્ફોચિપ્સ, ધ યુએસ મલબાર કંપની, મેગીટ (સિક્યોરપ્લેન ટેક્નોલોજીસ ઇન્ક) અને સિસ્ટેક કોર્પોરેશનનો સમાવેશ થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Avalon Technologies IPO

Avalon Technologies દ્વારા SEBIને સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર કંપની આ IPO દ્વારા નવા શેર માર્કેટમાં કુલ રૂ. 400 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. આ સાથે કંપનીના હાલના શેરધારકો અને પ્રમોટર્સ ઓફર ફોર સેલ દ્વારા કુલ રૂ. 625 શેર ઈશ્યુ કરશે.

આ સાથે, કંપની પ્રી IPO પ્લેસમેન્ટ દ્વારા કુલ રૂ. 80 એકત્ર કરવાની પણ યોજના બનાવી રહી છે. આ IPO દ્વારા પ્રાપ્ત થયેલી રકમનો ઉપયોગ કંપની તેના દેવાની પતાવટ કરવા માટે કરશે. આ સાથે કંપની તેની નાણાકીય જરૂરિયાતો તેમજ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પણ પૂરી કરશે. આ બંને કંપનીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

Published On - 7:43 am, Wed, 25 January 23

Next Article