જો તમે આઈપીઓમાં રોકાણ કરવામાં વધુ રસ ધરાવતા હોય તો યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ આવતીકાલે ખુલવા જઈ રહ્યો છે તે તમારા માટે કમાણી કરવાની શ્રેષ્ઠ તક બની શકે છે. કંપનીના શેર પર ગ્રે માર્કેટમાં ચાલી રહેલા પ્રીમિયમ ટ્રેન્ડને જોતા શેર સારી સ્થિતિમાં લિસ્ટ થાય તેમ લાગી રહ્યું છે. નિષ્ણાંતોના અનુમાન અનુસાર આ શેરનો કારોબાર પણ સારો રહેવાનો અંદાજ છે. શેરબજાર મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યું છે. સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે 28 નવેમ્બર 2022ના રોજ પણ સેન્સેક્સ તેના સર્વોચ્ચ સ્તરે 62,504.80 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી પણ 18,562.75 પોઈન્ટ પર પહોંચીને બંધ થયો હતો. ભારતીય શેરબજાર પ્રથમ વખત આ સ્તરે બંધ થયું હતું.
IPO Date | Nov 30, 2022 to Dec 2, 2022 |
Face Value | ₹10 per share |
Price | ₹548 to ₹577 per share |
Lot Size | 25 Shares |
Issue Size | 14,481,942 shares of ₹10 (aggregating up to ₹835.61 Cr) |
Offer for Sale | 14,481,942 shares of ₹10 (aggregating up to ₹835.61 Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
QIB Shares Offered | Not more than 50% of the Offer |
NII (HNI) Shares Offered | Not less than 15% of the Offer |
Retail Shares Offered | Not less than 35% of the Offer |
જો આપણે ગ્રે માર્કેટમાં કંપનીના શેરના ટ્રેન્ડ પર નજર કરીએ, તો યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડની જીએમપી રૂ.140 પર નજરે પડી રહ્યું છે. કંપનીએ IPOમાટે તેની પ્રાઇસ બેન્ડ રૂ. 548 થી 577 નક્કી કરી છે. તે જ સમયે તે ગ્રે માર્કેટમાં રૂ. 717 પર લિસ્ટ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
એટલે કે, જો તમે IPOના લોટ સાઈઝમાં શેર મેળવનારની યાદીમાં સામેલ છોઅને કંપનીનો સ્ટોક GMP મુજબ લિસ્ટેડ છે તો તમને તમારા રોકાણ પર એક જ સ્ટ્રોકમાં 24 ટકાથી વધુ નફો મળશે.
જો કે, શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન છે. અમારી તમને એક સલાહ પણ છે કે રોકાણ કરતા પહેલા તમારે નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જ જોઈએ, કારણ કે શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. બીજી બાજુ સ્ટોકની જીએમપી તેની વાસ્તવિક લિસ્ટિંગ કિંમત નથી પરંતુ અંદાજ છે.
Uniparts India Limitedનો IPO લગભગ રૂ. 835.61 કરોડનો છે. આમાં, કંપની રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે 1.4 કરોડથી વધુ શેર વેચાણ માટે ઓફર કરશે. એક લોટનું કદ 25 શેર છે.
કંપનીનો IPO 30 નવેમ્બર 2022ના રોજ ખુલશે અને 2 ડિસેમ્બર 2022ના રોજ બંધ થશે. સફળ લોકોના ડીમેટ ખાતામાંના શેર 9 ડિસેમ્બર સુધીમાં જમા થવાની અપેક્ષા છે, જ્યારે કંપનીના શેર 12 ડિસેમ્બર, 2022ના રોજ લિસ્ટ થશે.
Published On - 9:24 am, Tue, 29 November 22