Stock Update : આજના કારોબારમાં આ સ્ટોક્સ લાભ અપાવી રહ્યા છે, જાણો કોણ છે TOP GAINERS ?

|

Jun 23, 2022 | 12:46 PM

બપોરે 12.35 વાગે સેન્સેક્સ 166 પોઈન્ટના વધારા સાથે 51988 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 58 પોઈન્ટ વધીને 15,471ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.ગુરુવારના ટ્રેડિંગમાં સેન્સેક્સ 30ના 28 શેર લીલા નિશાનમાં છે.  

Stock Update : આજના કારોબારમાં આ સ્ટોક્સ લાભ અપાવી રહ્યા છે, જાણો કોણ છે TOP GAINERS ?
Stock Update

Follow us on

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે  સ્થાનિક શેરબજાર(Share Market)માં તેજી જોવા મળી છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો વધારો  જ્યારે નિફ્ટી 15500ની નજીક પહોંચી ગયો હતો. આજના ટ્રેડિંગમાં તમામ NSE પર તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.96 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી બેન્ક 1.67 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ 1.36 ટકા, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 0.81 ટકા, નિફ્ટી મેટલ 1.15 ટકા, નિફ્ટી ફાર્મા 1.14 ટકા, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1.21 ટકા વધ્યા હતા.

Nifty 50 Top Gainers (12.35 વાગે)

Company Name Prev Close % Gain
Eicher Motors 2,662.75 4.66
Hero Motocorp 2,524.45 4.66
Maruti Suzuki 7,782.75 4.4
Tata Motors 393.1 2.59
Asian Paints 2,666.35 2.42
Bajaj Auto 3,635.65 2.34
Bharti Airtel 642.85 2.18
M&M 983.8 2.09
UPL 613.65 1.73
Divis Labs 3,599.60 1.68

બપોરે 12.35 વાગે સેન્સેક્સ 166 પોઈન્ટના વધારા સાથે 51988 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 58 પોઈન્ટ વધીને 15,471ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.ગુરુવારના ટ્રેડિંગમાં સેન્સેક્સ 30ના 28 શેર લીલા નિશાનમાં છે.  મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. લાર્જકેપ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. BSE મિડકેપ ઇન્ડેક્સ 1.39 ટકા જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.34 ટકા વધ્યો હતો.

આ સ્ટોક્સમાં 10 ટકાથી વધુ વધારો નોંધાયો (12.35 વાગે)

Company Prev Close (Rs) % Change
Kallam Textiles 0.6 31.67
Minaxi Textiles 2.96 19.93
Responsive Industrie 109.2 18.18
Spandana Sphoorty Fi 333.15 17.06
Citadel Realty & Dev 14.17 16.02
Triveni Turbine 151.55 14.78
Starcom Information 95.1 14.62
Mehai Technology 35.05 13.12
Intense Technologies 59.25 12.32
GPT Infraprojects 73.6 12.3
Tierra Agrotech 137.2 11.52
Narbada Gems & Jewel 32.3 11.46
Source Natural Foods 84.3 11.45
Hisar Metal Indu 101.3 11.15
Steel Cast 298.7 10.78
Ironwood Education 25.1 10.56
Ishan Dyes & Che 74.5 10.54
Shetron Ltd 37.15 10.36
Terai Tea Compan 54.4 10.29
Guj. Intrux 109.5 10.27
Acrysil Ltd. 489.15 10.16
Sharp Investments 1.8 10

યુએસ અર્થતંત્રમાં મંદીનો ભય

ફેડના ચેરમેન જેરોમ પોવેલે સેનેટમાં નિવેદન આપ્યું છે. ફેડના ચેરમેને કહ્યું કે, મોંઘવારી ઘટાડવા માટે દર જરૂરિયાત મુજબ વધતા રહેશે. વૈશ્વિક પડકારોને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થામાં મંદીની શક્યતા છે. પોવેલે કહ્યું કે, યુએસ ફેડ ફુગાવાના દરને નીચે લાવવા માટે પ્રતિબદ્ધ છે. ફેડના દર જરૂર મુજબ વધતા રહેશે. અર્થતંત્રની સ્થિતિ અનુકૂળ છે. શ્રમ બજાર અને માંગ મજબૂત છે. તેમણે કહ્યું કે અમેરિકી અર્થવ્યવસ્થામાં મંદી આવી શકે છે. 2 ટકા ફુગાવો હોવા છતાં, અમે મજબૂત શ્રમ બજાર માટે પ્રતિબદ્ધ છીએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફેડના ચેરમેનના નિવેદન બાદ અમેરિકી બજારોમાં દબાણ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ નીચલા સ્તરોથી લગભગ 350 પોઈન્ટ ચઢવા છતાં લાલ નિશાનમાં બંધ થયો હતો. ડાઉ જોન્સ 0.15 ટકા ઘટીને બંધ થયા છે. S&P 500 ઇન્ડેક્સ 0.13 ટકા અને નાસ્ડેક 0.15 ટકા ડાઉન હતો.

Published On - 12:45 pm, Thu, 23 June 22

Next Article