Stock Update : શેરબજારમાં દબાણની સ્થિતિ વચ્ચે આ શેર્સ સસ્તી કિંમતે ખરીદવાનો મોકો, જાણો કોણ છે આજના TOP LOSERS

|

Jun 07, 2022 | 10:38 AM

મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) પ્રશાંત તાપસીએ કહ્યું કે ચીનનું બજાર ખુલવાને કારણે તેલની માંગ વધી છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 120 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. આ કારણે સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયું છે.

Stock Update : શેરબજારમાં દબાણની સ્થિતિ વચ્ચે આ શેર્સ સસ્તી કિંમતે ખરીદવાનો મોકો, જાણો કોણ છે આજના TOP LOSERS
પ્રારંભિક કારોબારમાં ઘટાડો દેખાયો

Follow us on

Stock Update : આજે પણ શેરબજાર (Share Market)  ઘટાડા સાથે ખુલ્યું છે. સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ 302 પોઈન્ટ ઘટીને 55373 પર અને નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 16469 પર, નિફ્ટી બેંક 229 પોઈન્ટના ઘટાડા સાથે 35080ની સપાટીએ ખુલ્યો હતો. કારોબારની શરૂઆતની મિનિટોમાંજ આ ઘટાડો 500 પોઈન્ટને પાર પહોંચી ગયો હતો. સવારે 10.18 વાગ્યે સેન્સેક્સ 537 પોઈન્ટના ઘટાડા સાથે 55137ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેડિંગની શરૂઆતની 15 મિનિટમાં રિલાયન્સ, એક્સિસ બેંક અને પાવરગ્રીડના શેરમાં મામૂલી વધારો જોવા  મળ્યો હતો . ટાઈટન હિન્દુસ્તાન યુનિલિવર અને એશિયન પેઈન્ટ્સ જેવા શેરોમાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા  મળ્યો હતો.

SENSEX  TOP LOSERS (10.33 AM)

Company Name Prev Close Change % Loss
Titan Company 2,199.30 -87.3 -3.97
Dr Reddys Labs 4,308.90 -163.55 -3.8
Asian Paints 2,818.75 -73.1 -2.59
HUL 2,279.45 -57 -2.5
UltraTechCement 5,581.95 -114.45 -2.05
TCS 3,430.25 -69.5 -2.03
Nestle 16,996.60 -339.45 -2
Sun Pharma 861.1 -14.65 -1.7
Tech Mahindra 1,145.20 -18.55 -1.62
HCL Tech 1,037.30 -16.1 -1.55

 

મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) પ્રશાંત તાપસીએ કહ્યું કે ચીનનું બજાર ખુલવાને કારણે તેલની માંગ વધી છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 120 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. આ કારણે સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો વેચાણ ચાલુ રાખ્યું છે. આવતીકાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે. બજારનું વર્તમાન સેન્ટિમેન્ટ RBIના નિર્ણય પર નિર્ભર છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

યુએસના મોંઘવારીના ડેટા અસર કરશે

બજારના વધુ સેન્ટિમેન્ટ અંગે જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક તરફથી રેપો રેટમાં વધારો અને યુએસ ના મોંઘવારીના ડેટા બજાર માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક રેપો રેટ વધારશે તે નિશ્ચિત છે. જો તે રેપો રેટમાં પણ 50 બેસિસ પોઈન્ટનો વધારો કરે છે તો તેની અસર બજાર પર વધુ જોવા નહીં મળે. જો યુએસમાં ફુગાવાનો દર ઊંચો રહેશે તો ફેડરલ રિઝર્વ પર વ્યાજ દર વધારવાનું દબાણ વધશે. તેનાથી બજાર અને રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગાડી શકે છે.

આ  સ્ટોકસની સ્થિતિ ખરાબ થઇ

સિમેન્ટના શેરો આ દિવસોમાં દબાણ હેઠળ છે. શ્રી સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બિરલા કોર્પોરેશન, દાલમિયા ભારત, જેકે સિમેન્ટ જેવી કંપનીઓના શેર 52 સપ્તાહના તળિયે છે. તાજેતરમાં અલ્ટ્રાટેક સિમેન્ટે તેની ક્ષમતા વધારવાની જાહેરાત કરી હતી. ત્યારથી આ સેક્ટર પર દબાણ જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં આ શેરોમાં 8-13 ટકાનો ઘટાડો થયો છે. સિમેન્ટ કંપનીઓ પણ કહે છે કે જૂન ક્વાર્ટરમાં તેમની વેરિયેબલ કોસ્ટ 10-15 ટકા વધી શકે છે. આ નકારાત્મક સમાચાર છે.

આ શેર્સ 20 ટકા સુધી સસ્તી કિંમતે ખરીદવાની મળી રહી છે (10.33 AM)

Company Prev Close (Rs) % Change
GCM Commodity & Deri 5.67 -19.93
AA Plus Tradelink 7.2 -13.47
JLA Infraville Shopp 3.8 -10
Marble City India 11.9 -10
Patidar Buildcon 6.24 -9.94
City Pulse Multiplex 43.3 -9.93
First Fintec 5.15 -9.9
Interactive Fin. Ser 6.57 -9.74
Olympia Inds. 36.8 -9.65
Tarapur Transformers 4.2 -9.29

LIC નો શેર All Time Low સુધી પટકાયો

ન તો દેશના સૌથી મોટા IPOનું લિસ્ટિંગ જોવાલાયક હતું કે ન તો લિસ્ટિંગ પછી આ સ્ટોકનું પ્રદર્શન શાનદાર હતું. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોથી જીવન વીમા નિગમ (LIC)નો શેર ઘટાડા સાથે બંધ થઈ રહ્યો છે. પરિણામે તેનું માર્કેટ કેપ 5 લાખ કરોડની નીચે પહોંચી ગયું છે. LICનો શેર સોમવારે સતત પાંચમા દિવસે ઘટ્યો હતો અને તે લગભગ ત્રણ ટકા તૂટ્યો હતો. BSE પર કંપનીનો શેર 2.86 ટકા ઘટીને રૂ. 777.40 થયો હતો. આજે  ટ્રેડિંગ દરમિયાન તે 2 ટકા ઘટીને રૂ. 757.10 પર સવારે 10.22 વાગે  આવી ગયો હતો. લિસ્ટિંગ પછી આ સ્ટોકનું સૌથી નીચું સ્તર છે.

 

Published On - 10:38 am, Tue, 7 June 22

Next Article