Share Market : કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 57924 સુધી નીચલા સ્તરે સરકયો

|

Aug 03, 2022 | 10:15 AM

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક આજે 3 ઓગસ્ટ શરૂ થઈ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ 5 ઓગસ્ટે પોલિસીની જાહેરાત કરશે.

Share Market : કારોબારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, Sensex 57924 સુધી નીચલા સ્તરે સરકયો
Bombay Stock Exchange - BSE

Follow us on

ભારતીય શેરબજાર(Share Market) આજે ઉતાર – ચઢાવ સાથે કારોબાર કરી રહ્યું છે. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને કારણે સ્થાનિક શેરબજારની શરૂઆત સપાટ થઈ હતી. સપાટ શરૂઆત બાદ સેન્સેક્સ અને નિફ્ટીએ વેગ પકડ્યો હતો પણ બાદમાં ફરી પટકાયા હતા. ઓટો, પીએસયુ બેંક ઈન્ડેક્સમાં નબળાઈ દેખાઈ રહી છે. જોકે, રિયલ્ટી, મેટલ, આઈટી ઈન્ડેક્સમાં ઉછાળો છે. મંગળવારે FIIએ રૂ. 825 કરોડની રોકડમાં અને DIIએ રૂ. 118 કરોડની રોકડમાં ખરીદી કરી હતી.  ભારતી એરટેલ, આઇશર મોટર્સ, JSW સ્ટીલ, સિપ્લા અને પાવર ગ્રીડ કોર્પ નિફ્ટીમાં ટોપ ગેઇનર  જ્યારે કોટક મહિન્દ્રા બેંક, કોલ ઇન્ડિયા, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને M&M તૂટ્યા હતા. આજે બુધવારના 78.71 પ્રતિ ડૉલરની સામે રૂપિયો આજે 4 પૈસા વધીને 78.67 પ્રતિ ડૉલર પર ખૂલ્યો હતો.

RBI મોનેટરી પોલિસીની મિટિંગ શરૂ થઇ

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક આજે 3 ઓગસ્ટ શરૂ થઈ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ 5 ઓગસ્ટે પોલિસીની જાહેરાત કરશે. મોંઘવારી દર અને વિશ્વભરની કેન્દ્રીય બેંકોના વલણને જોતા એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક ફરી એકવાર રેપો રેટમાં વધારો કરી શકે છે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે રેપો રેટ 0.25 ટકાથી 0.50 ટકાની વચ્ચે વધી શકે છે. જો RBI વ્યાજદર વધારશે તો બેંકોની તમામ લોન મોંઘી થઈ જશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI પર અસર થશે. આનો અર્થ એ છે કે લોનની ચુકવણી માટે, તમારે તમારા કરતાં વધુ માસિક હપ્તાઓ ચૂકવવા પડી શકે છે.

વૈશ્વિક બજારની સ્થિતિ

આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. SGX નિફ્ટી 0.29% ઉપર છે જ્યારે Nikkei 225 લગભગ 0.67% ની વૃદ્ધિ દર્શાવે છે. સ્ટ્રેટ ટાઇમ્સ લગભગ 0.08% વધ્યો છે જ્યારે હેંગ સેંગ 0.99% વધ્યો છે. તાઈવાન વેઈટેડ 0.35%, કોસ્પી 0.47% અને શાંઘાઈ કમ્પોઝિટ 0.55% ઉપર છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અમેરિકા અને ચીનના તણાવને કારણે મંગળવારે અમેરિકી બજારો બંધ થયા છે. S&P 500 ઇન્ડેક્સ લગભગ 0.67% ઘટીને 4,091.19 પર બંધ થયો. તે ઈન્ટ્રાડેમાં 1% નબળો પડ્યો હતો. ડાઉ જોન્સ 402 પોઈન્ટ અથવા લગભગ 1.23% નબળો હતો અને તે 32,396.17 ના સ્તર પર બંધ રહ્યો હતો. બીજી બાજુ Nasdaq લગભગ 0.16% લપસીને 12,348.76 ના સ્તર પર બંધ થયો. યુએસ હાઉસ સ્પીકર તાઈવાનના પ્રવાસે છે, જેનાથી ચીન નારાજ છે.

 

Published On - 10:15 am, Wed, 3 August 22

Next Article