Share Market : BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પ્રથમ વખત 287 લાખ કરોડને પાર પહોંચ્યું, સતત 6 દિવસ તેજી નોંધાઈ

|

Nov 30, 2022 | 8:21 AM

વિશ્લેષકો કહે છે કે ચીન અને ભારતમાં ગ્રાહક ભાવ-આધારિત ફુગાવાના ડેટામાં કેટલાક ઘટાડા પછી, વ્યાજ દરમાં લગામની અપેક્ષા અને રેટિંગ એજન્સીઓ દ્વારા વૃદ્ધિ લક્ષ્યાંકમાં ઘટાડો આ તેજીના અન્ય કારણો છે.

Share Market  : BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પ્રથમ વખત 287 લાખ કરોડને પાર  પહોંચ્યું, સતત 6 દિવસ તેજી નોંધાઈ
Share Market

Follow us on

શેરબજારની ગતિની દિશા કઈ તરફની રહેશે તેની કોઈ ચોક્કસ આગાહી કરી શકતું નથી. હવે છેલ્લા બે દિવસના માર્કેટ પર નજર નાખો તો BSE સેન્સેક્સે નવી ઊંચાઈને સ્પર્શવાનો રેકોર્ડ બનાવ્યો છે. તો રોકાણકારોને પણ આ કારણે શેર માર્કેટમાંથી બમ્પર આવક થઈ છે. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ મૂડીમાં આ બે દિવસમાં હજારો કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE સેન્સેક્સ મંગળવારે 62,362.08 પોઈન્ટથી શરૂ થયો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 62,887.40 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે તે 177.04 પોઈન્ટના વધારા સાથે રેકોર્ડ 62,681.84 પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે સોમવારે તે 62,504.80 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ મંગળવારે રૂ. 287 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. બજારમાં આ તેજીનું એક કારણ વિદેશી રોકાણકારો દ્વારા ભારે ખરીદી છે. જેમણે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા બાદ ફરી ખરીદી શરૂ કરી દીધી છે. નવેમ્બરમાં અત્યાર સુધીમાં તેણે રૂ. 32,000 કરોડથી વધુના શેર ખરીદ્યા છે. છેલ્લી વખત BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ. 286.71 કરોડ હતી જે તેઓએ 13 સપ્ટેમ્બરે હાંસલ કરી હતી. શેરબજાર સતત 6 ટ્રેડિંગ સેશનથી સતત વધી રહ્યું છે. આ અઠવાડિયે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યા અને રેકોર્ડ સ્તરે બંધ થયા. સેન્સેક્સ 62871 ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ અને નિફ્ટી આજે 18662 ની સપાટીએ પહોંચ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં બંને સૂચકાંકો 7.5 ટકા વધ્યા છે.

તેજી માટે અન્ય કારણો

વિશ્લેષકો કહે છે કે ચીન અને ભારતમાં ગ્રાહક ભાવ-આધારિત ફુગાવાના ડેટામાં કેટલાક ઘટાડા પછી, વ્યાજ દરમાં લગામની અપેક્ષા અને રેટિંગ એજન્સીઓ દ્વારા વૃદ્ધિ લક્ષ્યાંકમાં ઘટાડો આ તેજીના અન્ય કારણો છે. આ સિવાય સરકાર લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ખર્ચમાં વધારો કરશે, જેનાથી અર્થવ્યવસ્થાને ટેકો મળવાની આશા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બજાર રેકોર્ડ સ્તરે બંધ થયું

30 શેરવાળો સેન્સેક્સ 177.04 પોઈન્ટ (0.28 ટકા) વધીને 62,681.84 પર બંધ થયો હતો. NSEનો નિફ્ટી 55.30 પોઈન્ટ (0.30 ટકા)ના ઉછાળા સાથે 18618.05 પર બંધ રહ્યો હતો. આ બંને ઇન્ડેક્સનું રેકોર્ડ બંધ સ્તર છે. આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, બપોરના વેપારમાં એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓના શેરોમાં ભારે ખરીદીને કારણે બજારમાં હકારાત્મક વલણ જોવા મળ્યું હતું. FIIએ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 32,344 કરોડનું રોકાણ કર્યું છે અને તેઓ ચોખ્ખા ખરીદદાર રહ્યા છે.શેરબજારના ડેટા અનુસાર, FIIએ સોમવારે રૂ. 935.88 કરોડના શેર ખરીદ્યા છે.

Next Article