Share Market : ફેડરલ રિઝર્વની અસર ભારતીય બજાર ઉપર દેખાઈ, આ શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકીંગ થયું

|

Nov 03, 2022 | 9:59 AM

વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં ખરીદી ચાલુ રાખે છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 1,436.30 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 1,378.12 કરોડના શેર વેચ્યા હતા જેના કારણે બજારમાં ઘટાડો થયો હતો.

Share Market  : ફેડરલ રિઝર્વની અસર ભારતીય બજાર ઉપર દેખાઈ, આ શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકીંગ થયું
Bomay Stock Exchange - BSE

Follow us on

યુએસ ફેડરલ રિઝર્વે સતત ચોથી વખત વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ફેડના વડા જેરોમ પોવેલે પણ જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારો હાલ પૂરતો ચાલુ રહેશે જોકે તેની ગતિ ધીમી પડી શકે છે. આ અહેવાલ બાદ વૈશ્વિક બજારો તૂટ્યા હતા અને ભારત પણ બાકાત રહ્યું ન હતું. ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા છે અને લાલ નિશાન નીચે કારોબાર કરી રહયા છે, આજે  સેન્સેક્સ 394 પોઈન્ટ ઘટીને 60511 ના સ્તરે અને નિફ્ટી 114 પોઈન્ટના ઘટાડા સાથે 17968 ના સ્તર પર ખુલ્યો હતો. બેંક નિફ્ટી 273 પોઈન્ટના ઘટાડા સાથે 40873 ના સ્તર પર ખુલ્યો છે. રિઝર્વ બેંક મોનેટરી પોલિસી કમિટીની વધારાની બેઠક આજે યોજાવા જઈ રહી છે.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(09:50 am )
SENSEX 60,825.23
−80.86 (0.13%)
NIFTY 18,058.25
−24.60 (0.14%)

વૈશ્વિક બજારમાં ઘટાડો

ફેડની કાર્યવાહી બાદ યુએસ અને યુરોપના માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. નાસ્ડેક 3.33 ટકા નીચે છે. S&P 500માં 2.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ડાઉ જોન્સમાં 1.55 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી શકે છે. SGX નિફ્ટી હાલમાં 150 પોઈન્ટ અથવા 0.80 ટકાના ઘટાડા સાથે 18018 ના સ્તર પર છે. તે 18004ની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

Nifty50 Top Losers

Company Name Last Price Change % Loss
Hindalco 413.55 -7.75 -1.84
Tech Mahindra 1,062.85 -19.15 -1.77
Wipro 389.2 -4.75 -1.21
Infosys 1,536.25 -17.05 -1.1
TCS 3,209.20 -32.5 -1
Coal India 244.1 -1.7 -0.69
Power Grid Corp 231.8 -1.5 -0.64
HDFC 2,493.75 -14.25 -0.57
Nestle 20,277.50 -109.85 -0.54
SBI Life Insura 1,266.75 -5.9 -0.46

વિદેશી રોકાણકારોની ખરીદીનો સપોર્ટ

વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં ખરીદી ચાલુ રાખે છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 1,436.30 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 1,378.12 કરોડના શેર વેચ્યા હતા જેના કારણે બજારમાં ઘટાડો થયો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ કંપનીઓના શેર વધુ વેચાયા

Company Name CMP
Change Rs.(%)
Volume Value
(Rs. Lakhs)
Tata Motors – DVR 234.4 1,495,680 3,792.30
-19.15
(-7.55%)
IFCI 11.42 14,495,600 1,736.57
-0.56
(-4.67%)
Voltas 887.9 134,931 1,228.21
-22.35
(-2.46%)

આજે રિઝર્વ બેંકની વિશેષ બેઠક મળશે

વધતી મોંઘવારી અંગે રિઝર્વ બેંકની વિશેષ બેઠક યોજાવા જઈ રહી છે. આજે ગુરુવારે યોજાનારી આ બેઠકમાં મોંઘવારી મહત્વનો મુદ્દો રહેશે કારણ કે તે સતત આરબીઆઈના નિયંત્રણની બહાર રહે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે ફુગાવો કયા સંજોગોમાં લક્ષ્યાંક કરતાં વધી ગયો તેની વિશેષ એમપીસી બેઠકમાં સમજૂતી તૈયાર કરવામાં આવશે જે સુધારાત્મક પગલાંની પણ વિગત આપશે. અગાઉ 2016માં પણ એમપીસીની વિશેષ બેઠક યોજાઈ હતી. ઈવેન્ટમાં ગવર્નરે કહ્યું કે આરબીઆઈ મોંઘવારી પર એ રીતે નજર રાખી રહી છે જે રીતે મહાભારતમાં અર્જુને ચાલતી માછલીની આંખમાં તીર મારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

 

Next Article