Share Market : શેરબજારની Top -10 કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાં રૂ. 1.54 લાખ કરોડનો ઘટાડો થયો, TCS અને Infosys રહ્યાં Top Losers

|

Aug 29, 2022 | 7:10 AM

રિપોર્ટિંગ સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 59,862.08 કરોડ ઘટીને રૂ. 11,78,818.29 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 31,789.31 કરોડના નુકસાનથી ઘટીને રૂ. 6,40,351.57 કરોડ થયું છે.

Share Market : શેરબજારની Top -10 કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાં રૂ. 1.54 લાખ કરોડનો ઘટાડો થયો, TCS અને Infosys  રહ્યાં Top Losers
Information technology companies suffered more losses

Follow us on

ભારતીય શરબજાર(Share Market)માં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડી (MCap) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 1,54,477.38 કરોડ ઘટી છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ઈન્ફોસિસ સૌથી વધુ ખોટમાં છે. ગયા સપ્તાહે BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 812.28 પોઈન્ટ અથવા 1.36 ટકા નીચે આવ્યો છે. સપ્તાહ દરમિયાન માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની માર્કેટ મૂડીમાં વધારો જોવા મળ્યો છે. આ સપ્તાહે શેરબજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ અટકી ગયો છે. વિદેશી બજારોના સંકેતોને કારણે આ સપ્તાહે બજારમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું

આ કંપનીઓને નુકસાન

રિપોર્ટિંગ સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 59,862.08 કરોડ ઘટીને રૂ. 11,78,818.29 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 31,789.31 કરોડના નુકસાનથી ઘટીને રૂ. 6,40,351.57 કરોડ થયું છે. HDFC બેન્કની બજાર સ્થિતિ રૂ. 16,090.67 કરોડ ઘટીને રૂ. 8,13,952.05 કરોડ થઈ છે. આ ઉપરાંત હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ વેલ્યુએશન રૂ. 14,814.18 કરોડ ઘટીને રૂ. 6,04,079.91 કરોડ થયું છે.

એ જ રીતે બજાજ ફાઇનાન્સની બજાર સ્થિતિ રૂ. 14,430.4 કરોડ ઘટીને રૂ. 4,27,605.59 કરોડ અને HDFCની બજાર સ્થિતિ રૂ. 13,031.62 કરોડ ઘટીને રૂ. 4,34,644.36 કરોડ થઈ છે. જીવન વીમા નિગમ (LIC)નું બજાર મૂલ્ય રૂ. 4,459.12 કરોડ ઘટીને રૂ. 4,29,309.22 કરોડ થયું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ કંપનીઓને ફાયદો થયો

ટ્રેન્ડથી વિપરીત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3,500.56 કરોડ વધીને રૂ. 17,71,645.33 કરોડ થયું છે. બીજી તરફ SBIનું બજાર મૂલ્ય રૂ. 3,034.37 કરોડ વધીને રૂ. 4,67,471.16 કરોડ અને ICICI બેન્કનું બજાર મૂલ્ય રૂ. 523.02 કરોડ વધીને રૂ. 6,06,330.11 કરોડ થયું હતું. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, HDFC, LIC અને બજાજ ફાઇનાન્સ આવે છે.

તમને જણાવી દઈએ કે આ સપ્તાહે શેરબજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ અટકી ગયો છે. વિદેશી બજારોના સંકેતોને કારણે આ સપ્તાહે બજારમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું અને સપ્તાહ દરમિયાન મુખ્ય સૂચકાંકો નુકસાનમાં બંધ થયા હતા. છેલ્લા 5 અઠવાડિયાથી બજાર સતત ઉછાળો નોંધી રહ્યું હતું. વેચવાલી વચ્ચે, કેટલાક શેરોમાં તેમના પોતાના પ્રદર્શનને કારણે ખરીદી પણ જોવા મળી હતી અને બજારમાં 50 થી વધુ શેરો એવા છે જેમાં રોકાણકારોને એક સપ્તાહમાં 10 ટકાથી વધુ વળતર મળ્યું છે.

 Top -10 કંપનીઓની માર્કેટકેપ

Sr.No. Company Name Market Cap
(Rs. cr)
1 Reliance 1,771,788.50
2 TCS 1,178,818.29
3 HDFC Bank 813,952.05
4 Infosys 640,351.57
5 ICICI Bank 606,330.11
6 HUL 604,079.91
7 SBI 467,471.16
8 HDFC 434,847.43
9 LIC India 429,309.22
10 Bajaj Finance 427,605.59
Next Article