Share Market : સતત ચોથા દિવસે વેચાણથી Sensex 800 પોઇન્ટ પટકાયો, ઓછી કિંમતે સારા રોકાણની તક વચ્ચે આ સ્ટોક્સની રહી ઊંચી માંગ

|

Sep 26, 2022 | 9:58 AM

સવારે 9.42 વાગે સેન્સેક્સ 750 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 17200 ની નીચે સરકી ગયો છે.  રૂપિયો 56 પૈસાની નબળાઈ સાથે ખુલ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 81.55ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે.

Share Market : સતત ચોથા દિવસે વેચાણથી Sensex 800 પોઇન્ટ પટકાયો, ઓછી કિંમતે સારા રોકાણની તક વચ્ચે આ સ્ટોક્સની રહી ઊંચી માંગ
Symbolic Image

Follow us on

નબળા વૈશ્વિક સંકેત સાથે આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજાર(Share Market) ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી છે. ભારતીય શેરબજારમાં આજે સોમવારે સવારે સતત ચોથા સત્રમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ઘટાડો અને રૂપિયાની નબળાઈના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ નકારાત્મક અસર જોવા મળી રહી છે. વિશ્વના મોટાભાગના બજારોનું ક્લોઝિંગ અને આજનો કારોબાર લાલ નિશાન નીચે નજરે પડી રહ્યો છે. આજે સવારે સેન્સેક્સ 573 પોઈન્ટ ઘટીને 57,525 પર ખુલ્યો જ્યારે નિફ્ટી 171 પોઈન્ટના નુકસાન સાથે 17,156 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો. રોકાણકારોએ આજે સ્તરના પ્રારંભથીથી જ વેચાણ કર્યું હતું અને સતત પ્રોફિટ-બુકિંગને કારણે સેન્સેક્સ સવારે 9.35 વાગ્યે ૫૮૫ પોઈન્ટ ઘટ્યો હતો. આજના કારોબારમાં સેન્સેક્સ 57,282.20 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો જયારે નિફ્ટી17,072.95 સુધી લપસ્યો હતો.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(09:37 am )
SENSEX 57,450.69         −648.23 (1.12%)
NIFTY 17,108.55        −218.80 (1.26%)

તમામ ક્ષેત્રમાં વેચાણ

બેન્કિંગ, ઓટો, આઈટી, મેટલ અને રિયલ્ટી સહિતના તમામ ક્ષેત્રોમાં વેચાણથી બજાર પર દબાણ જોવા મળ્યું છે. સવારે 9.42 વાગે સેન્સેક્સ 750 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 17200 ની નીચે સરકી ગયો છે.  રૂપિયો 56 પૈસાની નબળાઈ સાથે ખુલ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 81.55ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે. FIIએ શુક્રવારે રૂ. 2900 કરોડનું વેચાણ કર્યું હતું જ્યારે DIIએ શુક્રવારે રૂ. 299 કરોડની રોકડ ખરીદી કરી હતી.

આ 5 સ્ટોક્સમાં સતત પાંચમા દિવસે લોઅર સર્કિટ નોંધાઈ

Company Name Offer Qty Last Price % Chg
Shree Ram Proti 1,283 71.3 -5
Kritika Wires 1,065,124 26 -4.94
Sindhu Trade 200,269 18.25 -4.95
Gala Global Prd 1,189,569 28.85 -4.94
Galactico Corp 199,899 14.45 -4.93

તહેવારોની સિઝન પહેલા FMCG કંપનીઓમાં તેજી જોવા મળી રહી છે. તેઓ સપ્લાય ચેન વધારીને રોકાણ કરી રહી છે . કંપનીઓ નવા પેક તૈયાર કરીને તહેવારોની સિઝનમાં મોટો દાવ લગાવી રહ્યા છે. મેનેજમેન્ટ પણ ગ્રામીણ માંગમાં મજબૂત પુનરાગમનની અપેક્ષા રાખે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આજે આ શેર્સની ઊંચી માંગ રહી

Company Name CMP Volume Value (Rs. Lakhs)
Hindustan Unilever 2,692.30 185,317 4,965.20
Veritas (India) 125.85 862,800 1,064.70
Osiajee Texfab 71.95 1,213,090 831.57
Thinkink Picturez 69.9 892,800 619.6
Britannia Inds 3,812.40 15,608 591.86

વૈશ્વિક બજાર તરફથી ભારતીય શેરબજાર માટે આજે સતત ચોથા દિવસે નબળાં સંકેત મળ્યા હતા. વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે. શુક્રવારે પણ માર્કેટમાં  ઘટાડો જોવા મળ્યો હતો.

Published On - 9:48 am, Mon, 26 September 22

Next Article