Share Market : અદાણી સંકટની કોઈ અસર નહીં, રિલાયન્સ સિવાય Top-10 કંપનીઓને ફાયદો થયો

|

Feb 06, 2023 | 6:56 AM

Sensex Top 10 Companies : ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, ITC અને ભારતી એરટેલનો નંબર આવે છે.

Share Market : અદાણી સંકટની કોઈ અસર નહીં, રિલાયન્સ સિવાય Top-10 કંપનીઓને ફાયદો થયો
Stock Market

Follow us on

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની હાલત ખરાબ છે. શેરબજારમાં તેના શેર તૂટી રહ્યા છે અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ 100 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જો કે શેરબજારમાં તેની કોઈ અસર જોવા મળી નથી. શુક્રવારે બંધ થયેલા શેરબજારમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 9 કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં કુલ રૂ. 1.88 લાખ કરોડનો વધારો થયો છે. માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે.  ITCના માર્કેટ કેપમાં સૌથી વધુ વધારો થયો છે. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 1,510.98 પોઈન્ટ અથવા 2.54 ટકાનો વધારો થયો હતો. ગયા અઠવાડિયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિવાય ટોચની 10 કંપનીઓમાં અન્યના માર્કેટ વેલ્યુએશનમાં ઉછાળો આવ્યો હતો. ટોચની 10 કંપનીઓમાંથી નવની કુલ માર્કેટ મૂડીમાં રૂ. 1,88,366.69 કરોડનો વધારો નોંધાયો છે.

Sensex Top 10 Companies

Company Close() M. Cap( Cr.)
RELIANCE INDUSTRIES LTD. 2329.05 1575715.14
TATA CONSULTANCY SERVICES LTD. 3481.85 1274026.8
HDFC Bank Ltd 1658.7 925188.45
INFOSYS LTD. 1599.15 672935.25
HINDUSTAN UNILEVER LTD. 2645.9 621678.35
ICICI BANK LTD. 863.75 602749
HOUSING DEVELOPMENT FINANCE CORP.LTD. 2695 492313.07
STATE BANK OF INDIA 544.45 485900.49
ITC LTD. 380.5 472353.27
BHARTI AIRTEL LTD. 793.05 442015.45

રિલાયન્સનું માર્કેટ કેપ ઘટ્યું

ગયા અઠવાડિયે ITCની માર્કેટ મૂડી રૂ. 43,321.81 કરોડ વધીને રૂ. 4,72,353.27 કરોડે પહોંચી હતી. ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 34,043.38 કરોડ વધીને રૂ. 6,72,935.25 કરોડ થયું છે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 5,885.97 કરોડ ઘટીને રૂ. 15,75,715.14 કરોડ થયું હતું.

જાણો ટોપ 10 કંપનીઓની સ્થિતિ

ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 32,239.66 કરોડ વધીને રૂ. 6,02,749 કરોડ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટકેપ રૂ. 26,143.92 કરોડ વધીને રૂ. 12,74,026.80 કરોડ થયું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

HDFC બેન્કની માર્કેટ મૂડી રૂ. 23,900.84 કરોડ વધીને રૂ. 9,25,188.45 કરોડ અને ભારતી એરટેલની માર્કેટ મૂડી રૂ. 10,432.23 કરોડ વધીને રૂ. 4,42,015.45 કરોડ થઈ હતી.

હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ મૂડી રૂ. 7,988.61 કરોડ વધીને રૂ. 6,21,678.35 કરોડે પહોંચી છે. HDFCનું માર્કેટ કેપ રૂ. 6,503.28 કરોડ વધીને રૂ. 4,92,313.07 કરોડ થયું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની માર્કેટ મૂડી રૂ. 3,792.96 કરોડ વધીને રૂ. 4,85,900.49 કરોડ થઈ છે.

ઘટાડા પછી પણ રિલાયન્સ નંબર 1

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, ITC અને ભારતી એરટેલનો નંબર આવે છે.

Published On - 6:54 am, Mon, 6 February 23

Next Article