Share Market : ફ્લેટ શરૂઆત બાદ ખરીદારી નીકળી, Sensex 55484 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો

|

Jul 27, 2022 | 10:24 AM

આજે 80 થી વધુ કંપનીઓ તેમના પરિણામો રજૂ કરવા જઈ રહી છે. પરિણામોની સીધી અસર કે પરિણામોના અંદાજની અસર આ શેરો પર જોવા મળી શકે છે.

Share Market : ફ્લેટ શરૂઆત બાદ ખરીદારી નીકળી, Sensex 55484 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો
Symbolic Image

Follow us on

વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને કારણે આજે બુધવારે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત સપાટ થઈ હતી. શરૂઆતી નબળાઈ બાદ બજારમાં રિકવરી જોવા મળી છે. સવારે 10.10 વાગ્યાના અરસામાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બેન્કિંગ, ઓટો, આઈટી અને મેટલ ઈન્ડેક્સમાં તેજી છે. જોકે એફએમસીજીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 15 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે BSE પર 2286 શેરનો વેપાર થઈ રહ્યો છે. તેમાંથી 1124 શેર વધ્યા છે જ્યારે 1060 શેર ઘટ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા અમેરિકી બજારોમાં વેચવાલી જોવા મળી હતી.મંગળવારે ડાઉ જોન્સ અને નાસ્ડેક 220 પોઈન્ટની આસપાસ ઘટીને દિવસના નીચલા સ્તરની નજીક બંધ થયા હતા. S&P 500 1.15% નીચે હતો.

વિદેશી બજારોના સંકેતો કેવા હતા

અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ 0.71 ટકા, એસએન્ડપી 1.15 ટકા અને નાસ્ડેક 1.87 ટકા ઘટીને બંધ થયા છે. દિગ્ગજોના નબળા કમાણીના સંકેતોને કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે, વધતી જતી ફુગાવાના કારણે વોલમાર્ટે તેના સંપૂર્ણ વર્ષના નફાના અંદાજમાં ઘટાડો કર્યો છે. જેના કારણે રિટેલ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન વોલમાર્ટના શેરમાં 7.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સંકેતોની અસર આજે સ્થાનિક બજાર પર પણ જોવા મળી શકે છે.

આજે આ  કંપનીઓનું પરિણામ આવશે

આજે 80 થી વધુ કંપનીઓ તેમના પરિણામો રજૂ કરવા જઈ રહી છે. પરિણામોની સીધી અસર કે પરિણામોના અંદાજની અસર આ શેરો પર જોવા મળી શકે છે. હવે  મારુતિ અને ટાટા મોટર્સના પરિણામો આવશે. આ માત્ર આ કંપનીઓના શેરોને જ નહીં પરંતુ સમગ્ર સેક્ટરને પણ અસર કરી શકે છે. આ કંપનીઓમાં આરતી ડ્રગ્સ, એપીએલ એપોલો ટ્યુબ્સ, બજાજ ફાઈનાન્સ, બાયોકોન, બ્લુડાર્ટ, કોલગેટ પામોલિવ ઈન્ડિયા, ધામપુર સુગર, આઈઆઈએફએલ, મારુતિ, એસકેએફ ઈન્ડિયા, ટાટા મોટર્સ, યુબીએલ વગેરેનો સમાવેશ થાય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ સ્ટોક્સ ઉપર નજર રાખજો

  • સાઉથ ઇન્ડિયન બેંકે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. બેંકે જૂન 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ધોરણે રૂ. 115.35 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ સાથે, અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બેંકનો નફો 10 કરોડ રૂપિયા હતો.
  • યુનાઈટેડ સ્પિરિટ્સનો પ્રથમ ત્રિમાસિક ગાળાનો નફો પાંચ ગણો વધીને રૂ. 261.1 કરોડ થયો છે.
  • ટાટા મોટર્સે કાર લોન માટે ઈન્ડિયન બેંક સાથે જોડાણ કર્યું છે.
  • L&Tનો જૂન ક્વાર્ટરનો નફો 44.9 ટકા વધીને રૂ. 1,702 કરોડ થયો
  • ટાટા પાવરનો જૂન ક્વાર્ટરનો નફો 90% વધીને રૂ. 883.54 કરોડ થયો અને  રૂ. 14,000 કરોડનું રોકાણ કર્યું
  • Axis Bank અને Citi વચ્ચેના સોદાને CCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
Next Article