Ruchi Soya FPO : બાબા રામદેવની કંપનીના FPO ને 3.60 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, 30 માર્ચ સુધી બિડ પરત ખેંચી શકાશે

|

Mar 30, 2022 | 8:20 AM

કંપનીએ 30 માર્ચ સુધી ત્રણ દિવસ માટે બિડ પરત કરવાની તક આપી છે. આ માટે સેબીએ કંપનીના મર્ચન્ટ બેન્કર અને એફપીઓને પેપરમાં જાહેરાત કરવા જણાવ્યું છે.

Ruchi Soya FPO : બાબા રામદેવની કંપનીના  FPO ને 3.60 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, 30 માર્ચ સુધી બિડ પરત ખેંચી શકાશે
Baba Ramdev

Follow us on

બાબા રામદેવ(Baba Ramdev)ની કંપની રુચિ સોયાના (Ruchi Soya FPO) માટે સબસ્ક્રિપ્શન 28 માર્ચે બંધ થઈ ગયું હતું. આ FPO ને 3.6 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ હેઠળ કંપની રૂ. 4300 કરોડનું ભંડોળ એકત્ર કરશે જેની મદદથી કંપનીનું દેવું ચૂકવવામાં આવશે. આ FPO 24મી માર્ચે ખોલવામાં આવ્યો હતો. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1290 કરોડ એકત્ર કર્યા હતા. આ સાથે બજાર નિયામક સેબી(SEBI)એ સોમવારે જણાવ્યું હતું કે જો કોઈ રોકાણકાર રૂચી સોયાના એફપીઓમાંથી તેની બિડ પાછી ખેંચવા માંગે તો તેને ત્રણ દિવસનો સમય મળશે. વાસ્તવમાં એક એસએમએસ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં રોકાણકારો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. જેના કારણે સેબીએ આ જાહેરાત કરી છે. રોકાણકારો 30 માર્ચ સુધી તેમની બિડ પાછી ખેંચી શકે છે.

વાયરલ SMSમાં કહેવામાં આવી રહ્યું છે કે રુચિ સોયાનો FPO બજાર કિંમતની સામે 30 ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ શેર FPO હેઠળ રૂપિયા 615-650ની રેન્જમાં ઉપલબ્ધ છે. રોકાણ માટે આ એક મોટી તક છે. આ રીતે રોકાણકારોને FPO તરફ લલચાવવામાં આવી રહ્યા છે. સેબીનું માનવું છે કે આવા સંદેશાઓ દ્વારા રોકાણકારોને છેતરવામાં આવે છે અને તે એક પ્રકારની છેતરપિંડી છે. આવી સ્થિતિમાં આ જાળમાં ફસાયેલા રોકાણકારોને બિડ પરત કરવાની તક છે.

30 માર્ચ સુધીમાં બિડ પરત ખેંચવાની તક

કંપનીએ 30 માર્ચ સુધી ત્રણ દિવસ માટે બિડ પરત કરવાની તક આપી છે. આ માટે સેબીએ કંપનીના મર્ચન્ટ બેન્કર અને એફપીઓને પેપરમાં જાહેરાત કરવા જણાવ્યું છે. આ જાહેરાતમાં સ્પષ્ટપણે લખવામાં આવશે કે જો કોઈ રોકાણકાર આ FPOમાં રોકાણ કરવા માંગતા ન હોય અને તેણે બિડ કરી હોય તો તેણે 30 માર્ચ સુધીમાં બિડ પાછી ખેંચી લઇ શકે છે. જો કે એન્કર રોકાણકારો બિડ પાછી ખેંચી શકતા નથી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

પ્રાઇસ રેન્જ રૂ. 615-650 પ્રતિ શેર

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ઉપલબ્ધ ડેટા મુજબ લાયકાત ધરાવતા Qualified institutional buyers 2.20 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું હતું જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી 11.75 ગણી સબ્સ્ક્રાઇબ થઈ હતી. ડેટા મુજબ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત વિભાગને 90% સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપનીએ એફપીઓની પ્રાઇસ રેન્જ રૂ. 615-650 પ્રતિ શેર રાખી હતી.

 

 

આ પણ વાંચો : Gold Price Today : સસ્તું થયું સોનું, જાણો તમારા શહેરની 1 તોલાની કિંમત

આ પણ વાંચો : ગ્રોસરી બજારને બદલવાની તૈયારીમાં મુકેશ અંબાણી, JioMart કરશે કરિયાણાની ઈન્સ્ટન્ટ ડિલિવરી

Next Article