AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં એક સપ્તાહમાં 1000 કરોડથી વધુનો ઘટાડો, આ બે શેરે બાજી બગાડી

રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા ટાઇટનના કુલ 4,48,50,970 શેર ધરાવે છે જે છેલ્લા સપ્તાહ દરમિયાન શેર દીઠ રૂ. 108.75નો ઘટાડો થયો છે.

રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં એક સપ્તાહમાં 1000 કરોડથી વધુનો ઘટાડો, આ બે શેરે બાજી બગાડી
Rakesh Jhunjhunwala
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 6:28 AM
Share

વધતી જતી મોંઘવારી (Inflation) અને આર્થિક મંદીની ચિંતા વચ્ચે ભારતીય શેરોમાં છેલ્લા સપ્તાહ દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમ (Stock Market) વેચાણની અસર કેટલાક સારા પ્રદર્શન કરતા શેરો પર પણ જોવા મળી છે. દિગ્ગ્જ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)ના સમર્થન છતાં ટાઈટન અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીના શેરમાં ગત સપ્તાહે મોટો ઘટાડો જોવા મળ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાના આ શેરમાં ભારે વેચવાલીને કારણે બિગ બુલે પાંચ સેશનમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં ટાઇટનના શેરના ભાવ અને સ્ટાર હેલ્થના શેરના ઘટાડાને કારણે કુલ નુકસાન રૂ. 1,000 કરોડથી વધુ અથવા રૂ. 1,040 કરોડની આસપાસ થયું છે.

ટાઇટન અને સ્ટાર હેલ્થના શેર કેટલા ગગડ્યા?

ગયા અઠવાડિયે પાંચ ટ્રેડિંગ સેશનમાં ટાઇટનના શેરનો ભાવ રૂ. 2,053.50 થી ઘટીને રૂ. 1,944.75 પ્રતિ શેર થયો છે. આ રીતે પાછલા સપ્તાહના ટ્રેડિંગમાં શેર દીઠ રૂ. 108.75નો ઘટાડો જોવા મળ્યો છે. એ જ રીતે રાકેશ ઝુનઝુનવાલાના અન્ય શેર સ્ટાર હેલ્થના શેરનો ભાવ રૂ. 531.10 થી ઘટીને રૂ. 475.90 પ્રતિ શેર થયો છે. છેલ્લા અઠવાડિયામાં તે શેર દીઠ રૂ. 55.20 ઘટ્યો છે.

Titan Company Ltd

Open :1,895.00 High : 1,954.35 Low : 1,825.05 Mkt cap : 1.73LCr P/E ratio : 79.44 Div yield : 0.39% 52-wk high : 2,768.00 52-wk low : 1,662.50

ટાઇટન કંપનીના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી માર્ચ 2022ના સમયગાળા માટે રાકેશ ઝુનઝુનવાલા ટાઇટનના 3,53,10,395 શેર ધરાવે છે. જ્યારે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાના 95,40,575 શેર છે. તો, ઝુનઝુનવાલા દંપતી કુલ 4,48,50,970 ટાઇટન શેર ધરાવે છે. એ જ રીતે રાકેશ ઝુનઝુનવાલા સ્ટાર હેલ્થના 10,07,53,935 શેર ધરાવે છે.

Star Health and Allied Insrnce Com Ltd

Open : 490.00 High : 490.00 Low : 469.05 Mkt cap : 27.28TCr 52-wk high : 940.00 52-wk low : 469.05

રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થને કેટલું નુકસાન થયું?

રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા ટાઇટનના કુલ 4,48,50,970 શેર ધરાવે છે જે છેલ્લા સપ્તાહ દરમિયાન શેર દીઠ રૂ. 108.75નો ઘટાડો થયો છે. બીજી તરફ રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ ટાઇટનના શેરમાં ઘટાડાને કારણે આશરે રૂ. 485 કરોડનું નુકસાન થયું છે. એ જ રીતે રાકેશ ઝુનઝુનવાલા સ્ટાર હેલ્થના 10,07,53,935 શેર ધરાવે છે જે છેલ્લા સપ્તાહમાં શેર દીઠ રૂ. 55.20નો ઘટાડો થયો છે. આથી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સ્ટાર હેલ્થના શેરમાં ઘટાડાને કારણે નુકસાન રૂ. 555 કરોડની આસપાસ રહ્યું છે.

રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં ટાઇટનના શેરના ભાવ અને સ્ટાર હેલ્થના શેરના ઘટાડાને કારણે કુલ નુકસાન રૂ. 1,000 કરોડથી વધુ અથવા રૂ. 1,040 કરોડની આસપાસ થયું છે.

g clip-path="url(#clip0_868_265)">