Opening Bell : કડાકા સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત, Sensex 1118 તો Nifty 324 અંક ઘટાડા સાથે ખુલ્યા

|

Jun 13, 2022 | 9:21 AM

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં યુએસ બજારો ખરાબ રીતે તૂટ્યા છે. ડાઉ જોન્સ 880 પોઈન્ટ ઘટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

Opening Bell : કડાકા સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત, Sensex 1118 તો Nifty 324 અંક ઘટાડા સાથે ખુલ્યા
Stock Market Crash - Symbolic Image

Follow us on

Share Market : ભારતીય શેરબજાર આજે કડાકા સાથે ખુલ્યા(Opening Bell) છે. છેલ્લા સત્રમાં  અમેરિકાના બજાર ધડામ થયા બાદ તેની અસર વિશ્વભરના બજારો ઉપર જોવા મળી છે જેમાં ભારત પણ બાકાત રહ્યું નથી. ભારતીય શેરબજારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ 2 ટકાના કડાકા સાથે બજાર ખુલ્યા છે. રોકાણકારો આજે ખુલતા બજાર સાથે ચિંતામાં મુકાયા છે. આજે સેન્સેક્સ 1,118.83 અંક મુજબ 2.06% ના કડાકા સાથે  53,184.61 ની સપાટીએ ખુલ્યો છે. નિફટી પણ મોટા નુકસાન સાથે ખુલ્યો છે. 15,877.55 ની સપાટીએ કારોબારનો પ્રારંભ કર્યો છે. ઇન્ડેક્સમાં 324.25 અંક અથવા 2.00% ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું.

વૈશ્વિક સંકેત નબળા

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં યુએસ બજારો ખરાબ રીતે તૂટ્યા છે. ડાઉ જોન્સ 880 પોઈન્ટ ઘટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ S&P 3 ટકા અને નાસ્ડેકમાં 3.5 ટકાનો ઘટાડો થયો છે. તમામ 11 સેક્ટરમાં વેચવાલીનું દબાણ હતું. આઈટી, બેંકો, ઉપભોક્તા શેરોને નુકસાન થયું છે. આ સિવાય યુરોપના માર્કેટમાં 2-3%નો ઘટાડો થયો છે અને જો એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી 300થી વધુ પોઈન્ટ્સ નીચે છે અને આ ઈન્ડેક્સ 1.89 ટકાના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે અમેરિકી બજાર તૂટવા પાછળનું મુખ્ય કારણ અમેરિકામાં 40 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચેલ મોંઘવારી દર છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અમેરિકાના બજારોમાં જાન્યુઆરી પછીનું સૌથી ખરાબ સપ્તાહ

  • ડાઓ – 4.6%
  • S&P 500 -5%
  • નાસ્ડેક -5.6%

કોમોડિટી અપડેટ્સ

  • ક્રૂડ તેલ 122 ડોલરની નજીક
  • સોનું 1875 ડોલર પર પહોંચી ગયું
  • ડૉલર ઇન્ડેક્સ 4-સપ્તાહની ટોચે
  • ગયા અઠવાડિયે તેલ 2% ઉછળ્યું, 4 અઠવાડિયામાં 10% વધારો
  • બેઝ મેટલ્સમાં ઘટડો
  • મોટાભાગની વૈશ્વિક એગ્રી કોમોડિટીઝ લાલ નિશાનમાં બંધ થઈ હતી

આ સપ્તાહની મહત્વની બાબતો

  • ફેડની બેઠકમાં દરમાં વધારો થશે
  • બેંક ઓફ જાપાન પોલિસી
  • યુએસ વેચાણના આંકડા જાહેર થશે
  • યુએસ, યુરોપ, ચીન માટે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા મળશે

ગત સપ્તાહે સેન્સેક્સમાં 1,500 પોઈન્ટનો ઘટાડો

સાપ્તાહિક ધોરણે ગત સપ્તાહે સેન્સેક્સમાં 1,466 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો જ્યારે નિફ્ટીમાં 382 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 54,304ના સ્તરે 2.63 ટકા અને નિફ્ટી 2.31 ટકા લપસીને 16,201ના સ્તરે બંધ થયો છે. વેચવાલીના તોફાનમાં સેન્સેક્સની ટોપ-10 કંપનીઓના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 2.29 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC Market Cap)માં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે LICનો શેર 1.66 ટકાના ઘટાડા સાથે રૂ. 709 પર બંધ થયો હતો. છેલ્લા નવ ટ્રેડિંગ સેશનથી શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. LICનું માર્કેટ કેપ લિસ્ટિંગના દિવસે રૂ. 6 લાખ કરોડથી ઘટીને રૂ. 4.48 લાખ કરોડ થયું હતું.

Published On - 9:17 am, Mon, 13 June 22

Next Article