Opening Bell : તેજી સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત, Sensex 54637 સુધી ઉછળ્યો

|

May 23, 2022 | 9:18 AM

શુક્રવારે સેન્સેક્સ 1534.16 પોઈન્ટ્સ અથવા 2.91% વધીને 54,326.39 પર અને નિફ્ટી 456.75 પોઈન્ટ્સ અથવા 2.89% વધીને 16,266.15 પર બંધ થયા છે. લગભગ 2,468 શેર વધ્યા, 801 શેર ઘટ્યા અને 111 શેર સ્થિર રહ્યા હતા.

Opening Bell : તેજી સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત, Sensex 54637 સુધી ઉછળ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : છેલ્લા સત્રમાં જબરદસ્ત તેજી સાથે કારોબાર પૂર્ણ કરાયા બાદ આજે સપ્તાહના પેહલા દિવસે પણ કારોબારની શરૂઆત(Opening Bell) ગ્રીન ઝોનમાં દેખાઈ રહી છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ વધારા સાથે ખુલ્યા છે. આજે Sensex 133.56 અંક અથવા 0.25% વધારા સાથે 54,459.95 ઉપર ખુલ્યો છે તો બીજી તરફ Nifty એ શુક્રવારની બંધ સપાટીથી 24.80 પોઇન્ટ મુજબ 0.15% તેજી સાથે 16,290.95 ઉપર કારોબારની શરૂઆત કરી છે. શુક્રવારે સેન્સેક્સ 1534.16 પોઈન્ટ્સ અથવા 2.91% વધીને 54,326.39 પર અને નિફ્ટી 456.75 પોઈન્ટ્સ અથવા 2.89% વધીને 16,266.15 પર બંધ થયા હતા. શરૂઆતી કારોબારમાં(સવારે 9.17 વાગે) સેન્સેક્સ 54,637 સુધી ઉછળ્યો હતો.

મિશ્ર વૈશ્વિક સંકેત

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર કારોબારના સંકેત મળી રહ્યા છે. ભારે અસ્થિરતા વચ્ચે અમેરિકી બજાર મિશ્ર કારોબાર સાથે બંધ થયા છે. અમેરિકી બજારોની શરૂઆત સારી રહી હતી અને તે પછી બજારો લપસીને બાદમાં રિકવરી સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 900 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ કર્યા બાદ ફ્લેટ બંધ રહ્યો હતો. બીજી તરફ ડાઉ નીચલા સ્તરેથી 625 પોઈન્ટ સુધરીને બંધ થયો છે. આ સિવાય નાસ્ડેક ઇન્ટ્રાડેમાં 4 ટકા લપસી ગયો હતો અને અંતે 0.30 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. બોન્ડ યીલ્ડ 2.8 ટકાથી નીચે સરકી ગઈ છે. પરિણામો અને મોંઘવારીની ચિંતા વચ્ચે બજારમાં ઘણી અસ્થિરતા છે. આ સિવાય યુરોપના બજારોમાં 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને એશિયન બજારોની વાત કરીએ તો અહીં ખરીદી જોવા મળી રહી છે અને SGX Nity 100થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે અને આ ઈન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોમોડિટી અપડેટ્સ

  • ક્રૂડ ઓઈલ 113 ડોલરની નજીક
  • સોનું 1850 ડોલર સુધી વધ્યું
  • 7 સપ્તાહમાં પ્રથમ વખત ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો

યુએસ માર્કેટની ગત સપ્તાહની સ્થિતિ

  • Dao-2.9%
  • S&P 500 -3%
  • નાસ્ડેક -3.8%

છેલ્લાં સત્રનો કારોબાર

સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે વધારા સાથે બંધ થયા છે. શુક્રવારે સેન્સેક્સ 1534.16 પોઈન્ટ્સ અથવા 2.91% વધીને 54,326.39 પર અને નિફ્ટી 456.75 પોઈન્ટ્સ અથવા 2.89% વધીને 16,266.15 પર બંધ થયા છે. લગભગ 2,468 શેર વધ્યા, 801 શેર ઘટ્યા અને 111 શેર સ્થિર રહ્યા હતા. ભારતીય રૂપિયો પાછલા ટ્રેડિંગ દિવસે 77.72 ની સામે 18 પૈસા વધીને 77.54 પ્રતિ ડૉલરની આસપાસ બંધ રહ્યો હતો. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, JSW સ્ટીલ, નેસ્લે ઇન્ડિયા અને ટાટા મોટર્સ નિફ્ટીમાં ટોચના ગેનર હતા, જ્યારે શ્રી સિમેન્ટ્સ પતન. અને યુપીએલ. મેટલ, ફાર્મા, કેપિટલ ગુડ્સ, PSU બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સ તમામ ક્ષેત્રીય સૂચકાંકો 3-4%ના વધારા સાથે લીલા રંગમાં સમાપ્ત થયા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2-2% વધ્યા છે.

Published On - 9:16 am, Mon, 23 May 22

Next Article