Opening Bell : શેરબજાર રિકવરીના મૂડમાં, Sensex 280 અંક ઉછળ્યો તો Nifty 18,092 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો

|

Sep 15, 2022 | 9:56 AM

બુધવારે સેન્સેક્સ 230 પોઈન્ટ્સ અથવા 0.38 ટકા ઘટીને 60,346.97 પર બંધ થયો હતો અને 50 શેર્સનો નિફ્ટી 66.30 પોઈન્ટ મુજબ 0.39 ટકા ઘટીને 18,003.75 પર બંધ થયો હતો. સેન્સેક્સ 1,154 પોઈન્ટના ઘટાડા સાથે 59,417 પર ખુલ્યો હતો.

Opening Bell : શેરબજાર રિકવરીના મૂડમાં, Sensex 280 અંક ઉછળ્યો તો Nifty 18,092 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો
Stmbolic Image

Follow us on

નબળાં વૈશ્વિક સંકેતો સાથે બુધવારે નરમાશનો સામનો કરનાર ભારતીય શેરબજાર(Share Market) માં આજે ગુરુવારે તારીખ 15 સપ્ટેમ્બર 2022 ના રોજ કારોબારની શરૂઆત લીલા નિશાનમાં થઇ છે. સેન્સેક્સ ગઈકાલના 60,346.97 ના બંધ સ્તર સામે 107.40 અંક અથવા 0.18% વધારા સાથે  60,454.37 ઉપર ખુલ્યો હતો. બીજી તરફ નિફટી આજે 18,046.35 ઉપર ખુલ્યો હતો જે 18,003.75 ના છેલ્લા બંધ સ્તર સામે 42.60 પોઇન્ટ અથવા 0.24% વધારે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ મજબૂત સ્થિતિમાં નજરે પડ્યો હતો જે 60,658.12 ની ઉપલી સપાટીએ જોવા મળ્યો હતો. નિફટી પણ 18,090.75 સુધી ઉછળ્યો હતો. 

વૈશ્વિક બજારનો કારોબાર

અમેરિકી શેરબજારમાં એક દિવસ અગાઉ આવેલો મોટો ઘટાડો બીજા સત્રમાં જ રિકવર થઈ ગયો છે. ફુગાવાના ડેટાથી ડરેલા રોકાણકારોએ મંગળવારે યુએસ માર્કેટમાં વેચાણ કર્યું અને પ્રોફિટ બુકીંગ કર્યું હતું. આ કારણે વોલ સ્ટ્રીટ પર બે વર્ષનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ બુધવારના ટ્રેડિંગમાં રોકાણકારો ફરીથી ખરીદી તરફ પાછા ફર્યા હતા. છેલ્લા સત્રમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ નાસ્ડેકમાં 0.74 ટકાનો વધારો જોવા મળ્યો છે.

જોકે, યુરોપિયનો સતત બીજા સત્રમાં નુકસાન સાથે બંધ રહ્યા હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 1.22 ટકા ઘટીને બંધ થયું હતું જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.37 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 1.47 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એશિયન બજારોમાં તેજી છવાઈ

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લીલા નિશાન પર ખુલ્યા હતા અને તેજી સાથે કારોબાર આગળ ધપાવ્યો છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.09 ટકાના ઉછાળા પર દેખાયો છે જ્યારે જાપાનનો નિક્કી 0.14 ટકાના ઉછાળા સાથે કારોબાર કરતો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.01 ટકાના નજીવા ઉછાળા પર છે જ્યારે તાઇવાનનો શેર 0.08 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

વિદેશી રોકાણકારોએ વેચાણ કર્યું

ભારતીય બજારમાં સતત રોકાણ કરી રહેલા વિદેશી રોકાણકારોએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વેચાણ કર્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે બજારમાં રૂ. 1,397.51 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આ સમયગાળા દરમિયાન 187.58 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

છેલ્લા સત્રનો કારોબાર

ભારતીય શેરબજારે પણ બુધવારે ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી.  મંદીની અટકળોને હવા મળતા ઘટાડો દેખાયો હતો છે. જોકે રિકવરી છતાં ટ્રેડિંગના અંત સુધીમાં બજાર આ ઘટાડામાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળી શક્યું નથી.  સેન્સેક્સ 230 પોઈન્ટ્સ અથવા 0.38 ટકા ઘટીને 60,346.97 પર બંધ થયો હતો અને 50 શેર્સનો નિફ્ટી 66.30 પોઈન્ટ મુજબ 0.39 ટકા ઘટીને 18,003.75 પર બંધ થયો હતો. સેન્સેક્સ 1,154 પોઈન્ટના ઘટાડા સાથે 59,417 પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટીએ 299 પોઇન્ટના ઘટાડા સાથે 17,771ના સ્તરે શરૂઆત કરી હતી.

 

Published On - 9:21 am, Thu, 15 September 22

Next Article