Opening Bell : સતત બીજા દિવસે કારોબારમાં નરમાશ, Sensex 55570 સુધી સરક્યો

|

Jul 26, 2022 | 9:18 AM

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું અને છ દિવસના વધારા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ 306 પોઈન્ટ ઘટીને 55766ના સ્તરે અને નિફ્ટી 88 પોઈન્ટ ઘટીને 16631ના સ્તરે બંધ થયા હતા.

Opening Bell : સતત બીજા દિવસે કારોબારમાં નરમાશ, Sensex 55570 સુધી સરક્યો
Stock Trading - Symbolic Image

Follow us on

નબળા વૈશ્વિક સંકેત છતાં ભારતીય શેરબજાર(Share Market)માં આજે સપ્તાહના બીજા કારોબારી સત્રનો પ્રારંભ લીલા નિશાન ઉપર થયો જે કારોબારની શરૂઆત સાથે લાલ નિશાન નીચે સરકી ગયો હતો. સેન્સેક્સ 55,834.38 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ સોમવારની બંધ સપાટી કરતા 68.16 પોઇન્ટ અથવા 0.12% વધારા સાથે ખુલ્યો હતો. જે ગણતરીના સમયમાં 190 અંક કરતા વધુ ગગડ્યો હતો. નિફટીની વાત કરીએતો અહીં ફ્લેટ ઓપનિંગ જોવા મળ્યું છે. આજે મંગળવારે નિફટી 1.90 પોઇન્ટ અથવા 0.011%  ની નજીવી તેજી  સાથે 16,632.90 ઉપર ખુલ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું અને છ દિવસના વધારા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ 306 પોઈન્ટ ઘટીને 55766ના સ્તરે અને નિફ્ટી 88 પોઈન્ટ ઘટીને 16631ના સ્તરે બંધ થયા હતા.

વૈશ્વિક સંકેત નબળા

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો છે. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા અમેરિકી બજાર રેન્જમાં કારોબાર કરતો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ દિવસના નીચા સ્તરેથી 150 પોઈન્ટ રિકવર થયો અને લગભગ 100 પોઈન્ટ વધીને બંધ થયો. નાસ્ડેક 50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આજે મંગળવારે SGX નિફ્ટીમાં નબળાઈ જોવા મળી રહી છે. SGX નિફ્ટી 50 પોઈન્ટ ઘટીને 16550ની નજીક છે. જાપાનનું બજાર નિક્કી 125 પોઈન્ટ લપસ્યું છે.

અમેરિકાની જેમ યુરોપના મોટાભાગના શેરબજારોમાં પણ પાછલા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે કેટલાક બજારો તેજીમાં બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં પાછલા સત્રમાં 0.33 ટકાનું નુકસાન થયું હતું, ફ્રેન્ચ શેરબજાર 0.33 ટકાના વધારા સાથે બંધ થયું હતું. એ જ રીતે લંડન સ્ટોક એક્સચેન્જ પણ પાછલા સત્રમાં 0.41 ટકા વધ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

છેલ્લા સત્રનો કારોબાર

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું અને છ દિવસના વધારા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ 306 પોઈન્ટ ઘટીને 55766ના સ્તરે અને નિફ્ટી 88 પોઈન્ટ ઘટીને 16631ના સ્તરે બંધ થયા હતા. સેન્સેક્સના ટોપ-30માં 12 શેર ઉછળ્યા હતા અને 18 શેર ઘટીને બંધ રહ્યા હતા. ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઇન્ટ્સ અને એચસીએલ ટેક્નોલોજીના શેરમાં વધારો થયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ, મારુતિ અને કોટક મહિન્દ્રા બેંકના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ફેડરલ રિઝર્વની બેઠક પહેલા રૂપિયામાં બમ્પર વધારો જોવા મળ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 16 પૈસા વધીને 79.74 (પ્રોવિઝનલ) પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

Published On - 9:18 am, Tue, 26 July 22

Next Article