Opening Bell : નબળાં વૈશ્વિક સંકેત છતાં ભારતીય શેરબજારનો લીલા નિશાન ઉપર કારોબાર, Sensex 59000 ઉપર પહોંચ્યો

|

Sep 05, 2022 | 9:20 AM

વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. યુએસ બજારો આજે બંધ છે. શુક્રવારે ડાઉ જોન્સ 340 પોઈન્ટ તૂટ્યો ત્યારે નિફ્ટી 1.3 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

Opening Bell : નબળાં  વૈશ્વિક સંકેત છતાં ભારતીય શેરબજારનો લીલા નિશાન ઉપર કારોબાર, Sensex 59000 ઉપર પહોંચ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં આજે ફ્લેટ ઓપનિંગ થયું છે જોકે બાદમાં મજબૂત ખરીદીએ સારી સપાટી બતાવી હતી. નબળાં વૈશ્વિક સંકેત છતાં બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા હતા જોકે વધારો ખુબજ ઓછો હતો. 58,803.33 ના છેલ્લા બંધ સ્તર સામે સેન્સેક્સ આજે 58,814.08 ઉપર ખુલ્યો હતો જેણે10.75 અંક અથવા 0.018% ના અંજીવ વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ 7.00 પોઇન્ટ મુજબ 0.040% ઉપર 17,546.45 ની સપાટીએ ખુલ્યો હતો. સવારે 9.16 વાગે Sensex એ 59,004.53 ની સપાટી નોંધાવી હતી. આ સમયે સેન્સેક્સ 201.20 અંક અથવા 0.34%ઉપર કારોબાર કરી રહ્યો હતો.

વૈશ્વિક સંકેત નબળાં

વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. યુએસ બજારો આજે બંધ છે. શુક્રવારે ડાઉ જોન્સ 340 પોઈન્ટ તૂટ્યો ત્યારે નિફ્ટી 1.3 ટકા ઘટીને બંધ રહ્યો હતો. ઓગસ્ટમાં બેરોજગારીનો દર 3.5% થી વધીને 3.7% થયો છે. યુરોપમાં 2-3% તેજી છે. SGX નિફ્ટી 50 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરતો નજરે પડ્યો હતો. આજે ઓપેકની બેઠક છે. ઉત્પાદન પર નજર રાખવામાં આવી રહી છે. ઓપેકની બેઠક પહેલા નીચલા સ્તરેથી કાચા તેલમાં ખરીદી જોવા મળી હતી. બ્રેન્ટ 1.5% વધીને 95 પ્રતિ બેરલ પર બંધ થયું હતું.

એશિયન બજારોમાં મિશ્ર વલણ

આજે એશિયાના બજારોમાં ઉછાળો અને ઘટાડો બંને દેખાય છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.17 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે જ્યારે જાપાનનો નિક્કી 0.22 ટકા તૂટ્યો છે. બીજી તરફ તાઈવાનનું માર્કેટ 0.39 ટકા ઉપર છે જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.49 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

વિદેશી રોકાણકારોએ પૈસા ઉપાડ્યા

ભારતીય મૂડીબજારમાં ઓગસ્ટમાં સતત નાણાંનું રોકાણ કરી રહેલા વિદેશી રોકાણકારોએ આ મહિને વેચાણ કર્યું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 8.79 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 668.74 કરોડના શેર વેચ્યા હતા.

ક્રૂડની કિંમતમાં ઘટાડો

વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર હવે સ્થાનિક બજારની છૂટક કિંમતો પર પણ જોવા મળી રહી છે. સોમવારે સવારે સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક દર(Petrol Diesel Price Today)માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, દિલ્હી-મુંબઈ અને ગુજરાત સહિત દેશમાં ઘણા સ્થળોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. બિહારની રાજધાની પટનામાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અહીં આજે સવારે પેટ્રોલ 56 પૈસા ઘટીને 107.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 52 પૈસા ઘટીને 94.04 રૂપિયા પ્રતિ લીટર થયું છે. જો ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 2 ડોલર ઘટીને 94.54 અને WTI 0.70 ડોલર ઘટીને 88.22 પ્રતિ બેરલ થઈ ગઈ છે.

Next Article