Multibagger Stocks: 1.69 રૂપિયાના મલ્ટિબેગર સ્ટોકે 7000 ટકા રિટર્ન આપ્યું, રોકાણકારોના 1 લાખ 71 લાખ થયા

|

Apr 23, 2022 | 7:17 AM

છેલ્લા 6 મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકની કિંમત 37.40 રૂપિયાથી વધીને 129 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. શેરે આ ટૂંકા ગાળામાં 220 ટકાનું વળતર આપ્યું છે. એ જ રીતે છેલ્લા એક વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોક 5.72ના સ્તરથી વધીને રૂ.129ના સ્તરે પહોંચ્યો છે.

Multibagger Stocks: 1.69 રૂપિયાના મલ્ટિબેગર સ્ટોકે 7000 ટકા રિટર્ન આપ્યું, રોકાણકારોના 1 લાખ 71 લાખ થયા
શેરબજારમાં તેજી દેખાઈ રહી છે.

Follow us on

Multibagger Stocks: વર્ષ 2021 અને 2022માં અત્યાર સુધીમાં ઘણા પેની સ્ટોક્સે રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. આજે અમે તમને એવા જ એક શેર વિશે જણાવીએ છીએ જેણે થોડા વર્ષોમાં રોકાણકારોના પૈસા 7000 ગણા કર્યા છે. ફેબ્રુઆરુ 2017 માં માર્કેટમાં પ્રવેશ મેળવનાર સ્ટોકે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. આ પેની સ્ટોકનું નામ સિંધુ ટ્રેડ લિંક્સ(Sindhu Trade Links share price) છે. જોકે આ મલ્ટિબેગર સ્ટોક છેલ્લા એક મહિનામાં કોન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થયો હતો. આ શેરમાં એક મહિનામાં લગભગ 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન આ સ્ટોક રૂ. 136 ના સ્તરથી 119 ના સ્તરે સરકી ગયો જે બાદમાં ફરી ઉછાળા બાદ 129 રૂપિયા ઉપર શુક્રવારે બંધ થયો છે.  વર્ષ-દર વર્ષ ની સ્થિતિમાં આ મલ્ટિબેગર સ્ટોલ 73 રૂપિયાના સ્તરથી વધીને વર્ષ 2022માં 119ના સ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન શેરમાં લગભગ 65 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

Sindhu Trade Links Stock Perfomance 

Last Closing 129
Open 128
High 129.85
Low 123
Mkt cap 6.94TCr
P/E ratio 96.67
52-wk high 166.2
52-wk low 5.32

5 વર્ષમાં 1985 ટકા વળતર આપવામાં આવ્યું

છેલ્લા 6 મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકની કિંમત 37.40 રૂપિયાથી વધીને 129 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. શેરે આ ટૂંકા ગાળામાં 220 ટકાનું વળતર આપ્યું છે. એ જ રીતે છેલ્લા એક વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોક 5.72ના સ્તરથી વધીને રૂ.129ના સ્તરે પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન શેરે લગભગ 1985 ટકા વળતર આપ્યું છે.

7000 ટકા વળતર મળ્યું

17 ફેબ્રુઆરી 2017ના રોજ આ પેની સ્ટોકની બંધ કિંમત BSE પર શેર દીઠ રૂ. 1.69 હતી અને છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોકનું મૂલ્ય વધીને રૂ. 129ના સ્તરે પહોંચી ગયું છે. આ 5 વર્ષમાં આ શેરે 7000 ટકા રિટર્ન આપ્યું છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

એક લાખ 1 વર્ષમાં 20 લાખ થઈ જાય છે

જો કોઈ રોકાણકારે ઈન્ડસ ટ્રેડ લિન્ક્સના શેરમાં એક મહિના પહેલા 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખ 88,000 થઈ ગયા હોત. તે જ સમયે, આ નાણાં YTD સમયમાં 1.65 લાખ થઈ જશે. આ સિવાય જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના રૂપિયા 3.20 લાખ થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ સ્ટૉકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા 20.85 લાખ થઈ ગયા હોત.

તેવી જ રીતે જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા 1.69 ના સ્તરે આ સ્ટોક ખરીદીને 1 લાખનું રોકાણ કર્યું હોય અને આ સમયગાળા દરમિયાન આ સ્ટોકમાં રહ્યા હોય તો આજે તેના એક લાખ 71 લાખ થઈ ગયા હશે

આ પણ વાંચો : Forex reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જ્યારે ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ઈન્ડિયન ઓઈલ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે! શું ફરી મોંઘુ થશે ઇંધણ, જાણો લેટેસ્ટ રેટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:15 am, Sat, 23 April 22

Next Article