Multibagger Stock : આ બે સ્ટોકમાં લાંબા ગાળાનું રોકાણ કરનાર કરોડપતિ બન્યા,શું તે છે તમારા પોર્ટફોલિયોમાં?

|

Sep 09, 2022 | 7:46 AM

એક અહેવાલ મુજબ શ્રી સિમેન્ટના શેરે NSE પર 6 જુલાઈ 2001ના રોજ ટ્રેડિંગ શરૂ કર્યું ત્યારે તેની કિંમત માત્ર 30.30 રૂપિયા હતી. 7 સપ્ટેમ્બર, બુધવારે આ શેર 8.43 ટકાના ઉછાળા સાથે રૂ. 23,480 પર બંધ થયો હતો. ૮ સપ્ટેમ્બરનું ક્લોઝિંગ 24302 રૂપિયા હતું.

Multibagger Stock : આ બે સ્ટોકમાં લાંબા ગાળાનું રોકાણ કરનાર કરોડપતિ બન્યા,શું તે છે તમારા પોર્ટફોલિયોમાં?
Symbolic Image

Follow us on

શેરબજાર(Share Market)માં કેટલાક એવા શેરો છે જેણે લાંબા ગાળામાં રોકાણકારોને અઢળક નફો આપ્યો છે. શ્રી સિમેન્ટ(Shree Cement) અને સેરા સેનિટરીવેર(Serra Sanitaryware)ના શેર પણ લાંબા ગાળાના રોકાણકારો માટે કુબેરનો ખજાનો સાબિત થયા છે. શ્રી સિમેન્ટના શેરમાં લાંબી પોઝિશન બનાવનારા રોકાણકારો માલામાલ થઈ ગયા છે. માત્ર 21 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોના નાણાંમાં 770 ગણો વધારો કર્યો છે. એ જ રીતે સેરા સેનિટરીવેરના સ્ટોકે પણ 15 વર્ષમાં 1 લાખનું રોકાણ કરનારા રોકાણકારને કરોડપતિ બનાવ્યા છે.

એક અહેવાલ મુજબ શ્રી સિમેન્ટના શેરે NSE પર 6 જુલાઈ 2001ના રોજ ટ્રેડિંગ શરૂ કર્યું ત્યારે તેની કિંમત માત્ર 30.30 રૂપિયા હતી. 7 સપ્ટેમ્બર, બુધવારે આ શેર 8.43 ટકાના ઉછાળા સાથે રૂ. 23,480 પર બંધ થયો હતો. ૮ સપ્ટેમ્બરનું ક્લોઝિંગ 24302 રૂપિયા હતું. આ રીતે શ્રી સિમેન્ટના શેરમાં જુલાઈ 2001 થી લગભગ 77,391.75 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં શ્રી સિમેન્ટના શેરમાં 10.78%નો વધારો થયો છે. જો કે છેલ્લા એક વર્ષમાં શેર દબાણ હેઠળ રહ્યો છે અને 23.75 ટકા ઘટ્યો છે. તેણે છેલ્લા 5 વર્ષમાં તેના રોકાણકારોને 25.30 ટકા વળતર આપ્યું છે.

13 હજારનું રોકાણ કરનારા કરોડપતિ બન્યા

જો કોઈ રોકાણકારે 6 જુલાઈ 2001ના રોજ શ્રી સિમેન્ટના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેની રૂ. 1 લાખની કિંમત વધીને લગભગ 7.75 કરોડ થઈ ગઈ છે. એટલું જ નહીં, જો કોઈ રોકાણકારે 2001માં આ મલ્ટીબેગર સ્ટોકમાં 13,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે કરોડપતિ બન્યા અને તેનું રોકાણ 1 કરોડ 73 રૂપિયા થયું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

15 વર્ષમાં માલામાલ થયા

મિડકેપ સ્ટોક સેરા સેનિટરીવેરનો શેર બુધવારે 4.19%ના વધારા સાથે રૂ. 5560 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 17.81%નો ઉછાળો આવ્યો છે. નવેમ્બર 2007માં સેરા સેનિટરીવેરનો શેર રૂ. 70.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, તેમની કિંમત હવે 5560 રૂપિયા પર પહોંચી ગઈ છે. જો કોઈ રોકાણકારે 2007માં આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે એ રોકાણની કિંમત 1.57 કરોડ છે. એટલું જ નહીં, આ 15 વર્ષમાં તેણે તેના રોકાણકારોને બોનસ શેર પણ વહેંચ્યા જેના કારણે તેનું રોકાણ બમણું થઈ ગયું છે. રોકાણકારો માલામાલ બન્યા છે.

નોંધ : શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. કૃપા કરી રોકાણ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની સલાહ અવશ્ય લેવી 

Next Article