Market Leaders Portfolio : રાકેશ ઝુનઝુનવાલા સહિત આ દિગ્ગજોને કયા સ્ટોકસમાં વિશ્વાસ, જાણો બિગબુલે ક્યાં કરી કમાણી?

|

Jul 14, 2022 | 9:03 AM

અનુભવી રોકાણકારો દ્વારા કંપનીમાં રોકાણ ઘટાડીને અથવા વધારીને તે સૂચવે છે કે તેઓ આ કંપનીના ભવિષ્ય વિશે શું વિચારી રહ્યા છે. મોટાભાગે દિગ્ગજોની ઇન્વેસ્ટમેન્ટ પેટર્નને બજારનો મોટો વર્ગ અનુસરે છે.

Market Leaders Portfolio : રાકેશ ઝુનઝુનવાલા સહિત આ દિગ્ગજોને કયા સ્ટોકસમાં વિશ્વાસ, જાણો બિગબુલે ક્યાં કરી કમાણી?
Rakesh Jhunjhunwala (File image)

Follow us on

જૂનના ત્રિમાસિક પરિણામો જાહેર થતાં કંપનીઓનું પ્રદર્શન તો જાણવા મળી રહ્યું છે પરંતુ બજારના દિગ્ગ્જ રોકાણકારોનું વલણ પણ ચોક્કસ કંપની વિશે સંકેત આપી રહ્યું છે. ત્રિમાસિક પરિણામોની સાથે કંપનીઓ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) જેવા અનુભવી શેરધારકો સાથે સંબંધિત ડેટા પણ જાહેર કરે છે. બજારની નજર એ કંપનીઓ પર છે જેમાં મોટા રોકાણકારોએ રોકાણ કર્યું છે. અનુભવી રોકાણકારો દ્વારા કંપનીમાં રોકાણ ઘટાડીને અથવા વધારીને તે સૂચવે છે કે તેઓ આ કંપનીના ભવિષ્ય વિશે શું વિચારી રહ્યા છે. મોટાભાગે દિગ્ગજોની ઇન્વેસ્ટમેન્ટ પેટર્નને બજારનો મોટો વર્ગ અનુસરે છે. જો આ કંપનીઓમાં તેમનું રોકાણ પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ઘટે છે તો તે કંપનીઓ માટે સકારાત્મક માનવામાં આવતું નથી કારણ કે બજાર માને છે કે રોકાણકારો પાસે કંપનીમાં વધુ વૃદ્ધિની ઓછી સંભાવના છે. શેરમાં વધારો હકારાત્મક માનવામાં આવે છે. દેશના 4 મોટા દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલા, મુકુલ અગ્રવાલ, આશિષ કચોલિયા, ડોલી ખન્નાના રોકાણમાં આવો બદલાવ આવ્યો છે. હાલમાં કંપનીઓના પરિણામ આવવાના બાકી છે એટલે કે આવનારા સમયમાં આ લિસ્ટમાં વધારો થઈ શકે છે.

રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલા

એક મીડિયા રિપોર્ટ અનુસાર NCCમાં રાકેશ અને રેખા ઝુનઝુનવાલાની ભાગીદારી 0.4 ટકા ઘટી છે. આ સમયગાળા દરમિયાન ઓટોલાઇન અને ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટમાં તેમનું હોલ્ડિંગ ઘટીને 1 ટકાથી પણ ઓછું થયું છે. 7 એપ્રિલ 2020 થી NCCનો સ્ટોક 3 ગણાથી વધુ વધી ગયો છે.

મુકુલ અગ્રવાલ

રોકાણના અનુભવી મુકુલ અગ્રવાલે પણ ક્વાર્ટર દરમિયાન ઘણા શેરોમાંથી પૈસા ઉપાડી લીધા છે. અત્યાર સુધી જે કંપનીઓએ શેરહોલ્ડિંગની માહિતી આપી છે તેમાં મુકુલે જે કુમાર ઇન્ફ્રામાં તેનો હિસ્સો 0.1 ટકા, ઓન મોબાઇલ ગ્લોબલમાં 0.4 ટકા અને IMFAમાં અગાઉના ક્વાર્ટરની તુલનામાં 0.4 ટકા જેટલો ઘટાડો કર્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આશિષ કચોલીયા

બીજી તરફ દેશના અન્ય અનુભવી રોકાણકાર આશિષ કચોલિયાએ કેટલીક કંપનીઓમાં પોતાનું રોકાણ ઘટાડ્યું છે અને કેટલીકમાં ખરીદી પણ કરી છે. કચોલિયાએ ફિનોટેક્સ કેમિકલમાં તેનો હિસ્સો પાછલા ક્વાર્ટરની સરખામણીમાં 0.1 ટકા વધાર્યો છે. યશો ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સો પણ 0.1 ટકા વધ્યો છે.  ADF ફૂડ્સનો હિસ્સો 0.1 ટકા ઘટ્યો છે. વિષ્ણુ કેમિકલ્સમાં તેમનો હિસ્સો પણ અગાઉના ક્વાર્ટરની સરખામણીએ 0.8 ટકા ઘટ્યો હતો. મોલ્ડ ટેક પેકેજિંગમાં તેમનો હિસ્સો 1 ટકાથી ઓછો થઈ ગયો છે.

ડોલી ખન્ના

બજારની અન્ય અગ્રણી ડોલી ખન્નાએ બે કંપનીઓમાં નવો હિસ્સો ઉમેર્યો  છે. જૂન ક્વાર્ટરના અંતે ચેન્નાઈ પેટ્રોમાં તેની પાસે 3.3 ટકા હિસ્સો હતો. નેશનલ ઓક્સિજનમાં તેમનો હિસ્સો 1.1 ટકા હતો. જો ડેટાની વાત માનીએ તો ચેન્નાઈ પેટ્રોમાં ડોલી ખન્નાની ખરીદીથી તેને ઘણી કમાણી થઈ છે. હકીકતમાં ક્વાર્ટરની શરૂઆતમાં સ્ટોક 19 એપ્રિલ પહેલા 200 ના સ્તરથી નીચે હતો. હાલમાં સ્ટોક 267 ના સ્તર પર છે. તે જ સમયે, સ્ટોક 1 એપ્રિલના સ્તરથી બમણો થઈ ગયો છે.

Published On - 9:03 am, Thu, 14 July 22

Next Article