LIC IPO : સરકારી કંપનીમાં કમાણીની આવી તક, આ સરળ સ્ટેપ અનુસરી કરો રોકાણ

|

May 04, 2022 | 8:01 AM

LIC IPO માટે પ્રાઇસ બેન્ડ 902 રૂપિયાથી 949 રૂપિયા રાખવામાં આવી છે. માનવામાં આવે છે કે LICનો IPO દેશનો સૌથી મોટો આઈપીઓ હશે. સરકાર એલઆઈસીના કેટલાક શેર વેચીને રૂ. 21,000 કરોડની કમાણી કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી છે.

LIC IPO : સરકારી કંપનીમાં કમાણીની આવી તક, આ સરળ સ્ટેપ અનુસરી કરો રોકાણ
LIC IPOમાં રોકાણ માટેની તક આવી

Follow us on

આજે લાખો લોકોના ઇંતેજારનો અંત આવ્યો છે. જે લોકો જીવન વીમા નિગમમાં રોકાણ (LIC IPO ) માટે મહિનાઓથી જોઈ રહ્યા હતા તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. LIC IPO માટે પ્રાઇસ બેન્ડ 902 રૂપિયાથી 949 રૂપિયા રાખવામાં આવી છે. માનવામાં આવે છે કે LICનો IPO દેશનો સૌથી મોટો આઈપીઓ હશે. સરકાર એલઆઈસીના કેટલાક શેર વેચીને રૂ. 21,000 કરોડની કમાણી કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી છે. LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. જો સરકાર તેનો લક્ષ્યાંક હાંસલ કરી લે છે તો તે Paytmના IPOને  પાછળ છોડી દેશે.

એલઆઈસીનો આઈપીઓ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ માનવામાં આવે છે. Paytm ગયા વર્ષે તેનો IPO લાવ્યો હતો અને 18,300 રૂપિયા એકત્ર કર્યા હતા. LICએ તેના પોલિસીધારકને એક શેર પર રૂ. 60નું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે અને કંપનીના કર્મચારીઓ અને રોકાણકારોને રૂ. 40નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

LIC ના IPO માટે અરજી કરવા માટે, તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે. ચકાસણી પ્રક્રિયામાં નોંધણી માટે આ દસ્તાવેજોની જરૂર પડશે. તમારે પહેલા ડીમેટ ખાતું ખોલવું પડશે અને તેની સાથે સંબંધિત કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તમારે આ દસ્તાવેજો આપવા જરૂરી રહેશે-

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
  • ઓળખપત્ર
  • ઉંમર પ્રમાણપત્ર
  • બેંકની વિગત

તમે મોબાઈલ પર અલગ-અલગ એપ્સ દ્વારા ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો. તમે ટ્રેડિંગ માટે કોઈપણ UPI લિંક્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે LIC ના IPO માટે કેવી રીતે અરજી કરવી.

  • તમારા નેટ બેંકિંગ ખાતામાં લોગ ઇન કરો. રોકાણ વિભાગમાં IPO/e-IPO નો વિકલ્પ હશે. તેમાં વિકલ્પ પસંદ કરો
  • ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારા બેંક ખાતાની માહિતી અને અન્ય વિગતો ભરો
  • હવે, “Invest in IPO” વિકલ્પ પસંદ કરો. અરજી કરવા માટે “LIC” પસંદ કરો અને શેરની સંખ્યા અને બિડ કિંમત દાખલ કરો
  • પછી એપ્લાય નાઉ વિકલ્પ પર ક્લિક કરો અને તમારો ઓર્ડર આપો

બધા રોકાણકારોએ નોંધ લેવી જોઈએ કે એકવાર તમે IPO માટે અરજી કરી લો, પછી બિડ ફાઈનલ ન થાય ત્યાં સુધી તમારી બેંક ખાતામાં પૈસા બ્લોક કરી દેશે. તે તમામ રોકાણકારોના ખાતામાંથી નાણાં કાપવામાં આવશે જેમની બિડ સ્વીકારવામાં આવશે. જો તમે LIC પોલિસીધારક છો, તો તમારે પહેલા તમારી પોલિસી અને ડીમેટ એકાઉન્ટને તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) સાથે લિંક કરવાની જરૂર પડશે.

આ પણ વાંચો : LIC IPO : આજે દેશનો સૌથી મોટો IPO થયો લોન્ચ, રૂપિયા 14235નું રોકાણ કરી તમે ખરીદી શકો છો હિસ્સેદારી

આ પણ વાંચો :Petrol Diesel Price Today : આજે તમારા વાહનના ઇંધણની કિંમતમાં વધારો થયો કે ઘટાડો? જાણો અહેવાલ દ્વારા

Next Article