LIC IPO : દેશના સૌથી મોટા IPO માં રોકાણની આજે છેલ્લી તક, આ રોકાણકાર ઈશ્યુથી દૂર રહે તેવી નિષ્ણાંતોની સલાહ!!! જાણો વિગતવાર

|

May 09, 2022 | 6:58 AM

રિટેલ વ્યક્તિગત રોકાણકાર સેગમેન્ટ માટે 6.9 કરોડ શેરની ઓફરની સામે અત્યાર સુધીમાં 10.99 કરોડ શેર માટે બિડ કરવામાં આવી છે જે 1.59 ગણું સબસ્ક્રિપ્શન છે.

LIC IPO : દેશના સૌથી મોટા IPO માં રોકાણની આજે છેલ્લી તક, આ રોકાણકાર ઈશ્યુથી દૂર રહે તેવી નિષ્ણાંતોની સલાહ!!! જાણો વિગતવાર
LIC IPO

Follow us on

દેશના સૌથી મોટા Initial public offering -IPOમાં રોકાણ કરવાની આજે છેલ્લી તક છે. જીવન વીમા નિગમના આઇપીઓ(LIC IPO)માં રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ છે. ગઈકાલે રવિવારની રજા હોવા છતાં રોકાણકારો આ IPOમાં બિડ કરી શકે તે માટે બેંકો ખોલવામાં આવી હતી. રવિવાર સુધી આ ઈસ્યુને 1.79 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. રવિવારે સાંજે 7 વાગ્યા સુધી શેરબજારો પર ઉપલબ્ધ ડેટા અનુસાર LIC દ્વારા કરવામાં આવેલી 16,20,78,067 શેરની ઓફર સામે અત્યાર સુધીમાં 29,08,27,860 બિડ મળી છે. 21 હજાર કરોડનો આ IPO 4 મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો.

બજારમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર  સંસ્થાકીય ખરીદદારો કેટેગરીને હજુ સુધી સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન મળ્યું નથી. તાજેતરના ડેટા મુજબ આ સેગમેન્ટ માટે આરક્ષિત શેરોમાંથી માત્ર 0.67 ટકાને જ બિડ મળી છે. બિન-સંસ્થાકીય રોકાણકારો કેટેગરી માટે આરક્ષિત 2,96,48,427 શેર માટે કુલ 3,67,73,040 બિડ પ્રાપ્ત થઈ છે જે 1.24 ગણા સબ્સ્ક્રિપ્શનનું પ્રતિનિધિત્વ કરે છે.

પોલિસી ધારકોના સેગમેન્ટમાં 5 ગણું સબ્સ્ક્રિપ્શન

રિટેલ વ્યક્તિગત રોકાણકાર સેગમેન્ટ માટે 6.9 કરોડ શેરની ઓફરની સામે અત્યાર સુધીમાં 10.99 કરોડ શેર માટે બિડ કરવામાં આવી છે જે 1.59 ગણું સબસ્ક્રિપ્શન છે. પોલિસીધારકોનો શેર 5.04 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે અને કર્મચારીઓ માટે 3.79 વખત આરક્ષિત શેર છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

પોલિસી ધારકોને રૂ. 60 ડિસ્કાઉન્ટ

LIC એ ઇશ્યૂ માટે શેર દીઠ રૂ. 902-949ની કિંમતની રેન્જ નક્કી કરી છે. આ ઓફરમાં પાત્ર કર્મચારીઓ અને પોલિસીધારકો માટે આરક્ષણ આપવામાં આવ્યું છે. છૂટક રોકાણકારો અને પાત્ર કર્મચારીઓને પ્રતિ શેર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે જ્યારે પોલિસીધારકોને પ્રતિ શેર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આજે સોમવારે બંધ થનારી ઑફર ફોર સેલ દ્વારા સરકારે LICમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચીને આશરે રૂ. 21,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

લિસ્ટિંગ ગેઇનને બદલે લાંબા ગાળા માટે તેમાં રોકાણ કરો

આ IPOમાં રોકાણ અંગે બજારના નિષ્ણાતો કહે છે કે તમામ રોકાણકારોએ લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખવો જોઈએ. રોકાણકારોએ ઉતાવળ ન કરવી જોઈએ. તેઓએ આ આઈપીઓમાં તેટલું જ રોકાણ કરવું જોઈએ જેટલી તેમની જોખમ લેવાની ક્ષમતાં છે. જો કોઈ રોકાણકાર આ IPOમાં લિસ્ટિંગ લાભ માટે રોકાણ કરવા માંગે છે તો તેણે અંતર રાખવું જોઈએ.

શું છે નિષ્ણાંતોની સલાહ?

સરકારે LICનું મૂલ્યાંકન રૂ. 6 લાખ કરોડ રાખ્યું છે જે 5.4 લાખ કરોડના એમ્બેડેડ મૂલ્ય કરતાં 1.12 ગણું વધારે છે. સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે LIC તેના સ્પર્ધકોની સરખામણીમાં સસ્તું છે. રોકાણકારોએ સમજવું જોઈએ કે વીમો એ લાંબા ગાળાનો વ્યવસાય છે તેથી રોકાણકારોએ લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ.બીજી તરફ કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે મોંઘવારી વધવાને કારણે બજારમાંથી તરલતા ઓછી થઈ રહી છે. માર્કેટમાં હવે વધુ કરેક્શન આવશે.

Published On - 6:58 am, Mon, 9 May 22

Next Article