રાકેશ ઝુનઝુનવાલાએ જે કંપનીઓમાં રોકાણ કર્યું હતું, જાણો તે તમામ શેરની સ્થિતિ શું છે?

|

Aug 17, 2022 | 6:59 AM

રાકેશ ઝુનઝુનવાલાએ એપ્ટેકમાં પણ સારું રોકાણ કર્યું છે. એપ્ટેકનો શેર મંગળવારે 0.04 ટકાની નબળાઈ સાથે શેર દીઠ રૂ. 232.65 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તેના શેર એક સમયે 5.92 ટકા તૂટ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલાએ જે કંપનીઓમાં રોકાણ કર્યું હતું, જાણો તે તમામ શેરની સ્થિતિ શું છે?
Rakesh Jhunjhunwala
Image Credit source: File Photo

Follow us on

સ્વર્ગસ્થ સ્ટોક ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ શેરોનું પ્રદર્શન મંગળવારે મિશ્ર રહ્યું હતું. ભારતીય શેરબજારના બિગ બુલ અને ભારતના વોરેન બફે તરીકે ઓળખાતા ઝુનઝુનવાલાનું રવિવારે સવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 62 વર્ષના હતા. ઝુનઝુનવાલાએ ત્રણ ડઝનથી વધુ કંપનીઓમાં રોકાણ કર્યું હતું, જેમાં ટાટા જૂથની કંપની ટાઇટન સૌથી મહત્ત્વની છે. ઝુનઝુનવાલાના મૃત્યુ પછી પ્રથમ ટ્રેડિંગ દિવસે મંગળવારે ટાઇટનના શેરમાં 0.88 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે 1.09 ટકા સુધી ચઢ્યો હતો.

રાકેશ ઝુનઝુનવાલાએ એપ્ટેકમાં પણ સારું રોકાણ કર્યું છે. એપ્ટેકનો શેર મંગળવારે 0.04 ટકાની નબળાઈ સાથે શેર દીઠ રૂ. 232.65 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તેના શેર એક સમયે 5.92 ટકા તૂટ્યા હતા. ઝુનઝુનવાલા આ કંપનીના ગાઈડ પણ હતા. તેવી જ રીતે મેટ્રો બ્રાન્ડના શેરમાં પણ 1.36 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તેમાં 3.13 ટકાનો ઘટાડો થયો હતો. ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કંપની એગ્રો ટેકનો શેર પણ 0.62 ટકા ઘટ્યો હતો.

સ્ટાર હેલ્થના શેરમાં લાભ દેખાયો

જોકે, અનુભવી રોકાણકારોના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કેટલીક કંપનીઓના શેરોએ પણ લાભ પણ નોંધાવ્યો હતો. સ્ટાર હેલ્થનો શેર 1.62 ટકા વધીને રૂ. 707.40 પ્રતિ શેર થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તેમાં 4.79 ટકાની નબળાઈ જોવા મળી હતી. રાકેશ ઝુનઝુનવાલા સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સમાં 14.39 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે તેમની પત્ની રેખા આ કંપનીમાં 3.10 ટકા હિસ્સો ધરાવે છે. આ શેરહોલ્ડિંગ રિપોર્ટ 30 જૂન સુધીનો છે. સતત કેટલાક મહિનાના ઘટાડા બાદ આ શેરમાં તેજી જોવા મળી રહી છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સમાં 17.49 ટકા હિસ્સો ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્ટોકની નેટવર્થ ઉપર કરો એક નજર

ટાટા મોટર્સનો શેર પણ 2.55 ટકા વધ્યો હતો. એ જ રીતે નઝારા ટેક્નોલોજી 2.44 ટકા, NCC લિમિટેડ 2.09 ટકા, ઇન્ડિયન હોટેલ્સનો શેર 1.32 ટકા, ક્રિસિલનો શેર 1.02 ટકા અને ટાઇટનનો સ્ટોક  0.88 ટકા વધ્યો હતો. ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ અન્ય કંપનીઓમાં કેનેરા બેંકનો શેર 0.54 ટકા અને રેલીસ ઈન્ડિયાનો 0.13 ટકાના વધારા સાથે બંધ થયો હતો. મળતી માહિતી અનુસાર ઝુનઝુનવાલા અને તેના સહયોગીઓએ જૂન 2022ના અંતમાં રૂ. 31,905 કરોડની નેટવર્થ સાથે 32 કંપનીઓમાં શેરો હતા.

Published On - 6:59 am, Wed, 17 August 22

Next Article