રાકેશ ઝુનઝુનવાલાએ એક સમયે આ શેર 3 રૂપિયામાં ખરીદ્યો હતો, આજે 2000થી વધુનો ઉછાળો

62 વર્ષની ઉંમરેમાં રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) એવા શેરોમાં પૈસા અને નામ કમાયા જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તેમણે પેની સ્ટોકમાં નાણાંનું રોકાણ કરીને તેને મલ્ટિબેગર સ્ટોકમાં રૂપાંતરિત કર્યું.

રાકેશ ઝુનઝુનવાલાએ એક સમયે આ શેર 3 રૂપિયામાં ખરીદ્યો હતો, આજે 2000થી વધુનો ઉછાળો
Rakesh Jhunjhunwala (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 7:58 PM

દેશના દિગ્ગજ શેરબજાર રોકાણકાર અને ટ્રેડર રાકેશ ઝુનઝુનવાલાનું (Rakesh Jhunjhunwala) રવિવારે સવારે અવસાન થયું. તેઓ 62 વર્ષના હતા. તેમણે મુંબઈની (Mumbai) એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. માત્ર એક અઠવાડિયા પહેલા જ રાકેશ ઝુનઝુનવાલાની એરલાઈન કંપની અકાસા એરએ (Akasa Air) પ્રથમ ઉડાન ભરી હતી. રવિવારે સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમને તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કિડનીની સમસ્યા હતી અને લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. થોડા અઠવાડિયા પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દેશના પ્રખ્યાત ટ્રેડર અને રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને ‘બિગ બુલ ઓફ દલાલ’ કહેવામાં આવતા હતા. તેમની પાસે 5.5-5.8 બિલિયન ડોલરની નેટવર્થ છે. રૂપિયામાં આ રાશિ લગભગ 40,000 કરોડ રૂપિયાથી વધારે છે.

ચાલો તેમના કેટલાક મલ્ટિબેગર સ્ટોક્સ વિશે જાણીએ જેમાંથી તેમણે કરોડોની કમાણી કરી છે. 1985માં રાકેશ ઝુનઝુનવાલાએ માત્ર 5000 રૂપિયા સાથે શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે સેન્સેક્સ 150 પોઈન્ટ પર રમી રહ્યો હતો. આજે એ જ સેન્સેક્સ 59 હજાર પર ચાલે છે. રાકેશ ઝુનઝુનવાલાએ એક પરિચિત પાસેથી 2.5 લાખ રૂપિયા લીધા અને શેરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. 1986 રાકેશ ઝુનઝુનવાલાને પહેલી સૌથી મોટી કમાણી મળી જેમાં તેમણે એક જ ઝાટકે 5 લાખનો નફો કર્યો.

તમે ટાટા ટી શેરનું નામ તો સાંભળ્યું જ હશે. ત્યારબાદ રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ટીના 5,000 શેર 43 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા. ખરીદીના ત્રણ મહિનામાં જ શેરની કિંમત 143 રૂપિયા સુધી પહોંચી ગઈ. આજે એક શેરની કિંમત 763 રૂપિયા ચાલી રહી છે. આના પરથી તમે નફાનો અંદાજ લગાવી શકો છો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મલ્ટિબેગર સ્ટોક્સમાં રોકાણ

62 વર્ષની ઉંમરે રાકેશ ઝુનઝુનવાલાએ એવા શેરોમાં પૈસા અને નામ કમાયા જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તેમણે પેની સ્ટોકમાં નાણાંનું રોકાણ કરીને તેને મલ્ટિબેગર સ્ટોકમાં રૂપાંતરિત કર્યું. તેમના પોર્ટફોલિયોની યાદીમાં ઘણા મલ્ટિબેગર શેરોનો સમાવેશ થાય છે. વર્ષ 2002-03માં રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન કંપની લિમિટેડના શેર ખરીદ્યા હતા. ત્યારે તેની સરેરાશ કિંમત 3 રૂપિયા હતી. પરંતુ આજે તેનો રેટ 2472 રૂપિયા છે.

આ વર્ષે જૂનમાં તેની કિંમત 2140 રૂપિયા હતી. તમે જોઈ શકો છો કે રાકેશ ઝુનઝુનવાલાએ જે શેર 3 રૂપિયામાં ખરીદ્યો હતો, આજે તે શેર 2400 રૂપિયાથી વધુના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. તેમની પાસે ટાઇટન કંપનીના 4.4 કરોડ શેર છે. એટલું જ નહીં, રાકેશ ઝુનઝુનવાલાની ટાઇટન કંપની લિમિટેડમાં હિસ્સેદારી 5.1 ટકા છે.

લ્યુપિન અને ટાઇટન છે ઉદાહરણો

એ જ રીતે 2006માં રાકેશ ઝુંઝુવાલાએ ફાર્માસ્યુટિકલ કંપની લ્યુપિનમાં રોકાણ કર્યું હતું. ત્યારે આ કંપનીના શેરની સરેરાશ ખરીદ કિંમત રૂ. 150 હતી. આજની તારીખ મુજબ, લ્યુપિનનો શેર 682 રૂપિયા પર ચાલી રહ્યો છે. એટલે કે આ શેરમાં ચાર ગણાથી વધુ નફો થયો છે. તેવી જ રીતે, બિલકેર લિમિટેડ, કેનેરા બેંક, જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસ, જુબિલન્ટ ઇન્ગ્રાવિયા, પ્રોઝોન ઇનટુ પ્રોપર્ટીઝ, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, ટાઇટન કંપની લિમિટેડ, મેન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન, એનસીસી લિમિટેડ અને ફોર્ટિસ હેલ્થકેર જેવા શેરો દ્વારા રાકેશ ઝુનઝુનવાલાને કરોડોમાં કમાણી કરી છે.

નવા શીખી રહેલા ટ્રેડર માટે સલાહ

આ તો શેરમાં કમાણીની વાત છે. રાકેશ ઝુનઝુનવાલા ઘણીવાર એક વાત કહેતા જે શિખાઉ ટ્રેડર માટે એક બોધપાઠ છે. તેઓ કહેતા હતા કે, ઉત્સાહી રોકાણકાર હંમેશા શેરબજારમાં નફો કરે છે. જો તમે કોઈ પણ કામ પૂરા જોશ અને લગનથી કરો છો, તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાવ. દરેક વ્યક્તિ CA નો અભ્યાસ કરે છે, પરંતુ રાકેશ ઝુનઝુનવાલા CA સાથે પ્રખર વેપારી હતા જેઓ લાંબા ગાળાના રોકાણમાં માનતા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">