ભારતીય કારોબારી જગતમાં અદાણી બાદ અગ્રવાલ આર્થિક સંકટમાં સપડાયા, જાણો શું છે સમગ્ર મામલો

|

Mar 27, 2023 | 7:30 AM

વેદાંતા ગ્રુપની સમસ્યા માત્ર 2024 સુધીમાં 2 બિલિયન ડોલરની લોન ચૂકવવાની નથી. તેના બદલે વેદાંત રિસોર્સિસે આગામી ત્રણ નાણાકીય વર્ષમાં કુલ 4.7 બિલિયન ડોલર ચૂકવવાના છે. તે જ સમયે વેદાંતના રોકાણકારોની ચિંતા એ છે કે શું અનિલ અગ્રવાલ તેની ભારતીય સબસિડિયરી કંપનીઓમાં હિસ્સો વધારીને અથવા શેરની ખરીદી અને વેચાણ કરીને નાણાં એકત્ર કરી શકશે.

ભારતીય કારોબારી જગતમાં અદાણી બાદ અગ્રવાલ આર્થિક સંકટમાં સપડાયા, જાણો શું છે સમગ્ર મામલો

Follow us on

વેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલ પણ એવા ભારતીય ઉદ્યોગપતિઓમાંના એક છે જેમણે પોતાના દમ પર વિશ્વભરમાં નામના મેળવી છે. એક સમયે ભંગારમાં કામ કરતા અનિલ અગ્રવાલ આ દિવસોમાં મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમની કંપની પર 2 બિલિયન  ડોલર એટલેકે લગભગ 16,470 કરોડ રૂપિયાનું દેવું છે અને તે તેની સાથે ડીલ કરવા માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. આખરે અનિલ અગ્રવાલ કેવી રીતે બહાર આવશે તે મોટી સમસ્યા નજરે પડી રહી છે. પોતાની કારકિર્દી દરમિયાન અનિલ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે જે દાયકાઓથી દરેક પરિસ્થિતિમાં પોતાને સફળ સાબિત કરી રહ્યા છે. તેમનો વ્યવસાય એવો છે કે તેનો કોઈ સીધો હરીફ નથી. આ વખતે તેની પાસે રોકડની તંગી છે. સરકાર સાથે તકરાર ચાલી રહી છે અને કંપનીના વિસ્તરણમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

2024 સુધીમાં 16,470 કરોડ ચૂકવવાના રહેશે

વેદાંતા ગ્રૂપની કંપની વેદાંત રિસોર્સિસે 2024માં 2 બિલિયન ડોલર એટલે કે રૂ. 16,470 કરોડના બોન્ડ ચૂકવવાના છે. આ રકમમાંથી અડધાથી વધુ રકમ જાન્યુઆરીમાં જ ચૂકવવી પડશે. આ કારણે તેમની કંપનીનું જોખમ રેટિંગ નીચે આવી ગયું છે અને તેમને નાણાં એકત્ર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વેદાંતા ગ્રુપની આ સમસ્યા એવા સમયે સામે આવી છે જ્યારે અન્ય એક ભારતીય બિઝનેસ હાઉસ ‘અદાણી ગ્રુપ’ પણ ફંડ એકત્ર કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ શરૂ થયેલી આ સમસ્યાએ સમગ્ર ભારતીય કોર્પોરેટ્સને અસર કરી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ત્રણ વર્ષમાં પડકાર બમણો થશે

વેદાંતા ગ્રુપની સમસ્યા માત્ર 2024 સુધીમાં 2 બિલિયન ડોલરની લોન ચૂકવવાની નથી. તેના બદલે વેદાંત રિસોર્સિસે આગામી ત્રણ નાણાકીય વર્ષમાં કુલ 4.7 બિલિયન ડોલર ચૂકવવાના છે. તે જ સમયે વેદાંતના રોકાણકારોની ચિંતા એ છે કે શું અનિલ અગ્રવાલ તેની ભારતીય સબસિડિયરી કંપનીઓમાં હિસ્સો વધારીને અથવા શેરની ખરીદી અને વેચાણ કરીને નાણાં એકત્ર કરી શકશે.

વાસ્તવમાં કંઈક એવું થયું કે વેદાંતા ગ્રુપે લગભગ 20 વર્ષ પહેલા સરકારી કંપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડમાં હિસ્સો ખરીદવાની શરૂઆત કરી હતી. વેદાંત લિમિટેડ હિન્દુસ્તાન ઝિંકમાં 65 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપની પાસે મોટી માત્રામાં રોકડ અનામત છે.

સરકારે અનિલ અગ્રવાલની યોજના પર બ્રેક લગાવી

હવે વેદાંતા ગ્રુપ ગ્રુપ તેની મોરેશિયસ THL ઝિંક લિમિટેડને સંપૂર્ણપણે હિન્દુસ્તાન ઝિંકને વેચવા માંગે છે. આ સાથે હિન્દુસ્તાન ઝિંક પાસે પડેલો રૂપિયો વેદાંતના ખાતામાં ટ્રાન્સફર થવનો અંદાજ હતો  અને વેદાંત લિમિટેડને આગામી 18 મહિના દરમિયાન 3 બિલિયન ડોલર એટલેકે લગભગ રૂ. 24,848 કરોડ મળવાનો અંદાજ હતો.

 

Next Article