AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Surfaces IPO : આજે 155 કરોડનો IPO ખુલ્યો,જાણો પ્રાઇસ બેન્ડ અને GMP સહિતની સંપૂર્ણ વિગત

Global Surfaces IPO : ગ્રે માર્કેટ પર નજર રાખતા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કંપની  45 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. જો આ સ્થિતિ લિસ્ટિંગ સુધી યથાવત રહેશે તો કંપની શેરબજારમાં રૂ. 185ની આસપાસ ડેબ્યૂ કરી શકે છે.

Global Surfaces IPO : આજે 155 કરોડનો IPO ખુલ્યો,જાણો પ્રાઇસ બેન્ડ અને GMP સહિતની સંપૂર્ણ વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 7:14 AM
Share

Global Surfaces IPO: IPO માં રોકાણ માટે લાંબા સમયથી  રાહ જોઈ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. ગ્લોબલ સરફેસ લિમિટેડનો IPO આજે એટલે કે 13 માર્ચ 2023ના રોજ ખુલ્યો છે. આ ઓફર 15 માર્ચ 2023 ના રોજ બંધ થશે. આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે રોકાણકારો પાસે ત્રણ દિવસનો સમય હશે.આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે ગ્રે માર્કેટમાં પણ કંપનીનું પ્રદર્શન સારું દેખાઈ રહ્યું છે.ગ્લોબલ સરફેસીસ IPO દ્વારા મૂડી બજારમાંથી રૂ. 155 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 133 થી 140 પ્રતિ શેર નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા 100 શેર માટે અરજી કરી શકે છે. તે પછી તેઓ તેના મલ્ટીપલ અરજી કરી શકશે. બંને સ્ટોક એક્સચેન્જ 23 માર્ચ 2023ના રોજ લિસ્ટેડ થવાની ધારણા છે.

GMP શું છે?

ગ્રે માર્કેટ પર નજર રાખતા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કંપની  45 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. જો આ સ્થિતિ લિસ્ટિંગ સુધી યથાવત રહેશે તો કંપની શેરબજારમાં રૂ. 185ની આસપાસ ડેબ્યૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે કંપનીએ IPO માટે 133 રૂપિયાથી 140 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

IPO નું કદ

ગ્લોબલ સરફેસના IPOનું કદ રૂ. 155 કરોડ છે. 8,520,000 ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યુ જ્યારે ઓફર ફોર સેલ હેઠળ 2,550,000 શેર વેચવામાં આવશે. ફેસ વેલ્યુ 10 રૂપિયા પ્રતિ શેર છે. પ્રમોટર્સ મયંક શાહ અને શ્વેતા શાહ ઓફર ફોર સેલ દ્વારા શેરનું વેચાણ કરી રહ્યા છે.

ફંડ ક્યાં વાપરવામાં આવશે?

કંપની દુબઈમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે તેની કંપની ગ્લોબલ સરફેસીસ એફઝેડઈમાં IPO દ્વારા એકત્ર કરાયેલી રકમનું રોકાણ કરશે. ઉપરાંત, રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. 2021-22માં કંપનીની આવક રૂ. 198 કરોડ હતી જ્યારે રૂ. 35 કરોડનો નફો થયો હતો.

Global Surfaces IPO Details

IPO Details
IPO Date Mar 13, 2023 to Mar 15, 2023
Face Value ₹10 per share
Price ₹133 to ₹140 per share
Lot Size 100 Shares
Issue Size 11,070,000 shares of ₹10 (aggregating up to ₹154.98 Cr)
Fresh Issue 8,520,000 shares of ₹10 (aggregating up to ₹[.] Cr)
Offer for Sale 2,550,000 shares of ₹10 (aggregating up to ₹[.] Cr)
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">