Global Market : આજે Sensex 57000 નીચે સરકે તેવા અનુમાન, જાણો કેવો રહ્યો વૈશ્વિક બજારમાં કારોબાર

|

Sep 28, 2022 | 8:47 AM

નિષ્ણાતોનું કહેવું છે કે આજે વૈશ્વિક બજારમાંથી ફરી ઘટાડાનાં સંકેતો મળી રહ્યા છે અને પહેલાથી નેગેટિવ ઝોનમાં ચાલી રહેલ ભારતીય શેરબજાર વધુ દબાણ હેઠળ આવશે. આ સાથે રોકાણકારો વેચાણ અને પ્રોફિટ-બુકિંગ પર જઈ શકે છે અને સેન્સેક્સ 57 હજારની નીચે સરકે તેવા સંકેત મળી રહ્યા છે.

Global Market : આજે Sensex  57000 નીચે સરકે તેવા અનુમાન, જાણો કેવો રહ્યો વૈશ્વિક બજારમાં કારોબાર
global market

Follow us on

વૈશ્વિક બજાર(Global Market) તરફથી ભારતીય શેરબજાર(Share Market) માટે આજે પણ ઘટાડાના સંકેત મળી રહયા છે. વૈશ્વિક બજારના નેગેટિવ સેન્ટિમેન્ટની અસર સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળી શકે છે. સેન્સેક્સ-નિફ્ટીએ સતત પાંચ સેશનમાં ઘટાડાનો સામનો કર્યો છે. પાછલા સત્રમાં સેન્સેક્સ 38 પોઈન્ટ ઘટીને 57,107 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 9 પોઈન્ટ ઘટીને 17,007 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજે વૈશ્વિક બજારમાંથી ફરી ઘટાડાનાં સંકેતો મળી રહ્યા છે અને પહેલાથી નેગેટિવ ઝોનમાં ચાલી રહેલ ભારતીય શેરબજાર વધુ દબાણ હેઠળ આવશે. આ સાથે રોકાણકારો વેચાણ અને પ્રોફિટ-બુકિંગ પર જઈ શકે છે અને સેન્સેક્સ 57 હજારની નીચે સરકે તેવા સંકેત મળી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં કેવો રહ્યો કારોબાર (અપડેટ સવારે 8.40 વાગે)

Index Chg. Chg. %
Dow Jones -125.82 -0.43%
S&P 500 -7.75 -0.21%
Nasdaq 26.58 0.25%
Bovespa -738 -0.68%
DAX -88.24 -0.72%
Euro Stoxx 50 -13.91 -0.42%
ATX -9.04 -0.33%
Tadawul All Share 108.2 0.99%
Nikkei 225 -598.87 -2.25%
DJ New Zealand -2.22 -0.74%
Shanghai -34.4 -1.11%
Hang Seng -460.81 -2.58%
Taiwan Weighted -294.57 -2.13%
KOSPI -61.2 -2.75%
Karachi 100 366.69 0.89%
VN 30 -12.13 -1.03%
CSE All-Share -12.57 -0.13%

અમેરિકા અને યુરોપિયન બજારોમાં વેચાણ થયું

અમેરિકાના તમામ મુખ્ય શેરબજારો પર મોંઘવારી અને મંદીના એંધાણની અસરો છે. રોકાણકારો હજુ પણ બજારમાં રોકાણથી દૂર છે અને સતત વેચાણને કારણે S&P 500 ઘટીને 3,623.29 પોઈન્ટ પર આવી ગયો છે જે 30 નવેમ્બર 2020 પછીનું સૌથી નીચું સ્તર છે. જોકે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં NASDAQ પર 0.25 ટકાનો ઉછાળો આવ્યો છે.

છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન યુરોપના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તમામ મુખ્ય શેરબજારો લાલ નિશાનમાં બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.72 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.27 ટકા અને લંડનનું શેરબજાર 0.52 ટકા ઘટ્યું હતું.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

એશિયન માર્કેટમાં નુકસાન સાથે કારોબાર

એશિયાના મોટાભાગના શેરબજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.54 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે જાપાનનો નિક્કી 1.18 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 0.06 ટકા નીચે ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.19 ટકાનો ઘટાડો દર્શાવે છે.

વિદેશી રોકાણકારોનું વેચાણ ચાલુ રહ્યું

ભારતીય મૂડીબજારમાંથી વિદેશી રોકાણકારોની ઉપાડની પ્રક્રિયા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. 2,823.96 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 3,504.76 કરોડના શેરની ખરીદી કરી હતી.

Published On - 8:46 am, Wed, 28 September 22

Next Article